
કેનેડા જતા ભારતીયો માટે મોટા સમાચાર,હવે આ દસ્તાવેજની જરૂર નહીં પડે
દિલ્હી:કેનેડિયન સરકાર સપ્ટેમ્બરના અંત સુધીમાં દેશમાં પ્રવેશતા લોકો માટે એન્ટિ-કોવિડ-19 રસી મેળવવાની જરૂરિયાતને સમાપ્ત કરી શકે છે. એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી હતી.યુ.એસ.ની જેમ, કેનેડામાં હજી પણ ફક્ત તે જ લોકોને પ્રવેશની મંજૂરી છે જેમને કોવિડ -19 વિરોધી રસી આપવામાં આવી છે.જો કે, અત્યારે તે જાણી શકાયું નથી કે,કેનેડાની જેમ યુએસ પણ 30 સપ્ટેમ્બર સુધીમાં દેશમાં પ્રવેશ માટે કોવિડ-19 વિરોધી રસી મેળવવાની જરૂરિયાતને સમાપ્ત કરશે કે કેમ.
અધિકારીએ કહ્યું કે અંતિમ મંજૂરી વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને આપવાની છે, પરંતુ સરકારે રસીકરણની જરૂરિયાતને દૂર કરવા તેમજ એરપોર્ટ પર મુસાફરોની કોવિડ -19 સ્ક્રીનિંગને રોકવાનું મન બનાવી લીધું છે.
અધિકારીના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બરના અંત સુધીમાં કેનેડામાં પ્રવેશ કર્યા પછી એરાઇવકેન એપ પર તમામ માહિતી શેર કરવાની જરૂરિયાતને દૂર કરવાની પણ યોજના છે. તેણે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે,કેનેડાની સરકાર રસી વગરના બેઝબોલ ખેલાડીઓ સહિત અન્ય એથ્લેટ્સને પણ દેશમાં રમવાની મંજૂરી આપી શકે છે. હાલમાં આવા ખેલાડીઓને કેનેડામાં પ્રવેશવાની મંજૂરી નથી.