
ભાજપના સાંસદ રાકેશ સિન્હાને જાનથી મારી નાખવાની ધમકી મળી – આરોપીની કરાઈ ધરપકડ
- બીજેપી સાસંદને જાનથી મારવાની ધનકી
- ટૂંક સમયમાં જ આરોપીની થઈ ઘર પકડ
દિલ્હીઃ- ભાજપના રાજ્યસભાના સાંસદ રાકેશ સિન્હાને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીની છેવટે પોલીસે માયાપુરીથી ધરપકડ કરી લીધી છે. આરોપીની પૂછપરછ કરતા શરુઆતમાં આરોપીએ નશામાં હોવાથઈ ફોન પર મેસેજ કર્યો હોવાનું જણાવ્યું છે. ત્યારે હવે પોલીસે આરોપીની અનેક બાબતે તપાસ હાથ ઘરી છે.
આ સમગ્ર મામલે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, સાંસદ રાકેશ સિન્હાએ ફોન કરીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ફોન પર સંદેશ મોકલીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ મામલે શનિવારે રાત્રે 10 વાગ્યે તેમને એક મેસેજ આવ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.
જે ફોનથી સાંસદને ફઓન કરવામાં આવ્યો હતો તેને સર્વિલાંસ પર રાખવામાં આવ્યો, ફોનની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તે ફોનનો ઉપયોગ કરનાર વ્યક્તિ માયાપુરી વિસ્તારમાં રહેતો છે. પોલીસની તપાસ કર્યા બાદ 39 વર્ષીય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે તે મૂળ રાજસ્થાનના ઝુનઝુનૂનો રહેવાસી છે. તેણે કહ્યું કે તેણે સાંસદનો નંબર તેણે તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી મેળવ્યો અને શનિવારે શરાબપીને નશામાં ફોન પર ધમકીભર્યો સંદેશ કર્યો હતો.
સાહિન-