1. Home
  2. ગુજરાતી
  3. જાણો, ગોવિંદાની ફિલ્મમાં કામ કરી ચુકેલી કઈ એક્ટ્રેસે કર્યો બ્રિટિશ પીએમ બોરિસ જોનસન સાથે ‘રાત ગુજારવાનો’ દાવો
જાણો, ગોવિંદાની ફિલ્મમાં કામ કરી ચુકેલી કઈ એક્ટ્રેસે કર્યો બ્રિટિશ પીએમ બોરિસ જોનસન સાથે ‘રાત ગુજારવાનો’ દાવો

જાણો, ગોવિંદાની ફિલ્મમાં કામ કરી ચુકેલી કઈ એક્ટ્રેસે કર્યો બ્રિટિશ પીએમ બોરિસ જોનસન સાથે ‘રાત ગુજારવાનો’ દાવો

0
Social Share
  • બ્રિટિશ પીએમ બોરિસ જોનસન સામે બ્રેક્ઝિટ પહેલા નવી મુશ્કેલી
  • એક મહિલાએ જોનસન સાથે હમબિસ્તર થવાનો કર્યો દાવો
  • બોલીવુડની ફિલ્મમાં પણ આરોપ લગાવનારી મહિલા કરી ચુકી છે કામ

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનની મુશ્કેલી ઘટવાનું નામ લઈ રહી નથી. તાજેતરમાં સાંસદને સસ્પેન્ડ કર્યા બાદ સુપ્રીમ કોર્ટમાંથી તેમને ઠપકો મળ્યો હતો અને તેમણે મહારાણી એલાઝાબેથ-2ની માફી પણ માંગી હતી. પરંતુ તેના સિવાય હવે તેઓ અન્ય મહિલાઓ સાથે શારીરિક સંબંધ બનાવવાના દાવાઓથી પણ ઘેરાઈ ચુક્યા છે.

જેનિફર અર્કુરી નામની એક અમેરિકન મહિલાએ પોતાના મિત્રો વચ્ચે દાવો કર્યો છે કે જ્યારે જોનસન લંડનના મેયર હતા, ત્યારે તે તેમની સાથે હમબિસ્તર થઈ હતી. આ અહેવાલ બ્રિટનના અખબાર ધ સન્ડે ટાઈમ્સમાં પ્રકાશિત થયા છે. મહત્વપૂર્ણ છેકે જેનિફર અર્કુરી બોલીવુડની ફિલ્મમાં પણ દેખાઈ ચુકી છે. તેણે ગોવિંદાની સાથે નોટી એટ – 40 ફિલ્મમાં એક નાનકડો કિરદાર નિભાવ્યો હતો.

બીજી તરફ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને આવા દાવાને રદિયો આપ્યો છે. તેમણે કહ્યુ છે કે અર્કુરી સાથે તેમના કોઈ અયોગ્ય સંબંધ હતા નહીં. જો કે જેનિફર અર્કુરીએ પોતાની ટેક કંપની મટે 126000 પાઉન્ડ સરકારી ધન પ્રાપ્ત કર્યું હતું. ધ ટેલિગ્રાફ પ્રમાણે, ત્રણ વિદેશી વ્યાપાર મિશનોમાં બોરિસ સાથે રહેનારી અર્કુરી લોસ એન્જેલ્સવાળા મકાનને છોડી દીધું અને રજા પર ચાલી ગઈ. પરંતુ એક ટૂકા નિવેદનમાં તેણે ક્હયુ કે તેના વ્યાપારીક સોદા યોગ્ય હતા. લડંન ખાતે ધ સન્ડે ટાઈમ્સ પ્રમાણે, તે બંને 2012માં જોનસનના મેયર તરીકેના બીજા કાર્યકાળ માટે બસમાં મળ્યા હતા. તે 47 વર્ષના પરણિત હતા અને અર્કુરી 27 વર્ષની હતી તથા પોતાના બિઝનસ કોર્સના આખરી તબક્કામાં હતી.

અર્કુરીએ 2011માં બોલીવુડની ફિલ્મ નોટી એટ 40માં ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મ જગમોનહ મૂંદડાએ નિર્દેશિત કરી હતી. મહત્વપૂર્ણ છે કે અર્કુરી 2011માં અમેરિકાથી લંડન ચાલી ગઈ હતી, કારણ કે તેને બોલીવુડની ફિલ્મમાં ભૂમિકા આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો.  

બીજી તરફ આ તમામ ઘટનાક્રમો વચ્ચે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પીએમ બોરિસ જોનસને બ્રેક્ઝિટ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમણે પોતાની ડીલની સાથે અથવા ડીલ વગર આગામી મહીને યુરોપિયન યુનિયનમાંથી નીકળી જવાની વાતનો પુનરોચ્ચાર કર્યો છે. રવિવારે જોનસને પોતાની પાર્ટી કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદોને પણ એકઠા કર્યા હતા. બીબીસી સાથેની વાતચીતમાં જોનસને કહ્યુ છે કે સમયની માગને જોતા 31 ઓક્ટોબરે બ્રેક્ઝિટ દ્વારા યુરોપિયન યુનિયનમાંથી બહાર જવાનું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code