1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બોલિવૂડ શહેનશાહની હવે ગુજરાતી ફિલ્મમાં એન્ટ્રી – અમિતાભ બચ્ચન ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલા માટે’ માં જોવા મળશે
બોલિવૂડ શહેનશાહની હવે ગુજરાતી ફિલ્મમાં એન્ટ્રી – અમિતાભ બચ્ચન ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલા માટે’ માં જોવા મળશે

બોલિવૂડ શહેનશાહની હવે ગુજરાતી ફિલ્મમાં એન્ટ્રી – અમિતાભ બચ્ચન ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલા માટે’ માં જોવા મળશે

0
Social Share
  • અમિતાભ બચ્ચન ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે
  • ફક્ત મહિલા માટે કોમેડિ ફીલ્મમાં બિગબીનો રોલ હશે

અમદાવાદ – ગુજરાતી અર્બન ફિલ્મોએ ગુજરાતી સિનેમા જગતને એક નવી ઓળખ આપી છે,હવે ગુજરાતી ફિલ્મોને પણ દર્શકો મળતા થયા છે આવી સ્થિતિમાં બોલિવૂડના બેતાજ બાદશાહ હવે આપણાને ગુજરાતી ફિલ્મ ફક્ત મહિલા માટેમાં જોવા મળશે, જે એક કોમેડિથી ભરપુર ફિલ્મ હશે.

જાણકારી પ્રમાણે અભિનેતા અમિતાભ બચ્ચન સહીત આ ફિલ્મમાં ગુજરાતી સુપરસ્ટાર યશ સોની અને દીક્ષા જોશી પણ લીડ રોલ પ્લે કરતા જોવા મળશે જો ફિલ્મના ફિલ્મની વાત કરવામાં આવે તો તે નિર્દેશન જય બોદાસ દ્વારા કરવામાં આવ્યું છે ફિલ્મમાં અમિતાબ બચ્ચન કેમિયો રોલમાં નજરે પડશે

આ સાથે જ ફિલિમના કલાકારોની જો વાત કરવામાં આવે  દિક્ષા જોષી, યશ સોની ઉપરાંત ફિલ્મમાં ભાવીની જાની અને પ્રશાંત બારોટ  પણ જોવા મળશે છે. ફિલ્મનાં કલાકારો દ્વારા અમિતાભ બચ્ચન સાથેનો ફોટો શેર કરવામાં આવ્યો છે,સોશિયલ મીડિયામાં શેર કરેલા આ ફોટો ખૂબ વાયરલ થી રહ્યો છે,અને ગુજરાતીઓ એ બાબતનું મહત્વ લઈ રહ્યા છએ કે બિગબી જેવા મેગા સ્ટાર પણ હવે ગજરાતી ફિલિમમાં જોવા મળશે.

જો ફિલ્મ રિલીઝ વિશેની વાત કરી તો તે  19 ઓગસ્ટ, 2022ના રોજ રિલિઝ થવાની છે. બીગબી આ પહેલા ગુજરાત ટૂરિઝમની જાહેરાતમાં જોવા મળ્ઉયા હતા.આ તેઓની પ્રથમ ગુજરાતી ફિલ્મ હશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code