
બ્રાઝિલનું ખાસ એર કોરોનાની વેક્સિન લેવા માટે એક દિવસ બાદ ભારત આવશે – બ્રાઝિલે ભારત પાસે વેક્સિનની કરી હતી અપીલ
- આજે બ્રાઝિલનું વિમાન ભઆરત માટે રવાના
- કોરોના વેક્સિના ડોઝનો જથ્થો લેવા ખાસ એર ભારત આવી પહોંચશે
દિલ્હીઃ-કોરોના સંકટની વચ્ચે બ્રાઝિલના લોકો માટે રાહતના સમાચાર છે. બ્રાઝિલે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સાથે બે મિલિયન કોરોના વેક્સિનના ડોઝનો કરાર કર્યો હતો, હવે આ વેક્સિનના ડોઝ લેવા માટચે એક દિવસ બાદ બ્રાઝિલનું ખાસ એર ઈન્ડિયા મોકલવામાં આવશે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ વેક્સિન એક દિવસ બાદ બ્રાઝિલ મોકલાશે, બ્રાઝિલના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે,કોરોના વેક્સિનના ડોઝનો જથ્થો લેવા માટે ખાસ વિમાન શુક્રનારના રોજ ભારત રવાના કરવામાં આવશે,જે પહેલા ગુરુવારના રોજ મોલકવામાં આવનાર હતું, જો કે હજુ વેક્સિનનો જથ્થો વિમાન મારફત પરત ક્યારે બ્રાઝિલ આવશે તે અંગે કઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી,આરોગ્ય પ્રધાન એડવર્ડો પાઝુએલોએ જણાવ્યું હતું કે રસી મંગાવવા માટેની તમામ લેખિત કાર્યવાહી પૂર્યણ કરવામાં આવી ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે, આ બે સરકારો વચ્ચેનો સોદો નથી. પરંતુ સરકારની સંમતિ પછી, એસઆઈઆઈને બ્રાઝિલને રસી આપવાની મંજૂરી આપવામાં આવી હતી. ઐ પહેલા બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલસનારોએ પ્રાધનમંત્રી મોદીને પત્ર લખીને વેક્સિન માટે અપીલ કરી હતી, સ્વાલસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રામણે ભાર સ્થિતિ બ્રાઝિલના દૂતાવાસ એ ભારતીય અધિકારીઓની મદદથી, વેક્સિનની આયાતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ મેનેજમેન્ટ પીએમ મોદીને બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના લખેલા પત્ર બાદ કરવામાં આવ્યું છે.
બ્રાઝિલમાં કોરોનાના સંક્રમણના કારણે બ્રાઝિલની સરકાર પર કોરોનાની રસી આપવાનુ અભિયાન વહેલી તકે શરુ કરવા માટે દબાવ બની રહયો છે. બીજી તરફ બ્રાઝિલ સુધી હજી રસી પહોંચી નથી. જ્યારે ભારતમાં કોરોનાની સ્વદેશી વેક્સિનને બ્રાઝિલ લઈ જવામાં આવળશે.
સાહિન-