Breaking: ભાજપના કાર્યકારી અધ્યક્ષપદે નિતીન નબીનની નિયુક્તિ
નવી દિલ્હી, 14 ડિસેમ્બર, 2025: Nitin Nabin ભાજપના નવા કાર્યકારી અધ્યક્ષપદે નિતીન નબીનની નિયુક્તિ થઈ છે. મૂળ બિહારના નિતીન નબીન ધારાસભ્ય અને મંત્રી રહી ચૂક્યા છે. આ યુવાન નેતાને સંગઠનનો બહોળો અનુભવ છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X ઉપર નબીનને અભિનંદન આપતા જણાવ્યું છે.
श्री नितिन नबीन जी ने एक कर्मठ कार्यकर्ता के रूप में अपनी विशिष्ट पहचान बनाई है। वे एक युवा और परिश्रमी नेता हैं, जिनके पास संगठन का अच्छा-खासा अनुभव है। बिहार में विधायक और मंत्री के रूप में उनका कार्य बहुत प्रभावी रहा है, साथ ही जनआकांक्षाओं को पूरा करने के लिए उन्होंने पूरे…
— Narendra Modi (@narendramodi) December 14, 2025
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ રવિવારે બિહારના મંત્રી નીતિન નબીનને રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા. સત્તાવાર આદેશ મુજબ, ભાજપ સંસદીય બોર્ડ દ્વારા લેવાયેલો નિર્ણય તાત્કાલિક અમલમાં આવશે. નીતિન નવીન હાલમાં બિહાર સરકારમાં મંત્રી તરીકે સેવા આપે છે.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ દ્વારા જાહેર કરાયેલી જાહેરાત અનુસાર- “ભાજપ સંસદીય બોર્ડે બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે,”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નીતિન નબીનને તેમની પસંદગી બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે X પોસ્ટમાં લખ્યું છે કે, “શ્રી નીતિન નબીનજીએ પોતાને એક મહેનતુ કાર્યકર્તા તરીકે ઓળખાવ્યા છે. તેઓ સમૃદ્ધ સંગઠનાત્મક અનુભવ ધરાવતા એક યુવાન અને મહેનતુ નેતા છે અને બિહારમાં ધારાસભ્ય અને મંત્રી તરીકે અનેક ટર્મ સુધી પ્રભાવશાળી રેકોર્ડ ધરાવે છે. તેમણે લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે ખંતપૂર્વક કામ કર્યું છે. તેઓ તેમના નમ્ર સ્વભાવ અને કાર્ય કરવાની શૈલી માટે જાણીતા છે. મને વિશ્વાસ છે કે તેમની ઉર્જા અને સમર્પણ આવનારા સમયમાં આપણી પાર્ટીને મજબૂત બનાવશે. ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ બનવા બદલ તેમને અભિનંદન,”


