
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર બ્રેટ લી એ કોરોના સંકટમાં પીએમ કેયર્સમાં 40 લાખનું આપ્યું દાનઃ કહ્યું, ‘ભારત મારું બીજુ ઘર છે’
- ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ક્રિકેટર ભઆરતી મદદે આવ્યો
- પીએમ કેયર્સ ફંડમાં 40 લાખ દાન કર્યા
દિલ્હીઃ- સમગ્ર દેશ હાલ કોરોના જેવી જીવલેમ મહામારી સામે લડત લડી રહ્યો છે,દેશમાં કોરોનાની બીજી તરંગ તીવ્ર બની રહી છે, અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે,ત્યારે ભારતના આ કપરા સમયમાં વિદેશથી પણ આ કપરી સ્થિતિમાં મજબુત બની રહેવાની સુભેચ્છાઓ મળતી રહે છે.
દેશમાં કોરોનાની મુસીબતમાં અનેક લોકો તથા સેલિબ્રિટીઓ ભારતની મદદે આગળ આવી રહ્યા છે. ત્યારે આ શ્રેણીમાંમ હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ બોલર બ્રેટ લીએ ભારતને એક બિટકોઈન જેવી આશરે કિમંત 40 લાખ જેટલી આંકવામાં આવે છે, જે દેશને દાન કરી છે.
ત્યારે આ પહેલા ભાતની મદદે ઓસ્ટ્રેલિયના પેટ કમિન્સ પણ આવી ચૂક્યો છે તેણે ભારતને દાન આપ્યું હતું. બ્રેટ લીએ ઓક્સિજન સપ્લાયની ખરીદી માટે ભારતને 40 લાખનું દાન કર્યું છે.આ સમગ્ર બાબતે લીએ ટ્વિટર પર ભારતમાં કોરોનાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે,બ્રેટ લીએ કહ્યું છે કે, ‘હવે એકજૂટ થવાનો આવ્યો છે અને આપણે ભારતને મદદ ce’s આપણાથી શક્ય હોય તેટલું યોગદાન આપવાનો સમય આવ્યો છે’
ઉલ્લેખનીય છે કે, બિટકોઈન એક પ્રકારની ક્રિપ્ટો કરન્સી છે. હાલમાં એક બિટકોઈનનું ભારતીય મુલ્ય 41 લાખ રૂપિયાની આજુબાજુ છે, ત્યારે આ ક્રિકેટર બ્રેટ લીએ આ મદદ ક્રિપ્ટો રિલિફ હેઠળ કરી છે..
બ્રેટ લીએ વધુમાં એમ પણ કહ્યું કે, ભારત હંમેશા મારા માટે બીજું ઘર રહ્યું છે. મને અહીંના લોકો તરફથી પ્રોફેશન કેરિયર વખતે ખૂબ પ્રેમ મળ્યો છે. નિવૃત્ત થયા પછી પણ અહીંના લોકો તરફથી મને પ્રેમ મળ્યો છે તેથી મારા દિલમાં તેમના માટે ખાસ જગ્યા છે.
સાહિન-