
બૃજલાલ ખાબરી બન્યા યુપી કોંગ્રેસના અધ્યક્ષ,નસીમુદ્દીન સિદ્દીકી અને અજય રાયને પણ મળી જવાબદારી
- બૃજલાલ ખાબરી બન્યા યુપી કોંગ્રેસના અધ્યક્ષ
- નસીમુદ્દીન સિદ્દીકી-અજય રાયને પણ મળી જવાબદારી
લખનઉ:યુપી કોંગ્રેસના નવા અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી છે. બૃજલાલ ખાબરી ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા અધ્યક્ષ બનશે.તેમની સાથે નકુલ દુબે, વીરેન્દ્ર ચૌધરી, અનિલ યાદવ, યોગેશ દીક્ષિત, અજય રાય અને નસીમુદ્દીન સિદ્દીકીને પ્રાંતીય પ્રમુખ બનાવવામાં આવ્યા છે.
યુપી વિધાનસભા ચૂંટણીના નિરાશાજનક પરિણામો બાદ અજય કુમાર લલ્લુએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું, ત્યારબાદ નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી છે.
કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા પણ યુપીના પ્રભારી રહી ચૂક્યા છે,પરંતુ તેમની સતત સક્રિયતા છતાં કોંગ્રેસ રાજ્યમાં માત્ર બે બેઠકો જીતી શકી છે.