
- ભારતના ઇ-કોમર્સ માર્કેટમાં સ્પર્ધા વધુને વધુ તીવ્ર થઇ રહી છે
- વર્ષ 2024 સુધી ઇ-ગ્રોસરી માર્કેટ 1.31 લાખ કરોડ રૂપિયાને વટાવી જશે
- ઇ-ગ્રોસરી માર્કેટ વર્ષ 2020માં 60 ટકા વધ્યું
નવી દિલ્હી: ભારતના ઇ-કોમર્સ માર્કેટમાં સ્પર્ધા વધુને વધુ તીવ્ર થઇ રહી છે. ઇ-ગ્રોસરીને ભવિષ્યના સૌથી મોટા બજારના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. એક અનુમાન અનુસાર વર્ષ 2024 સુધી ઇ-ગ્રોસરી માર્કેટ 8 ગણું વધીને 18 અબજ ડોલર એટલે કે અંદાજે 1.31 લાખ કરોડ રૂપિયાને વટાવી જશે.
પ્રાપ્ત વિગતો અનુસાર હોમગાર્ડન કન્સલટિંગ ફર્મ રેડસિયરના મતે ઇ-ગ્રોસરી માર્કેટ વર્ષ 2020માં 60 ટકા વધ્યું અને વર્ષ 2021ના પ્રથમ 6 માસિક ગાળા સુધી તે 41 થી 49 ટકા વધવાની અપેક્ષા છે. રેડસિયર અને બિગબાસ્કેટની વધુ એક રિપોર્ટ અનુસાર નૂડલ્સ અને કુકીઝ જેવા ફૂડ, લીંબુ જેવા ઇમ્યુનિટી બુસ્ટર અને સેનેટાઇઝર જેવા હાઇજીન પ્રોડક્ટની માંગમાં વધારો થયો છે.
લોકડાઉન દરમિયાન સ્નેક્સ અને બ્રાન્ડેડ ફૂડમાં બિસ્કિટ તેમજ કુકીઝ સૌથી મોટી સબ-કેટેગરી હતી, જેની માંગ સૌથી વધુ હતી. રેડસિયરના સ્થાપક અનિલ કુમાર અનુસાર, એવી પરંપરાગત બ્રાંડો જે અત્યારસુધી ઓફલાઇન બિઝનેસ કરી રહી હતી તેઓ હવે ઑનલાઇન પ્લેટફોર્મ પર ઝડપથી પ્રગતિ કરી રહી છે.
વર્ષ 2024 સુધી ઓનલાઇન રિટેલ સેલ્સ 26.18 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું હતું.
ભારત ઓનલાઇન ગ્રોસરીની ડિમાન્ડમાં વૃદ્વિ નોંધાવી રહ્યું છે. થોડાક સમય પહેલા જ ફ્યૂચર ગ્રૂપના રિટેલ બિઝનેસને રિલાયન્સે હસ્તગત કર્યો છે. ગ્રોસરી રીટેલ પર નજર કરીએ તો નાણાકીય વર્ષ 2020માં લોકડાઉનમાં 52 ટકા લોકોએ ઇ-ગ્રોસરી એપને ઉપયોગી ગણાવી હતી. ખાસ કરીને લોકડાઉન તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે ઑનલાઇન ગ્રોસરી શોપિંગમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો છે.
લોકડાઉન દરમિયાન 80 ટકા લોકોએ કિંમત અને સિલેક્શનના બદલે સુવિધાની માટે ઓનલાઇન ગ્રોસરી શોપિંગને પસંદ કરી. લોડસર્કલ્સના એક સર્વે મુજબ 52 ટકા ગ્રોસરીના ખરીદદારોએ ઇ-ગ્રોસરી એપને લોકડાઉન દરમિયાન ઉપયોગી ગણાવી.
(સંકેત)