1. Home
  2. ગુજરાતી
  3. ડોલર સામે રૂપિયામાં નબળાઇથી ભારતીય ચોખાના નિકાસ ભાવ 5 વર્ષને તળિયે
ડોલર સામે રૂપિયામાં નબળાઇથી ભારતીય ચોખાના નિકાસ ભાવ 5 વર્ષને તળિયે

ડોલર સામે રૂપિયામાં નબળાઇથી ભારતીય ચોખાના નિકાસ ભાવ 5 વર્ષને તળિયે

0
Social Share
  • ડોલર સામે રૂપિયામાં નબળાઇની અસર
  • નિકાસકારો કિંમત ઘટાડવા મજબૂર
  • ચોખાના નિકાસ ભાવ 5 વર્ષને તળિયે

નવી દિલ્હી: અત્યારે ડોલર સામે રૂપિયામાં નબળાઇ જોવા મળી રહી છે જેને કારણે નિકાસકારો કિંમત ઘટાડવા માટે મજબૂર બન્યા છે. ભારતીય ચોખાના નિકાસના ભાવ ડિસેમ્બર 2016 પછીના સૌથી નીચા સ્તરે જતા રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પાંચ ટકા બ્રોકન ચોખાની કિંમત ગત સપ્તાહના 353-358 ડોલરથી ઘટીને હાલ 351-256 ડોલર પ્રતિ ટન થઇ છે.

મહત્વનું છે કે, ભાવ ઘટતા ભારત ફરીથી વિશ્વ બજારમાં સ્પર્ધાત્મક બન્યું છે. સારા પાક અને આયાત વચ્ચે બાંગ્લાદેશમાં સ્થાનિક ચોખાના ભાવ ગત અઠવાડિયે ફરી વધ્યા હતા, જેનું કારણ વચેટિયાઓ દ્વારા સંગ્રહખોરી હોવાનુ જણાય છે. બાંગ્લાદેશ, પરંપરાગત રીતે વિશ્વનો ત્રીજો સૌથી મોટો ચોખા ઉત્પાદક, પૂરથી અસરગ્રસ્ત સ્થાનિક પુરવઠો ભરવા માટે મુખ્ય ખરીદદાર બની ગયો છે, જે મહત્તમ આયાત ભારતમાંથી કરે છે.

બીજી તરફ વિયેતનામમાં પાંચ ટકા બ્રોકન ચોખાના ભાવ ગયા સપ્તાહે 415-420 ડોલર પ્રતિ ટન હતા જે હાલ ઘટીને 410-414 ડોલર થયા છે. ત્યાંના વેપારીએ કહ્યુ કે, ઉંચા શિપિંગ ખર્ચ તેમજ કન્ટેનરની અછતના લીધે વિતેલ સપ્તાહ નિકાસ કામકાજની દ્રષ્ટિએ નિષ્ક્રિય રહ્યુ હતુ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code