
- ધન તેરસ પર સોનુ ખરીદવું શુભ માનવામાં આવે છે
- આ વર્ષે 25 ટકા સુધી ખરીદી વધી શકે છે
દિલ્હીઃ- દેશભરમાં ચારે તરફ દિવાળીની તૈયારીઓ જોવા મળી રહી છે, ત્યારે આવનારા તહેવારને લઈને લોકો ખરીદીમાં જોતરાયા છે ખઆસ કરીને ઘન તેરસ પર અનેક લોકો સોનુ ખરીદવાનો વિચાર કરીને બેસ્યા છે તેવામાં આ વર્ષ દરમિયાન સોનાની ખરીદી વધી શકે છે.
ધનતેરસ પર દરમિયાન સોનાનું વેચાણ ગયા વર્ષ કરતાં વધુ સારું રહેવાની ધારણા છે. કારની માંગમાં પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.આ મામલે દુાકનદારોનું કહેવું છે કે કોરાનાના કારણે છેલ્લા 2 વર્ષથી ખરીદી ઘટી હતી જો કે આ વર્ષે લોકો વધુ સોનું ખરીદી શકે છે.
તહેવારની સકારાત્મક અસર સોના અને જ્વેલરીની ખરીદી પર પણ પડશે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે ધનતેરસ પર સોનાનું વેચાણ 20-25 ટકા વધુ રહેવાની ધારણા છે.
સોના ખરીદીના મામલે અલગ અલગ વેપારીઓએ પોતાના મંતવ્કેય શેર કર્ડિયા છે જે પ્રમાણે એડવાઈઝરીના ડાયરેક્ટર અજય કેડિયા કહે છે કે ધનતેરસ પહેલા સોનાના ભાવ નીચે આવી ગયા છે.જયપુર સરાફા જ્વેલર્સ કમિટીના પ્રમુખ કૈલાશ મિત્તલનું કહેવું છે કે છેલ્લા બે વર્ષથી માર્કેટમાં કોરોનાનો જે ડર હતો તે હવે નહી જોવા મળે જેથી ખરીદી વધી શકે છે.આ સાથે જ ધ બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના ચેરમેન યોગેશ સિંઘલે જણાવ્યું હતું કે 2020ની સરખામણીમાં આ ધનતેરસ પર બુલિયન માર્કેટ ધમધમી રહ્યું છે. લોકોની પૂછપરછ ઘણી વધી ગઈ છે
આમ બીજી રીતે જોવા જઈે તો ડોલર સામે રૂપિયાના અવમૂલ્યન, આયાત જકાત અને ફુગાવાને લઈને કેટલીક ચિંતાઓ છે. તેમ છતાં, એકંદરે સોનાના ભાવિ માટેનો અંદાજ સારો જોવા મળે છે. 2020માં ધનતેરસ દરમિયાન કોરોનાએ સોનાની ખરીદી પર પડછાયો પાડ્યો હતો. તેની સરખામણીમાં 2021માં નોંધપાત્ર સુધારો થયો હતો, જેના કારણે ગયા વર્ષે કુલ સોનાની આયાત 1,000 ટન હતી. આ વખતે પણ કોરોનામાં હળવાશને કારણે ઘણો બદલાવ આવ્યો છે.