![WHO ના બાહ્ય ઓડિટર તરીકે CAG ગિરીશ ચંદ્ર મુર્મુ ફરીથી ચૂંટાયા, 2024 થી 2027 સુધી સંભાળશે કાર્યભાર](https://www.revoi.in/wp-content/uploads/2023/05/430.jpg)
WHO ના બાહ્ય ઓડિટર તરીકે CAG ગિરીશ ચંદ્ર મુર્મુ ફરીથી ચૂંટાયા, 2024 થી 2027 સુધી સંભાળશે કાર્યભાર
- WHO ના બાહ્ય ઓડિટર તરીકે CAG ગિરીશ ચંદ્ર મુર્મુ ફરીથી ચૂંટાયા
- 2024 થી 2027 સુધી 4 વર્ષનો સંભાળશે કાર્યભાર
દિલ્હીઃ- ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) ગિરીશ ચંદ્ર મુર્મુ સોમવારે ચાર વર્ષની મુદત માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ના એક્સટર્નલ ઓડિટર તરીકે ફરીથી ચૂંટાયા હતા. તેમનો નવો કાર્યકાળ 2024 થી 2027 સુધીનો રહેશે. CAG મુર્મુ પહેલાથી જ WHOમાં 2019 થી 2023 સુધી ચાર વર્ષ માટે આ પદ પર છે.ફરી તેઓ આ પદ માટે ચૂંટાયા છે.
જીનીવામાં ભારતના કાયમી મિશનએ ટ્વિટ કર્યું, “ભારતના CAG ને અભિનંદન! વિશ્વ આરોગ્ય સભાએ 2024-27 માટે WHO ના બાહ્ય ઓડિટર તરીકે ભારતના નિયંત્રક અને મહાલેખક જનરલ ગિરીશ ચંદ્ર મુર્મુને ફરીથી ચૂંટ્યા છે. વર્તમાન અને 156 દેશોમાંથી 114 સભ્ય દેશોએ મતદાન કર્યું છે.
CAG એ નવી દિલ્હીમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે વર્તમાન ચૂંટણી 29 મે, 2023 ના રોજ જીનીવામાં 76મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં યોજાવાની છે. અહીં પ્રથમ રાઉન્ડના મતદાનમાં જ ભારતની CAG જંગી બહુમતી સાથે ફરીથી ચૂંટાઈ આવી હતી.ઉલ્લેખનીય છે કે ગિરીશ મુર્મુને 156માંથી 114 વોટ મળ્યા. તાન્ઝાનિયાને 42 વોટ મળ્યા હતા, જ્યારે બહુમત માટે 79 વોટની જરૂર હતી.
આંતરરાષ્ટ્રીય સમુદાયમાં CAG ની સ્થિતિ તેની વ્યાવસાયિકતા, ઉચ્ચ ધોરણો, વૈશ્વિક ઓડિટ અનુભવ અને મજબૂત રાષ્ટ્રીય વિશ્વસનીયતાને પ્રતિબિંબિત કરે છે કહેવામાં આવ્યું છે તે કે આ શાનદાર જીતને જિનીવામાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ, તેમના અધિકારીઓ અને પસંદગીના અધિકારીઓએ વધાવી હતી.