1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

ભારત-ઇઝરાયલ સંરક્ષણ ભાગીદારી મજબૂત બનશે, ઇઝરાયલ સંરક્ષણ વડાએ પહેલગામ હુમલાની નિંદા કરી

નવી દિલ્હીઃ ભારત અને ઇઝરાયલ વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવવા માટે નવી દિલ્હીમાં એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ભારતના સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ અને ઇઝરાયલના સંરક્ષણ મંત્રાલયના ડિરેક્ટર જનરલ મેજર જનરલ (નિવૃત્ત) અમીર બારામ આ બેઠકમાં ભાગ લીધો હતો. બંને દેશોએ સંરક્ષણ ક્ષેત્રમાં લાંબા ગાળાના વિઝન સાથે સાથે કામ કરવાનો સંકલ્પ કર્યો […]

ભારતીય સેના માટે અપાચે એટેક હેલિકોપ્ટરનો પહેલો જથ્થો હિંડન એરબેઝ પહોંચ્યો

નવી દિલ્હી: ભારતીય સેના માટે અપાચે એટેક હેલિકોપ્ટરનો પહેલો જથ્થો આજે સવારે હિંડન એરબેઝ પહોંચ્યો. પહેલા બેચમાં 3 એટેક હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે. આર્મીના એવિએશન કોર્પ્સે ગયા વર્ષે માર્ચમાં જોધપુરના નાગતલાવમાં એક અપાચે સ્ક્વોડ્રન પણ તૈયાર કર્યું હતું. ઉપરાંત, પાઇલટ્સ અને ગ્રાઉન્ડ સ્ટાફને તાલીમ આપવામાં આવી છે. ભારતીય સેનાને 2023 થી અપાચે (અપાચે AH-64E) એટેક […]

આર્મેનિયા ભારત પાસેથી 80 જેટલી ATAGS તોપની ખરીદી કરશે

નવી દિલ્હીઃ ભારતમાં બનાવેલા શસ્ત્રો હવે વિશ્વમાં પોતાનું સ્થાન બનાવી રહ્યા છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, આર્મેનિયાએ ભારત પાસેથી 12 ATAGS તોપો ખરીદ્યા બાદ, હવે 80 વધુ તોપોનો ઓર્ડર આપવાની તૈયારી શરૂ કરી દીધી છે, જેના માટે વાતચીત પણ તેજ થઈ ગઈ છે. ATAGS તોપ DRDO તથા ટાટા અને કલ્યાણી ગ્રુપ જેવી ખાનગી કંપનીઓ દ્વારા […]

લદ્દાખમાં જમીનથી હવામાં હુમલો કરતી આકાશ પ્રાઈમ મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કરાયું

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ લદ્દાખમાં સ્વદેશી રીતે વિકસિત સપાટીથી હવામાં પ્રહાર કરતી આકાશ પ્રાઇમ મિસાઇલ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ DRDO દ્વારા વિકસાવવામાં આવી છે અને આ પરીક્ષણ તેના વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી કરવામાં આવ્યું છે. સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે અમે 15 હજાર ફૂટથી વધુ ઊંચાઈથી ઝડપથી આગળ વધતા હવાઈ લક્ષ્યો પર મિસાઇલથી […]

દેશમાં બનેલા જેટ વિમાન તેજસ એમકે-1એનું ઉત્પાદન હવે તેજ ગતિએ આગળ વધશે

નવી દિલ્હીઃ સ્વદેશી રીતે નિર્મિત હળવા લડાકૂ વિમાન તેજસ Mk-1A ની ડિલિવરી હવે વેગ પકડી રહી છે. અમેરિકન કંપનીએ આ ફાઇટર એરક્રાફ્ટ માટે ભારતને જેટ એન્જિન સપ્લાય કરવાનું શરૂ કરી દીધું છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વર્ષે ડિસેમ્બર સુધીમાં 12 તેજસ વિમાન તૈયાર થઈ જશે, જેમાંથી છ પહેલાથી જ તૈયાર થઈ ગયા છે. તાજેતરમાં, યુએસ […]

ભારતની બ્રહ્મોસ મિસાઈલ ખરીદવા માટે 15 દેશોએ દર્શાવી તૈયારી

નવી દિલ્હીઃ મોટા મુસ્લિમ દેશો પણ બ્રહ્મોસ મિસાઇલ ખરીદવા માટે આગળ આવી રહ્યાં છે, આ બ્રહ્મોસ મિસાઈલથી જ ભારતે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો હતો. સાઉદી અરેબિયા, કતાર અને યુએઈ જેવા દેશોએ ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદવામાં રસ દાખવ્યો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ‘તમે જોયું હશે કે બ્રહ્મોસ મિસાઇલે […]

મધદરિયે ફસાયેલી અમેરિકન બોટની મદદે પહોંચ્યું ભારતીય કોસ્ટગાર્ડ

નવી દિલ્હીઃ ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ઈન્દિરા પોઈન્ટથી 52 નોટિકલ માઈલ દક્ષિણ-પૂર્વમાં ફસાયેલી અમેરિકન બોટ ‘સી એન્જલ’ અને તેના બે ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. બોટમાં એક અમેરિકન અને એક તુર્કી નાગરિક હતા, જેઓ ભારે પવન અને તોફાની દરિયામાં તેમની બોટ તૂટી જવાને કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. ભારતીય […]

ભારતીય નૌકાદળને પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન્ડ અને નિર્મિત ડાઇવિંગ સપોર્ટ વેસલ, ‘નિસ્તાર’ સોંપવામાં આવ્યું

બેંગ્લોરઃ હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડે વિશાખાપટ્ટનમ ખાતે ભારતીય નૌકાદળને પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન્ડ અને નિર્મિત ડાઇવિંગ સપોર્ટ વેસલ, ‘નિસ્તાર’ સોંપવામાં આવ્યું છે. આ યુદ્ધ જહાજ ભારતીય રજિસ્ટર ઓફ શિપિંગ (IRS)ના વર્ગીકરણના નિયમો અનુસાર ડિઝાઇન કરી બનાવવામાં આવ્યું છે. આ જહાજ ખૂબ જ વિશિષ્ટ છે અને ઊંડા સમુદ્રમાં ડાઇવિંગ અને બચાવ કામગીરી કરી શકે છે – જે ક્ષમતા વિશ્વભરના પસંદગીના નૌકાદળો પાસે […]

ભારતીય નેવીની તાકાતમાં થશે વધારો, 17 યુદ્ધ જહાજો અને 9 સબમરીનને મળશે મંજૂરી

નવી દિલ્હીઃ આગામી દિવસોમાં ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો થશે, લગભગ 17 નવા યુદ્ધ જહાજો અને 9 સબમરીન માટે ટૂંક સમયમાં જ મંજૂરી આપવામાં આવે તેવી શકયતા છે. હાલમાં, દેશમાં નૌકાદળના 61 યુદ્ધ જહાજો અને સબમરીનનું નિર્માણ વિવિધ તબક્કામાં ચાલી રહ્યું છે અને દેશમાં નવા જહાજો પણ બનાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રોજેક્ટ 17B હેઠળ 70 […]

ઓપરેશન સિંદૂર બાદ મેડ ઈન ઈન્ડિયા પિનાકા રેકેટની દુનિયાભરમાં ડિમાન્ડ

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂરની સફળતા પછી, ભારતમાં બનેલા શસ્ત્રોની લોકપ્રિયતા સમગ્ર વિશ્વમાં ઝડપથી વધી રહી છે. આનું તાજેતરનું ઉદાહરણ સ્વદેશી રીતે વિકસિત ગાઇડેડ પિનાકા રોકેટ સિસ્ટમ છે, જેની આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે માંગ જોવા મળી રહી છે. અહેવાલો અનુસાર, સાઉદી અરેબિયા, વિયેતનામ અને ઇન્ડોનેશિયા જેવા દેશોએ આ રોકેટ સિસ્ટમમાં ખાસ રસ દાખવ્યો છે. પિનાકા બનાવતી કંપની સોલાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code