1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

કાપડના નિકાસ કરતા ટોચના દેશોમાં ભારતનો સમાવેશ

નવી દિલ્હીઃ લોકસભામાં એક લેખિત જવાબમાં, કાપડ રાજ્ય મંત્રી પાબિત્રા માર્ગેરિટાએ જણાવ્યું હતું કે એપ્રિલ-ડિસેમ્બર 2024 માં ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં કાપડ અને વસ્ત્રોની નિકાસ 7 ટકા વધી છે, જેમાં હસ્તકલાનો સમાવેશ થાય છે,.નાણાકીય વર્ષ 2023-24 માટે કુલ નિકાસમાં યુએસ, યુરોપિયન યુનિયન અને યુકેનો હિસ્સો 53 ટકા હતો. ભારત વિશ્વના ટોચના કાપડ નિકાસકાર દેશોમાંનો […]

બાંગ્લાદેશ રેડીમેડ ગાર્મેન્ટ નિકાસમાં આગળ વધી શકે છે, તો ભારત કેમ નહીં : સીએમ યોગી

લખનૌઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે પ્રશ્ન કર્યો હતો કે આટલી મોટી વસ્તી હોવા છતાં ભારત રેડીમેડ કપડાની નિકાસમાં બાંગ્લાદેશથી કેમ પાછળ છે. સીએમ યોગીએ પીએમ મિત્ર યોજના હેઠળ ટેક્સટાઇલ પાર્કની સ્થાપના માટે અહીં આયોજિત રોકાણકારોના સંમેલનમાં આ સવાલ કર્યો હતો. આદિત્યનાથે કહ્યું, “જો 16 કરોડની વસ્તી ધરાવતું બાંગ્લાદેશ રેડીમેડ ગાર્મેન્ટ નિકાસમાં આગળ વધી […]

ભારત અને માલદીવ સ્થાનિક ચલણમાં દ્વિપક્ષીય વેપાર કરશે

નવી દિલ્હીઃ ભારત અને માલદીવ વચ્ચે દ્વિપક્ષીય વેપાર ભારતીય રૂપિયા અને માલદીવિયન રુફિયામાં હાલના એશિયન ક્લિયરિંગ યુનિયન મિકેનિઝમ ઉપરાંત મંજૂરી આપવામાં આવશે. માલદીવના મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું કે, ભારતીય રિઝર્વ બેંકે સોમવારે આ સંદર્ભમાં એક પરિપત્ર જારી કર્યો છે. આનાથી માલદીવને મદદ મળશે. ભારત માલદીવનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે, જેનો દ્વિપક્ષીય વેપાર 548 મિલિયન […]

ભારતીય શેરબજારમાં તેજી, BSE 557.45 પોઈન્ટ વધારા સાથે બંધ થયું

નવી દિલ્હીઃ ભારતીય શેરબજારમાં તેજી શુક્રવારે યથાવત રહી હતી. દરમિયાન બીએસઈ 557.45 પોઈન્ટના વધારા સાથે 76905.51 પોઈન્ટ ઉપર બંધ રહ્યો હતો. આવી જ રીતે એનએસઈમાં 159.75 પોઈન્ટનો વધારો થયો હતો. એનએસઈ 23350.40 પોઈન્ટ ઉપર બંધ રહ્યું હતું. ભારતીય શેરબજાર ચાલુ સપ્તાહે પાંચેય સેશન ગ્રીન ઝોનમાં ખૂલ્યા હતા. BSE સેન્સેક્સ 325 પોઇન્ટ ઉછળીને 76 હજાર, 600 […]

ગુજરાતઃ ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી ધોલેરા ખાતે અત્યાર સુધી રૂ. 35984 કરોડનું રોકાણ

ગાંધીનગરઃ અમદાવાદ જિલ્લાના ધોલેરા SIRની વિકાસ કામગીરી અંગે પ્રત્યુત્તર આપતાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આ પ્રોજેક્ટ હેઠળ ધોલેરા SIR ‘ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી’ની રચનાની કામગીરી પ્રગતિમાં છે. અહીં અત્યાર સુધીમાં વિવિધ સેક્ટરમાં કુલ રૂ. 35984.58 કરોડનું રોકાણ પણ મળ્યું છે. મંત્રી રાજપૂતે જણાવ્યું કે આગામી જૂન, 2025 સુધીમાં 110 કિમીના અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેનું કામ પૂર્ણ […]

ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં 15 અબજ ડોલરનો વધારો

ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં જબરદસ્ત વધારો થયો છે. રિઝર્વ બેંકના ડેટા અનુસાર, ગયા અઠવાડિયે ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં $15.267 બિલિયનનો વધારો થયો હતો, જેના પછી ભારતનો કુલ વિદેશી હૂંડિયામણ ભંડાર $653.966 બિલિયન પર પહોંચી ગયો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં એક અઠવાડિયામાં આ સૌથી મોટો વધારો છે. વિદેશી હૂંડિયામણ અનામત લગભગ ચાર મહિનાથી ઘટી રહ્યું છે […]

ભારતીય શેરબજારમાં તેજી યથાવત,147 પોઈન્ટના વધારા સાથે BSE બંધ

મુંબઈઃ ભારતીય શેરબજારમાં આજે સતત બીજા દિવસે પણ તેજી જોવા મળી હતી. બીએસઈ 147 પોઈન્ટના વધારા સાથે 75449 પોઈન્ટ ઉપર બંધ રહ્યું હતું. આવી જ રીતે એનએસઈમાં પણ 73.30 પોઈન્ટનો વધારો થયો હતો. આમ એનએસઈ 22907.60 પોઈન્ટ ઉપર બંધ રહ્યું હતું. આજે શરૂઆતના કારોબાર દરમિયાન સ્થાનિક શેરબજારમાં સતત વધઘટ જોવા મળી રહી છે. આજના વેપારની શરૂઆત […]

જામનગરઃ હાપા માર્કેટ યાર્ડ માર્ચ એન્ડિંગની કામગીરીના કારણે બંધ રહેશે

ગાંધીનગરઃ જામનગરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (હાપા માર્કેટ યાર્ડ) માં માર્ચ એન્ડીંગના કારણે તા. 23 માર્ચ થી તા.31 માર્ચ સુધી હરાજી-આવકનું કામકાજ બંધ રાખવામાં આવશે. માર્ચ એન્ડિંગ પહેલા હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદ સભાયા અને સભ્યો દ્વારા વેપારીઓ સાથે બેઠક યોજ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તા. 1 એપ્રિલથી રાબેતા મુજબ હાપા યાર્ડની કામગીરી […]

યુએસ ટ્રેડ રિપ્રિસિપલ ટેરિફની ભારત પર બહુ ઓછી અથવા કોઈ અસર થશે નહીં, રિપોર્ટમાં દાવો

SBI રિસર્ચના તાજેતરના અહેવાલ મુજબ, યુએસ ટ્રેડ રિપ્રિસિપલ ટેરિફની ભારત પર બહુ ઓછી અથવા કોઈ અસર થશે નહીં. રિપોર્ટમાં જણાવાયું છે કે આનું કારણ એ છે કે દેશે તેની નિકાસમાં વૈવિધ્યીકરણ કર્યું છે અને મૂલ્યવર્ધન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. વધુમાં, ભારત વૈકલ્પિક પ્રદેશોની શોધ કરી રહ્યું છે, યુરોપથી મધ્ય પૂર્વ થઈને યુએસ સુધીના […]

ભારતીય શેરબજારમાં તેજી, BSE માં 1,131.31 પોઈન્ટનો વધારો

મુંબઈઃ મંગળવારના ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજાર લીલા નિશાનમાં બંધ થયું. બજારમાં ચારે બાજુ ખરીદી ચાલી રહી હતી. ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 1,131.31 પોઈન્ટ અથવા 1.53 ટકા વધીને 75,301.26 પર અને નિફ્ટી 325.55 પોઈન્ટ અથવા 1.45 ટકા વધીને 22,834.30 પર બંધ થયો હતો. બજારમાં તેજીનું કારણ ઓટો અને બેંકિંગ શેરોમાં ખરીદી હતી. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 2.38 ટકા અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code