1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

સાત અગ્રણી ભારતીય કંપનીઓએ ઈન્ડિયન ફાઉન્ડેશન ફઓર ક્વોલિટી મેનેજમેન્ટ લોન્ચ કર્યું

એક મહત્વપૂર્ણ પડકારને પહોંચી વળવા માટેના સાહસિક પગલામાં, સાત અગ્રણી ભારતીય કંપનીઓના કન્સોર્ટિયમે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્વોલિટી મેનેજમેન્ટ (IFQM) શરૂ કર્યું છે. તે કલમ 8 હેઠળ બિન-લાભકારી કંપની છે. IFQM એ ભારતીય વ્યવસાયોમાં ગુણવત્તા અને ઈનોવેશનની સંસ્કૃતિને ડેડિકટેડ કરવા માટે સમર્પિત એક અનન્ય સંસ્થા છે. ભારતીય ઉધોગોના અગ્રણી નામો ટાટા સંન્સ, ટીવીએસ મોટર કંપની, સન […]

31મી માર્ચે રવિવારના રોજ બેંકો ખુલ્લી રહેશે: RBI

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકે બેંકોને 31 માર્ચે સરકારી કામકાજ માટે શાખાઓ ખોલવાનો નિર્દેશ આપ્યો છે. 31 માર્ચ રવિવાર છે અને વર્તમાન નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ છે. RBIએ નિવેદન બહાર પાડીને જણાવ્યું કે,ભારત સરકારે 31 માર્ચ, 2024 (રવિવાર)ના રોજ સરકારી રસીદો અને ચૂકવણીઓથી સંબંધિત બેંકોની તમામ શાખાઓને વ્યવહારો માટે ખુલ્લી રાખવા વિનંતી કરી છે જેથી […]

દેશમાં 45 ટકાથી વધારે સ્ટાર્ટઅપ મહિલા નેતૃત્વવાળા: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં સ્ટાર્ટઅપ મહાકુંભનું ઉદ્ઘાટન કર્યું. તેમણે આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનની અવલોકન પણ કર્યું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ સ્ટાર્ટઅપ મહાકુંભનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનવા માટે દેશનાં રોડમેપ પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ છેલ્લાં થોડાં દાયકાઓમાં આઇટી અને સોફ્ટવેર ક્ષેત્રમાં ભારતની […]

ભારતીય શેરબજારમાં કડાકો, BSEમાં 736 પોઈન્ટનો ઘટાડો

મુંબઈઃ આજના કારોબારી દિવસે ભારતીય બજાર ઘટાડા સાથે બંધ થયું છે.નિફ્ટી 21820ની નીચે બંધ થયું છે. સેન્સેક્સ 72012 પર બંધ થયું છે. સેન્સેક્સ 736 અને નિફ્ટી 242 અંક તૂટ્યો છે. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.24 ટકાનો ઘટાડો થયો છે.  BSEના સ્મોલકેપ ઈન્ડેક્સ 1.04 ટકા નબળાઈ સાથે બંધ રહ્યાં છે. BSEના 30 શેર વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 736.37 […]

વડોદરાઃ ISI માર્ક વગરના A.Cનું શન્ટ કેપેસિટર મામલે ભારતીય માનક બ્યુરોના દરોડા

અમદાવાદઃ વડોદરાના સાવલી GIDCમાં આવેલા ટ્રિનિટી એનર્જિ સિસ્ટમ પ્રા.લિ કંપનીમાં ભારતીય માનક બ્યુરોના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. માન્ય લાયસન્સ લીધા વગર ISI માર્ક વિના A.C સિસ્ટમનું સ્વ-સમાયેલ પ્રકાર શન્ટ કેપેસિટર વાપરતા યુનિટ પર ભારતીય માનક બ્યુરોએ કાર્યવાહી કરી છે. દરોડા દરમિયાન કંપનીમાંથી ISI માર્ક વગર લગભગ 24 નંગ A.C જપ્ત કરવામાં આવ્યા હતા. મહત્વનું છે […]

NHPC કચ્છ જિલ્લાના ખાવડા ખાતે 200 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ વિકસાવશે

અમદાવાદઃ એનએચપીસી લિમિટેડ, ભારતની પ્રીમિયર હાઇડ્રોપાવર કંપની અને પાવર મંત્રાલય હેઠળની કેન્દ્રીય જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઇઝ, ગુજરાતના કચ્છ જિલ્લાના ખાવડા ખાતે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL)ના 1,125 મેગાવોટના આરઇ પાર્કમાં 200 મેગાવોટ ક્ષમતાનો સોલર પાવર પ્રોજેક્ટ વિકસાવવા માટે બિડ જીતી છે. આ પ્રોજેક્ટ ચાલુ થયાના પ્રથમ વર્ષમાં લગભગ 473 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે અને 25 વર્ષના સમયગાળામાં પ્રોજેક્ટમાંથી […]

વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ: 1983માં 15 માર્ચે પ્રથમ વખત ગ્રાહક દિવસની ઉજવણી કરાઈ હતી

આજના બજારના યુગમાં ગ્રાહકે જાગૃત રહેવું ખૂબ જ જરૂરી છે. વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ દર વર્ષે 15 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસે ગ્રાહકોને જાગૃત કરવાના હેતુથી અનેક પ્રકારના અભિયાનો પણ ચલાવવામાં આવે છે. વિશ્વ ગ્રાહક દિવસની ઉજવણીનો વિચાર સૌપ્રથમ તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ જોન એફ કેનેડીએ આપ્યો હતો. 15 માર્ચ, 1962ના રોજ, જ્હોન એફ. કેનેડીએ […]

હવે પિટબુલ સહિત 24 પ્રજાતિના વિદેશી શ્વાન હવે લોકો પાળી નહીં શકે

નવી દિલ્હીઃ પીટબુલ, અમેરિકન બુલડોગ અને રોટવીલર સહિત લોકોના જીવ માટે જોખમી સાબિત થઈ રહેલી 24 વિદેશી જાતિના શ્વાન પાળવા પર દિલ્હી સહિત કોઈપણ રાજ્યમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આમાંથી કોઈપણ જાતિના શ્વાનોની  આયાત કર્યા પછી, તેમના સંવર્ધનને પણ દેશમાં સંપૂર્ણપણે ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં, જે લોકો પાસે આ જાતિના શ્વાન છે તેઓને ખસી […]

મોદી સરકારે 4 મહિના માટે લોન્ચ કરી નવી યોજના, ઈલેક્ટ્રિક વ્હિકલ ખરીદનારને થશે લાભ

નવી દિલ્હીઃ મિનિસ્ટ્રી ફ હૈવી ઈંન્ડસ્ટ્રીએ દેશના અંદર ઈલેક્ટ્રિક મોબિલિટીને વધારો આપવા એક નવી યોજનાની ઘોષણા કરી છે. સરકાર આ યોજના માટે 500 કરોડ રૂપિયા ખર્ચ કરશે. નવી યોજના ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર માટે તૈયાર કરવામાં આવી છે. દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના ઝડપી દત્તક અને ઉત્પાદનનો બીજો તબક્કો (FAME-2) સમાપ્ત થશે. આવામાં ભારે ઉદ્યોગ મંત્રી […]

ગોલ્ડ લોનના નામે છેતરપીંડીને લઈને RBIનું કડક વલણ, બેંકો પાસેથી ડેટા માંગ્યા

નવી દિલ્હીઃ રિઝર્વ બેંકે ગોલ્ડ લોનના મામલામાં છેતરપિંડી પર પોતાનું વલણ કડક બનાવ્યું છે. આ માટે સેન્ટ્રલ બેંકે તમામ બેંકોને કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપવા માટે કહ્યું છે. બેંકોએ ગોલ્ડ લોનમાં નોંધાયેલ છેતરપિંડી, પોર્ટફોલિયોમાં ડિફોલ્ટ અને નાણાં વસૂલવાના પ્રયાસો વિશે માહિતી આપવી પડશે. આરબીઆઈને આશંકા છે કે, ગોલ્ડ લોનના મામલામાં બેંક કર્મચારીઓ સિસ્ટમ સાથે છેડછાડ કરી રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code