1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

ભારત 90 ટકા સ્વદેશી ગોળા-બારૂદ સાથે દુશ્મનોને જવાબ આપશે

નવી દિલ્હી, 1 જાન્યુઆરી 2026: મે 2025માં ‘ઓપરેશન સિંદૂર’ ભલે ચાર દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું હોય, પરંતુ બદલાતા વૈશ્વિક સંજોગો વચ્ચે ભારતીય સેના હવે લાંબા ગાળાના યુદ્ધ માટે પોતાને સજ્જ કરી રહી છે. આ વ્યૂહરચનાના ભાગરૂપે સેનાએ વિદેશી ગોળા-બારૂદ પરની નિર્ભરતા ઘટાડી દીધી છે. હવે ભારતીય સેના 90 ટકા જેટલો સ્વદેશી દારૂગોળો વાપરી રહી છે, […]

ભારત અને પાકિસ્તાને પરમાણુ ઠેકાણાઓની યાદીની કરી આપ-લે

નવી દિલ્હી, 1 જાન્યુઆરી 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા પર વધતા તણાવ, સંબંધોમાં આવેલી કડવાશ અને તાજેતરના સૈન્ય સંઘર્ષ છતાં બંને દેશોએ પરમાણુ મોરચે રાજદ્વારી સમજદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વર્ષ 2026ની પ્રથમ સવારે એટલે કે ગુરુવારે, બંને દેશોએ પોતપોતાના પરમાણુ પ્રતિષ્ઠાનો અને સુવિધાઓની યાદી એકબીજાને સોંપી હતી. મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે […]

બારામુલાના જંગલોમાંથી આતંકી અડ્ડાનો પર્દાફાશ, વિસ્ફોટક સામગ્રી જપ્ત

નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025: નવા વર્ષની ઉજવણી પૂર્વે જમ્મુ-કાશ્મીરમાં મોટી જાનહાનિના ઈરાદે રચાયેલું આતંકી કાવતરું સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યું છે. ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લામાં હાથ ધરવામાં આવેલા એક સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓના એક ગુપ્ત અડ્ડાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અહીંથી વિસ્ફોટક સામગ્રી અને જીવતા કારતૂસનો મોટો જથ્થો મળી આવ્યો છે. સત્તાવાર માહિતી અનુસાર, […]

ભારતની સુરક્ષા વધશે: રશિયાએ S-350 વિટ્યાઝ એર ડિફેન્સ સિસ્ટમ ઓફર કરી

નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025: ભારતની સૈન્ય શક્તિમાં ધરખમ વધારો કરવા અને સરહદોને દુશ્મન માટે ‘નો એન્ટ્રી ઝોન’ બનાવવા માટે રશિયાએ વધુ એક મોટું પગલું ભર્યું છે. વિશ્વવિખ્યાત S-400 બાદ હવે રશિયાએ ભારતને પોતાની અત્યંત ઘાતક અને સચોટ મધ્યમ અંતરની એર ડિફેન્સ સિસ્ટમ S-350 Vityaz ઓફર કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે, રશિયા […]

કાશ્મીરઃ સરહદ પર ડ્રોનનું મંડરાતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ

નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025: ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન તરફથી ફરી એકવાર નાપાક હરકત જોવા મળી છે. જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લાના ફૂલપુર વિસ્તારમાં એક શંકાસ્પદ ડ્રોન દેખાતા સુરક્ષા દળો સતર્ક થઈ ગયા છે. આ ઘટનાની સાથે જ ખીણના કેટલાક જિલ્લાઓમાં રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર VPN ના ઉપયોગ પર પણ પાબંદી લાદી દેવામાં આવી છે. સરહદ પારથી […]

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાના કારણોસર VPN પર પ્રતિબંધ મુકાયો

શ્રીનગર, 30 ડિસેમ્બર 2025: જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર વ્યવસ્થા જાળવી રાખવા માટે વહીવટીતંત્ર દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે. કાશ્મીર ખીણના અનેક જિલ્લાઓમાં વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN) ના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. સુરક્ષા દળોએ હવે સેલ ફોન સર્વેલન્સ (મોબાઈલ પર દેખરેખ) વધારી દીધું છે જેથી પ્રતિબંધિત આદેશોનું ઉલ્લંઘન કરનારાઓને પકડી […]

નવા વર્ષ પર જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાનું પાકિસ્તાનનું કાવતરુ

જમ્મુ, 30 ડિસેમ્બર 2025: નવા વર્ષના આગમન પૂર્વે જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે પાકિસ્તાન દ્વારા એક કાવતરુ રચવામાં આવ્યાના ગુપ્તચર અહેવાલો પ્રાપ્ત થયા છે. ભારતીય સુરક્ષા એજન્સીઓને મળેલી આ બાતમી બાદ આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. ઘૂસણખોરી રોકવા વધારાના જવાનો તૈનાત પાકિસ્તાન તરફથી થતી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિને તાત્કાલિક ડામી દેવા […]

જમ્મુ-કાશ્મીરમાં ડ્રગ્સ અને આતંકી નેટવર્કનો ખેલ ખતમ થશે

નવી દિલ્હી, 29મી ડિસેમ્બર 2025 : જમ્મુ-કાશ્મીર પોલીસે સરહદ પારથી થતી નશીલા પદાર્થોની તસ્કરી અને આતંકવાદી નેટવર્કને જડમૂળથી ઉખેડી નાખવા માટે એક નવો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. રાજૌરી-પૂંચ રેન્જના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) તજિંદર સિંહે પૂંચમાં એક ઉચ્ચસ્તરીય સુરક્ષા બેઠક યોજી હતી, જેમાં તેમણે ‘હ્યુમન ઇન્ટેલિજન્સ’ (HUMINT) ને મજબૂત કરવાના કડક નિર્દેશ આપ્યા છે. […]

VIDEO: ભારતીય નૌકાદળનું સ્વદેશી પ્રાચીન જહાજ પોરબંદરથી રવાનાઃ જાણો વિશેષતાઓ

પોરબંદર, 29 ડિસેમ્બર, 2025ઃ Indian Navy’s indigenous ancient ship  ભારતીય નૌકાદળનું સ્વદેશી પદ્ધતિથી નિર્મિત પરંપરાગત ટાંકાવાળું સઢવાળું જહાજ, ઇન્ડિયન નેવલ સેઇલિંગ વેસલ કૌન્ડિન્યાની સૌપ્રથમ સફર શરૂ થઈ ગઈ છે. પ્રાચીન ભારતીય પરંપરા મુજબ તૈયાર કરવામાં આવેલું આ જહાજ આજે સોમવારે, 29 ડિસેમ્બર 2025 ના રોજ ગુજરાતના પોરબંદરથી ઓમાનના સલ્તનતના મસ્કત સુધીની તેની પ્રથમ વિદેશી સફર […]

‘ધ વીક’ મેગેઝિન દ્વારા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને ‘મેન ઑફ ધ યર’ સન્માન

નવી દિલ્હી, 23 ડિસેમ્બર, 2025ઃ Group Captain Shubanshu Shukla ભારતીય વાયુસેનાએ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને ‘ધ વીક’ મેગેઝિન દ્વારા મેન ઑફ ધ યરથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભારતીય વાયુદળે તેના સોશિયલ મીડિયા X દ્વારા આ અંગે જાણકારી આપવામાં આવી છે. તે અનુસાર, 21 ડિસેમ્બર 2025 ના રોજ પ્રકાશિત થયેલા ધ વીકના તાજા અંકમાં  શુભાંશુ શુક્લાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code