1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

વડોદરાઃ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો 73મો પદવીદાન સમારંભ યોજાયો

325 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા મેડિકલ કોલેજની વિદ્યાર્થિની નૈસર્ગી રાવલને 17 ગોલ્ડ મેડલ મળ્યાં અમદાવાદઃ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો 73મો પદવીદાન સમારંભ યોજાયો. એમ.એસ. યુનિવર્સિટીના કુલપતિ શુભાંગીની રાજે ગાયકવાડ અને ઉપકુલપતિ પ્રો. ડૉ.વિજયકુમાર શ્રીવાસ્તવની ઉપસ્થિતિમાં પદવીદાન સમારંભ યોજાયો હતો. કુલપતિ શુભાંગીની રાજે ગાયકવાડના હસ્તે 13,862 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જેમાં […]

ESICએ 10 નવી ESIC મેડિકલ કોલેજોની સ્થાપના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી

નવી દિલ્હીઃ દેશમાં કર્મચારીઓના ઉત્થાન માટે સરકાર દ્વારા અસરકારક પગલા લેવામાં આવ્યો છે. જેના પરિણામ સ્વરૂપ વિવિધ સંસ્થા અથવા ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓના જીવન ધોરણમાં સુધારો થયો છે. દરમિયાન દેશમાં કર્મચારી રાજ્ય વીમા નિગમ હેઠલ 10 નવી મેડિકલ કોલેજોની સ્થાપના માટે સૌદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. ભારતનાં માનનીય પ્રધાનમંત્રીએ કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઇએસઆઇસી) હેઠળ […]

NIPER-અમદાવાદનો દીક્ષાંત સમારંભ યોજાયો, 173 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ

અમદાવાદઃ ભારત સરકારના કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલય અંતર્ગત આવેલી ધ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ – અમદાવાદ (નાઇપર) દ્વારા આજે તેનો 11મો દીક્ષાંત સમારંભ ગાંધીનગર કેમ્પસ ખાતે યોજાયો હતો. સમારંભમાં ફાર્મસી ક્ષેત્રમાં માસ્ટર્સની ડિગ્રી પ્રાપ્ત કરનારા 173 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જેમાં 163 માસ્ટર્સ (એમએસ અને એમબીએ) અને 10 પીએચડી સ્કોલરનો સમાવેશ […]

ગુજરાત ટેકનોલોજી યુનિ. ખાતે રિન્યુએબલ એનર્જી પર ગોળમેજી પરિષદ યોજાઈ

નવિનીકરણ ઊર્જાના ભાવિ વિષે મંથન કરાયું, ચર્ચામાં ગ્રીન હાઇડ્રોજનની શોધ, સૌર, પવન અને બાયોમાસ ઊર્જા પર ભાર મુકાયો સ્વચ્છ અને ટકાઉ ઉર્જાને અપનાવવાની પ્રક્રિયાને વેગ અપાશે અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી દ્વારા ભવિષ્યના વિકાસ પર વિચારણા કરવા માટે  એક ગોળમેજી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે “ભવિષ્યનું ઘડતર, નવીનીકરણ અને રિન્યુએબલ એનર્જીમાં પડકારો”, એ વિષય […]

કેટલીક શાળાઓમાં ધોરણ-1ના ગણિત વિષયના પાઠ્ય-પુસ્તકો હજુ પહોંચ્યા નથી

બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભને દોઢ મહિનો થયો છતાં પુસ્તકો શાળામાં પહોંચ્યા નથી, સરકારી શાળાના શિક્ષકો રજુઆત કરે છે, પણ તંત્ર નિષ્ક્રિય, ગાંધીનગર જિલ્લાના ધો.1ના 20 હજાર વિદ્યાર્થીઓને ગણિતના પુસ્તકો મળ્યા નથી ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના બાળકોને પાઠ્ય-પુસ્તકો વિનામૂલ્યે આપવામાં આવે છે. ત્યારે રાજ્યની કેટલીક શાળાઓમાં  બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયાને દોઢ […]

સરકારી અને ગ્રાન્ટેડ 39000 શાળાઓનું 30મી ડિસેમ્બરથી કરાશે મૂલ્યાંકન

શાળાઓ પોતાની રીતે જ સ્વ મૂલ્યાંકન કરશે, મે સુધી ક્રોસ વેરિફિકેશન કરાશે, જૂનમાં એક્રેડિટેશનનું રિઝલ્ટ જાહેર કરાશે, 33 ટકાથી ઓછા પરિણામવાળી 13000 શાળાઓ પર વધુ ધ્યાન અપાશે ગાંધીનગરઃ ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કેવું શિક્ષણ આપવામાં આવે તેની પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ છે. ગામડાંઓની ઘણીબધી શાળાઓ એવી છે. […]

જમ્મુ-કાશ્મીરમાં વિદ્યાર્થીઓએ સરકાર સામે ખોલ્યો મોરચો, CM અબ્દુલ્લાના ઘરની બહાર વિરોધ પ્રદર્શન

જમ્મુ-કાશ્મીરમાં અનામત નીતિને લઈને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓનો આ અસંતોષ હવે એક મોટું આંદોલન બની રહ્યો છે. સોમવારે વિરોધ ચરમસીમાએ પહોંચ્યો જ્યારે વિદ્યાર્થીઓએ શ્રીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન ગુપકર રોટ ખાતે પ્રદર્શન કર્યું. આ પ્રદર્શનમાં નેશનલ કોન્ફરન્સના સાંસદ અગા રૂહુલ્લા મેહદી અને અન્ય ઘણા રાજકીય નેતાઓએ પણ ભાગ લીધો હતો. સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ અનામત […]

ગુજરાત બોર્ડના ધો. 12 સાયન્સના વિદ્યાર્થીઓ ગૃપ બદલી શકશે, બોર્ડએ લીધો નિર્ણય

ધો, 12માં બી ગૃપમાં ફેલ થાય તો એ ગૃપમાં પણ પરીક્ષા આપી શકશે પૂરક પરીક્ષામાં પણ ગૃપ બદલી શકશે ધો. 12ની પરીક્ષા 27મી ફેબ્રુઆરીથી 17મી માર્ચે દરમિયાન લેવાશે અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ હવે ગૃપ બદલી શકે એવો નિર્ણય લીધો છે. ધોરણ 12 સાયન્સ બાદ પણ […]

ધોરણ 5 અને ધોરણ 8માં નાપાસ થનાર વિદ્યાર્થીઓને નહીં અપાય બઢતી

નવી દિલ્હીઃ શિક્ષણ ક્ષેત્રે એક મોટું પગલું ભરતાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરી છે. આ નિર્ણયથી, હવે ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષામાં અસફળ રહેનાર વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે.જોકે, વિદ્યાર્થીઓને બે મહિનાની અંદર ફરીથી કસોટી આપવાની તક મળશે. આ નવી નીતિનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં સુધારો કરવાનો અને શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો કરવાનો […]

CCPA એ UPSC પરિણામો અંગે ભ્રામક દાવાઓ મામલે કોચિંગ સંસ્થા સામે દંડાત્મક કાર્યવાહી કરી

નવી દિલ્હીઃ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન પરીક્ષા 2023 ના પરિણામો અંગે ગેરમાર્ગે દોરનારા દાવાની જાહેરાત કરવા બદલ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી-સીસીપીએએ સ્પર્ધાત્મક પરીક્ષા કોચિંગ સંસ્થા પર બે લાખ રૂપિયાનો દંડ લાદ્યો છે. CCPA એ સંસ્થાને ભ્રામક જાહેરાત તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ પણ આપ્યો છે. એક નિવેદનમાં, ગ્રાહક બાબતોના મંત્રાલયે કહ્યું કે સંસ્થાએ તેની જાહેરાતમાં યુનિયન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code