1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ગાંધીનગર જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકોની 303 જગ્યા ખાલી

ગત વર્ષથી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી, શિક્ષકોની ખાલી જગ્યાને લીધે શિક્ષણ કાર્ય પર પડતી અસર, સરકારે જાહેરાત આપી છે, પણ ભરતી કરાતી નથી ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષકોની ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરી છે પણ ધીમી ગતિએ કામગીરી ચાલતી […]

ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપક સહાયકના વેતનમાં કરાયો વધારો

સહાયક અધ્યાપકોને હવે મહિને રૂપિયા 52000નું વેતન મળશે, ફિક્સ પગારમાં નોકરી કરતા અધ્યાપકો સહાયકોએ પગાર વાધરાની માગણી કરી હતી, માધ્યમિક શિક્ષકો કરતા ઓછો પગાર હોવાથી સહાયક અધ્યાપકોમાં અસંતોષ હતો ગાંધીનગરઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપક સહાયકોના માસિક વેતનમાં વધારો કરવાની ઘણા સમયથી માગ કરવામાં આવતી હતી. આ અંગે સરકારને અવાર-નવાર રજુઆતો પણ કરી હતી. આખરે રાજ્ય […]

ગુજરાતમાં ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષાનો 17મી ઓક્ટોબરથી થશે પ્રારંભ

સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં 25 ઓક્ટોબર સુધી ચાલશે પરીક્ષા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ) દ્વારા પ્રશ્નપત્રો તૈયાર કરાશે, જૂનથી ઓકટોબર માસ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાશે અમદાવાદઃ  રાજયભરની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં આગામી તા.17 ઓકટોબરને મંગળવારથી પ્રથમ સત્રાંત પરીક્ષાનો પ્રારંભ થશે. પ્રથમ સત્રમાં જૂનથી ઓકટોબર માસ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લઈને પ્રશ્નપત્ર […]

અમદાવાદમાં L J યુનિવર્સિટીએ ફી વધારો કરતા વિદ્યાર્થીઓએ કર્યા દેખાવો

L J યુનિવર્સિટી દ્વારા ગત વર્ષથી ફીનો વધારો લેવાના નિર્ણય સામે વિરોધ, ફી વધારા સામે NSUI અને ABVP સાથે મળીને કર્યો વિરોધ, ડાયરેક્ટરની ઓફિસ બહાર વિદ્યાર્થીઓએ રામધૂન બોલાવી અમદાવાદઃ  ફી રેગ્યુલેશન કમિટી ટેકનીકલ દ્વારા જુલાઈ મહિનામાં ખાનગી યુનિવર્સિટી અને કોલેજોમાં ફી વધારો કર્યો છે. આ ફી વધારામાં ગત વર્ષની પણ ફી વધારવામાં આવતા વિરોધથી રોષ […]

ગુજરાત શિક્ષણ બોર્ડની બે બેઠકોની ચૂંટણી રસાકસીભરી બનશે

સંચાલક મંડળની બેઠક માટે ભારે રસાકસી, 24મી સપ્ટેમ્બરે મતદાન યોજાશે, 6 બેઠકો બિનહરિફ થતાં હવે બે બેઠકોની ચૂંટણી યોજાશે ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની બે બેઠકોની ચૂંટણી ભારે સરાકસીભરી બનશે. અગાઉ 6 બેઠકો બિનહરીફ થઈ છે, જયારે બે બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ માટે શિક્ષણ બોર્ડ દ્વારા ઉમેદવારોની આખી યાદી જાહેર કરી […]

આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ: 8 સપ્ટેમ્બર, 1967 ના રોજ, વિશ્વએ પ્રથમ વખત આ વિશિષ્ટ દિવસની ઉજવણી કરીc

નવી દિલ્હીઃ કોઈપણ દેશની સમૃદ્ધિ અને વિકાસ ત્યાં રહેતા લોકો કેટલા શિક્ષિત છે તેના પર આધાર રાખે છે. આવી સ્થિતિમાં લોકોને સાક્ષરતા પ્રત્યે જાગૃત કરવા દર વર્ષે 8 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં પણ આ અંગે ઘણા પ્રયાસો થઈ રહ્યા છે. સર્વ શિક્ષા અભિયાન તેનું ઉદાહરણ છે. કોઈપણ દેશમાં જેટલા લોકો […]

બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત ૨૫મી સપ્ટેમ્બરે થશે

શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત ૧૦મી ઓક્ટોબરે થશે અમદાવાદઃ ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ-ગાંધીનગરના જણાવ્યા અનુસાર બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટેની જાહેરાત આગામી તા. ૨૫ સપ્ટેમ્બર, […]

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 9થી 11ની પરીક્ષા પદ્ધતિમાં કરાયો ફેરફાર

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કરાયો ફેરફાર, હવે , 30% હેતુલક્ષી અને 70% વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે, ધોરણ 9 અને 11માં વર્ણનાત્મક પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવાની જગ્યાએ જનરલ વિકલ્પ અપાશે ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ 9 અને 11ની પરીક્ષા પદ્ધતિમાં બદલાવ કરવામાં આવ્યો છે. જેમાં હેતુલક્ષી પ્રશ્નનો ગુણભાર […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડૉ.રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણી નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​(5 સપ્ટેમ્બર) ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમજ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો. દેશમાં 5 સપ્ટેમ્બરના રોજ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. […]

કાલે 5 સપ્ટેમ્બર: રાષ્ટ્રીય શિક્ષક દિવસ, અમરેલીના શિક્ષકને નેશનલ એવોર્ડ

એવોર્ડ વિજેતા શિક્ષક ચંદ્રેશકુમાર બોરીસાગરે બાઇક પર હરતી ફરતી શાળા બનાવી, દેશમાં 50 શિક્ષકોને એવોર્ડ અપાશે, આણંદના વડાલા હાઈસ્કૂલના શિક્ષક વિનય પટેલને પણ એવોર્ડ અપાશે અમદાવાદઃ “પંખીડા તું ઉડીને જાજે ગામે ગામ રે…ગામના બાળકોને કહેજે ભણવા આવો રે..મારા દેશના બાળકો તમે ભણવા આવો રે.. વહેલા આવો, નિયમિત આવો, રોજે આવો રે..દેશના બાળકો રે તમે ભણવા આવો રે….” […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code