1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ગુજરાતઃ HTAT મુખ્ય શિક્ષકો માટે બદલીના નિયમો જાહેર

અમદાવાદઃ રાજ્ય સરકારનો HTAT મુખ્ય શિક્ષકોના માટે સંવેદનશીલ નિર્ણય. લાંબા સમયથી બદલી નિયમોની પ્રતિક્ષા કરી રહેલા HTAT મુખ્ય શિક્ષકોના વિશાળ હિતમાં રાજય સરકાર દ્વારા બદલી નિયમો જાહે૨ ક૨વામાં આવે છે. • શિક્ષણ વિભાગના તા.22/06/2011ના ઠ૨ાવથી RTE ACT 2009 હેઠળ HTAT મુખ્ય શિક્ષકની નવી કેડર ઉભી કરવામાં આવેલ. • આ દરમિયાન HTAT મુખ્ય શિક્ષકની કેડ૨ને શિક્ષણ […]

NEET ની પુનઃપરીક્ષા ત્યારે જ લેવામાં આવશે જ્યારે મોટા પાયે ગેરરીતિ હશેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે વિવાદાસ્પદ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએટ (NEET-UG) 2024 સંબંધિત અરજીઓ પર નિર્ણાયક સુનાવણી શરૂ કરી હતી. દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2024 નવેસરથી આયોજિત કરવા માટે, નક્કર આધાર હોવો જોઈએ કે સમગ્ર પરીક્ષાની અખંડિતતાને અસર […]

‘અસ્મિતા’ પહેલ હેઠળ 5 વર્ષમાં 22 ભારતીય ભાષાઓમાં 22000 પુસ્તકો તૈયાર કરાશે

કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓને તેમની માતૃભાષામાં વિવિધ વિષયો પરના પુસ્તકો આપવા માટે ‘અસ્મિતા’ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ અંતર્ગત કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)ને આગામી પાંચ વર્ષમાં 22 ભારતીય ભાષાઓમાં 22,000 પુસ્તકો પ્રકાશિત કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અન્ય ભાષાઓની સાથે માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષાઓના શિક્ષણને પ્રોત્સાહિત કરીને […]

સૌરાષ્ટ્ર યુનિની કોલેજોમાં બીએડની 4580 બેઠકોમાંથી પ્રથમ રાઉન્ડમાં 4000 બેઠકો ખાલી રહી

રાજકોટઃ ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં એક સમયે બી એડમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ક્રેઝ જોવા મળતો હતો. બીઍડની ડિગ્રી મેળવ્યા બાદ વિદ્યાર્થીઓને શિક્ષક તરીકેની નોકરીઓ પણ મળી જતી હતી. હવે છેલ્લા કેટલાક વર્ષોથી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી થતી નથી. ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારો પણ શિક્ષકોની ભરતીની રાહ જોઈ રહ્યો છે. […]

હેમચંદ્રાચાર્ય ઉ.ગુ યુનિવર્સિટી દ્વારા સ્નાતક, અનુસ્નાતકમાં હવે ઓફલાઈન પ્રવેશનો કરાયો પ્રારંભ

પાટણઃ ગુજરાતમાં તમામ સરકારી યુનિવર્સિટીઓમાં આ વર્ષે જીકાસ પોર્ટ દ્વારા ઓનલાઈન પ્રવેશ પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રવેશને અંતે ઘણીબધી બેઠકો ખાલી રહેતા આખરે તમામ યુનિવર્સિટીઓએ ખાલી રહેલી બેઠકો પર ઓફલાઈન પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેમાં પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્નાતક અને અનુસ્નાતકમાં ખાલી બેઠકો પર તારીખ 25.7.24 સુધી જે કોલેજોમાં […]

ગુજરાત સરકારે 24700 શિક્ષકોની ભરતીની જાહેરાત તો કરી પણ જાહેરનામું પ્રસિદ્ધ ન કરાતા નારાજગી

ગાંધીનગરઃ રાજ્યમાં ઘણા લાંબા સમયથી ટેટ અને ટાટ પાસ થયેલા ઉમેદવારો શિક્ષકની ભરતીના કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. ત્યારે સરકારે શિક્ષકોની કાયમી ભરતી કરવાને બદલે જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી કરાતા ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ લડત શરૂ કરી હતી. તેથી રાજ્ય સરકારે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 24700 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી […]

એનઆઇએમસીજેની નવી બેચને સિનિયર વિદ્યાર્થીઓએ અનોખી રીતે આવકારી

અમદાવાદ: સામાન્ય રીતે કોલેજમાં પ્રથમ દિવસે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે યોજાતા સ્વાગત સમારોહમાં મહાનુભાવોના વક્તવ્ય થતા હોય છે.પરંતુ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન ઍન્ડ જર્નલિઝમ (એનઆઇએમસીજે) માં સિનિયર વિદ્યાર્થીઓએ બીએજેએમસી અને  એમએજેએમસીમાં પ્રવેશ મેળવનારા નવા વિદ્યાર્થીઓને અનોખા ઉત્સાહથી,નવા અભિગમ સાથે આવકાર્યા હતા. આગામી વર્ષોમાં આ વિદ્યાર્થીઓ મીડિયાના જે મહત્વના પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક, માર્કેટિંગ કમ્યુનિકેશન, ડિજિટલ અને […]

વલ્લભીપુરમાં સરકારી આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ બિલ્ડિંગના અભાવે છાપરા હેઠળ ભણવા મજબુર

ભાવનગરઃ જિલ્લાનું વલ્લભીપુર શહેર એ તાલુકા મથક છે. અને વર્ષોથી વિકાસથી વંચિત છે. સ્થાનિક સબળ નેતાગીરીને અભાવે વલ્લભીપુરનો વિકાસ થઈ શક્યો નથી. એસટી બસ સ્ટેન્ડ, સરકારી હોસ્પિટલ, રોડ-રસ્તા સહિત અનેક પ્રશ્નો છે. આ ઉપરાંત શહેરમાં  વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સરકારી આર્ટસ કોલેજની સુવિધા ઉપલબ્ધ થઇ જશે. પણ કોલેજના નિર્માણ માટે રૂ.15 કરોડની ફાળવણી કરવાની હતી […]

ખાનગી યુનિવર્સિટીઓની બેઠકો ભરાય ગયા બાદ સરકારી યુનિને ઓફલાઈન પ્રવેશની છૂટ મળી

રાજકોટઃ ગુજરાત સરકારે આ વર્ષે તમામ સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર અરજીઓ મંગાવીને પ્રવેશની ફાળવણી કરી હતી. પ્રવેશની નીતિ-રીતિ અને એમાં રહેલી ક્ષતિઓને કારણે ઘણાબધા પ્રશ્નો સર્જાયા હતા. તદઉપરાંત પ્રવેશમાં પણ ખૂબ વિલંબ સર્જાયો હતો. તેના લીધે ઘણાબધા વિદ્યાર્થીઓએ ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી લીધો હતો. ખાનગી યુનિવર્સિટીઓમાં જ્યારે બેઠકો ભરાઈ ગઈ ત્યારે હવે […]

નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ છતાંયે ગુજરાત યુનિએ પરીક્ષાના પરિણામો હજુ જાહેર કર્યા નથી

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની ઘણી યુનિવર્સિટીઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો હોવા છતાંયે ગત સત્રની પરીક્ષાઓના પરિણામો હજુ જાહેર કરવામાં આવ્યા નથી. કોલેજોમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતા જ નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે. પરંતુ તેની સાથે સાથે સાયન્સ કોમર્સ લો, સહિતની સ્ટ્રીમના વિદ્યાર્થીઓના પરિણામો જાહેર ન થતાં વિદ્યાર્થીઓની મૂંઝવણમાં મુકાયા છે. જોકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code