1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીઓના પ્રદર્શનમાં થયેલા સુધારા પર PM મોદીએ ખુશી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિક્ષણ ક્ષેત્રમાં ગુણાત્મક ફેરફારો માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીઓના પ્રદર્શનમાં થયેલા સુધારા પર પણ ખુશી વ્યક્ત કરી છે. ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીઓના પ્રદર્શનમાં સતત સુધારા વિશે ક્યૂએસ ક્વાક્વેરેલી સાયમન્ડ્સ લિમિટેડના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર નુન્ઝિયો ક્વાક્વેરેલીના સવાલનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ […]

NEET પરિણામ વિવાદ પછી NTAની સ્પષ્ટતા, ઉચ્ચ પ્રદર્શન ધોરણોને કારણે કટઓફમાં વધારો

નવી દિલ્હીઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યું છે કે NEET (UG) ના કટઓફમાં વધારો પરીક્ષાની સ્પર્ધાત્મક પ્રકૃતિ અને ઉમેદવારો દ્વારા આ વર્ષે પ્રાપ્ત કરેલા ઉચ્ચ પ્રદર્શન ધોરણોને પ્રતિબિંબિત કરે છે. NTA એ NEET (UG) પરિણામો અંગે ઉમેદવારો દ્વારા ઉઠાવવામાં આવેલા તાજેતરના પ્રશ્નોના પ્રકાશમાં બહાર પાડવામાં આવેલી સ્પષ્ટતામાં આ જણાવ્યું હતું. તે વધુમાં ઉમેર્યું હતું કે NCERT […]

પ્રિયંકા ગાંધીએ NEETના પરિણામોમાં ગેરરીતિઓની તપાસની માંગ કરી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ NEET મેડિકલ પ્રવેશ પરીક્ષાને લઈને મોદી સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે ઘણા ઉમેદવારોએ ફરિયાદ કરી છે, આ ફરિયાદોની તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને NEET પરીક્ષાના પરિણામોમાં છેડછાડ સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ જોઈએ છે? નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) નું પરિણામ રિલીઝ થયું ત્યારથી જ […]

ઈરમાનો 43મો પદવિદાન સમારોહ યોજાયો, 303 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ

આણંદ: ઈન્સ્ટીટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ (ઈરમા) નો ૪૩મો પદવિદાન સમારોહ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુના અધ્યક્ષસ્થાને એનડીડીબી, આણંદના ટી.કે.પટેલ ઓડિટોરીયમ ખાતે યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં ઈરમાના વિવિધ વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ૩૦૩ વિદ્યાર્થીઓને પદવી તથા ૦૨ તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા. ઈરમાના પદવીદાન સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું […]

ગુજરાતમાં 34506 શિક્ષકોની ઘટ પુરવા સત્વરે ભરતી કરવાની ટેટ અને ટાટના ઉમેદવારોએ કરી માગ

ગાંધીનગરઃ રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની 34506 જગ્યાઓ ખાલી છે. દર વર્ષે શિક્ષકો નિવૃત થતાં હોવાથી ખાલી જગ્યાઓ વધતા જાય છે. ત્યારે આગામી નવા શૈક્ષણિક વર્ષથી શિક્ષકોની કાયમી ભરતી કરીને ખાલી જગ્યાઓ ભરવા ટેટ અને ટાટના ઉમેદવારોએ માગણી કરી છે. ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની 34506 જેટલી જગ્યાઓ ખાલી […]

ICAI: CA ફાઉન્ડેશનની પરીક્ષા 20 જૂનથી શરૂ થશે

CA ફાઉન્ડેશનની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ફાઉન્ડેશન કોર્સની જૂન 2024 સત્ર માટેની પરીક્ષાઓમાં બેસવા માટે અરજી કરી હોય તેવા ઉમેદવારો માટે પ્રવેશ કાર્ડ બહાર પાડ્યા છે. CA ફાઉન્ડેશન એડમિટ કાર્ડ આજથી ડાઉનલોડ કરી શકીશું. એડમિટ કાર્ડ સત્તાવાર વેબસાઇટ icai.org પરથી કરી શકાશે. […]

નેપાળમાં યોજાયો આંતરરાષ્ટ્રીય સેમિનાર: સંચારનું સાધારણીકરણ મોડેલ આગામી દાયકામાં પાશ્ચાત્ય મોડેલો કરતા સર્વોપરી સાબિત થશે

અમદાવાદ: સંચાર ( Communication) નું સાધારણીકરણ મોડેલ આગામી દાયકામાં સંચારના પાશ્ચાત્ય મોડેલો કરતા સર્વોપરી સાબિત થશે.યુરો સેન્ટ્રિક અને અમેરિકન મોડેલ્સમાં રહી ગયેલી ખામીઓને હટાવીને બનાવવામાં આવેલું આ ભારતવર્ષીય મોડલ તમામ આધુનિક સંચાર પ્રક્રિયા સાથે પણ તાલ મિલાવે છે અને મલ્ટી ડિસિપ્લિનરી સંશોધનમાં પણ તેનો ઉપયોગ થઈ રહ્યો છે.કાઠમંડુ નેપાળ ખાતે “સાધારણીકરણ મોડલના બે દાયકા અને […]

ગુજરાતઃ RTE હેઠળ ત્રીજા રાઉન્ડમાં વધુ 1353 બાળકોને પ્રવેશ અપાયો

અમદાવાદઃ RTE ACT-2009 હેઠળ રાજ્યમાં ત્રીજા રાઉન્ડમાં વધુ 1 હજાર 353 બાળકોને પ્રવેશ અપાયો છે. RTEના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓએ 3જી જૂન, 2024 સુધીમાં સંબંધિત શાળામાં રૂબરૂ જઈને જરૂરી આધાર પુરાવા રજૂ કરી પ્રવેશ મેળવવાનો રહેશે. RTE ACT-2009ની કલમ 12.1.(C) અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં […]

એનઆઈએમસીજેના પ્રાધ્યાપકો આંતરરાષ્ટ્રીય સેમીનારમાં સંશોધન પત્ર રજૂ કરશે

અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે) અમદાવાદના નિયામક પ્રો. ડો. શિરીષ કાશીકર અને સહાયક પ્રાધ્યાપક શ્રી કૌશલ ઉપાધ્યાય આગામી ૨૬મેના રોજ કાઠમંડુ નેપાળ ખાતે આયોજિત ‘એશિયન કમ્યુનિકેશન’ પરના ઇન્ટરનેશનલ સેમિનારમાં સંશોધનપત્ર રજૂ કરશે. ડો. કાશીકર આ સેમિનારમાં “કમ્યુનિકેશનના સાધારણીકરણ મોડેલના બે દાયકા અને તેનું ભવિષ્ય” પર આયોજિત પેનલ ચર્ચામાં પણ ભાગ લેશે. […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 30 કોર્સમાં 1.18 લાખ બેઠકો ખાલી, કોલેજો હવે પોતાની રીતે પ્રવેશ આપશે

રાજકોટઃ ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં આ વર્ષથી પ્રવેશ માટે GCAS નામનું કોમન એડમિશન પોર્ટલ દાખલ કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અલગ અલગ 30 કોર્સમાં 1.18 લાખ સીટ ખાલી હોવાનું જાહેર થયું છે. હકીકત એ છે કે, દર વર્ષે સ્નાતક કક્ષાના અલગ અલગ કોર્સમાં વિદ્યાર્થીઓને આસાનીથી પ્રવેશ મળી જાય છે અને 50 ટકા જેટલી સીટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code