1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

રાજ્યમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને કંકુ તિલક કરી શુભકામના પાઠવાઈ

ગાંધીનગર: સમગ્ર રાજયમાં આજથી ધોરણ- 10 અને 12ની પરીક્ષાનો આરંભ થયો છે. ધોરણ – 10 અને 12 ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શિક્ષણ મંત્રી ર્ડા. કુબેરભાઇ ડિંડોર અને શિક્ષણ રાજય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શેઠ સી.એમ.હાઇસ્કુલ, સેકટર- 23, ગાંધીનગર ખાતે બાળકોને કંકુ તિલક કરી, પુષ્પ અને શૈક્ષણિક કિટ આપી શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર રાજયમાં ઘોરણ- 10 અને 12ની […]

ભારતે હંમેશા વિશ્વના દેશોને શાંતિ, ભાઈચારો અને એકતાનો સંદેશો આપ્યો છે : આચાર્ય દેવવ્રતજી

ગાંધીનગરઃ ભારતે હંમેશા વિશ્વના દેશોને ‘શાંતિ, ભાઈચારો અને એકતા‘નો સંદેશો આપ્યો છે. ભારત ‘અતિથિ દેવોભવ‘ માં માનનારો દેશ છે. ભારતમાં મહેમાનને દેવતા-પૂજનીય ગણવામાં આવે છે. તેમ, આજે રાજભવન, ગાંધીનગર ખાતે મધ્ય એશિયાના પાંચ દેશોના યુવા પ્રતિનિધિઓને સંબોધતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં વર્ષ 2022થી શરૂ થયેલા ‘આંતરરાષ્ટ્રીય યુવા વિનિમય‘ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર […]

ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની દીકરીના શિક્ષણની ચિંતા સરકાર કરશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી કન્યાઓને ચાર વર્ષમાં કુલ રૂ. 50,000 આર્થિક સહાય આપવાની ‘નમો લક્ષ્મી’ યોજના તથા ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને બે વર્ષમાં કુલ રૂ. 25000 આર્થિક સહાય આપવાની ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. રાજ્યની દિકરીઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવાવા […]

દેશમાં 740 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલને કાર્યરત કરાશે

નવી દિલ્હીઃ આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે, 2025-26 સુધીમાં દેશભરમાં 740 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલને કાર્યરત કરવામાં આવશે. યુનિયન આદિજાતિ બાબતોના પ્રધાન અર્જુન મુંડાએ કહ્યું છે કે 2025-26 સુધીમાં સમગ્ર દેશમાં 740 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલને કાર્યરત કરવામાં આવશે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે, તેમાંથી 401 એકલવ્ય મોડલ […]

શાળાઓમાં RTE હેઠળ પ્રવેશનો 14મી માર્ચથી થશે પ્રારંભ, 26મી માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

અમદાવાદઃ રાજ્યમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના બાળકો માટે RTE એક્ટ હેઠળ દર વર્ષે બાળકોને ધોરણ 1માં ખાનગી સ્કૂલોમાં વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. RTE હેઠળ બાળકને પ્રાથમિક શિક્ષણ ખાનગી સ્કૂલમાં વિના મૂલ્યે આપવામાં આવે છે, રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ પ્રક્રિયા આગામી તા. 14 માર્ચથી શરૂ થશે. વાલીઓએ 14 માર્ચથી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. […]

“મેરા પહેલા વોટ દેશ કે લિયે” યુવા મતદાર જાગૃતિ અભિયાન, NIMCJ ના વિદ્યાર્થીઓએ મતદાન કરવાની શપથ લીધી

અમદાવાદ: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન પ્રેરિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, અમદાવાદ ખાતે પ્રથમવાર મતદાન કરનારા વિદ્યાર્થીઓ તથા સ્ટાફગણે લોભલાલચ વગર મતદાન કરવાની શપથ લીધી હતી. ‘મેરા પહેલા વોટ દેશ કે લિયે’ યુવા મતદાર જાગૃતિ અભિયાન હેઠળ શપથની સાથે આજે અન્ય મતદાન જાગૃતિ પ્રવૃત્તિઓ સંસ્થામાં યોજાઇ હતી. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત અધિક કલેક્ટર અને […]

કામધેનુ યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ યોજાયો, 826 વિદ્યાર્થીઓને ડિગ્રી અને એવોર્ડ્સ એનાયત કરાઈ

ગાંધીનગરઃ કામધેનુ યુનિવર્સિટીના દસમા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ ૮૨૬ જેટલા વિદ્યાર્થીઓને પશુપાલન અને પશુ ચિકિત્સા, ડેરી ટેકનોલોજી તથા મત્સ્યપાલન ક્ષેત્રના વિવિધ અભ્યાસક્રમો માટે ડિગ્રી અને એવોર્ડ્સ એનાયત કર્યા હતા. ડિગ્રી લઈને કાર્યક્ષેત્રમાં પદાર્પણ કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓને તેમણે દેશી ગાયની નસલ સુધારવા, દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા અને દૂધ તથા કૃષિમાં પોષક તત્વો વધારવા […]

ધોરણ 10ની ઉત્તરવહીઓના મૂલ્યાંકન કાર્યમાં જ્ઞાન સહાયકો પણ સેવા આપી શકશે, બોર્ડે લીધો નિર્ણય

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 11મી માર્ચથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થશે. બોર્ડ દ્વારા પરીક્ષાના તમામ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરીક્ષાની સાથે જ ઉત્તરવહીઓના મૂલ્યાંકનની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે. પેપર ચકાસણી માટે શિક્ષકોના મધ્યસ્થ મૂલ્યાંકન માટેના ઓર્ડર પણ થઈ ચૂક્યા છે. ત્યારે તાજેતરમાં […]

દીકરીઓની ક્ષમતા વિજ્ઞાન-ટેક્નોલોજીથી લઈને પોલીસ અને સેના સુધીના દરેક ક્ષેત્રમાં દેખાઈ રહી છે: રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ભાંજા બિહાર, ગંજમ, ઓડિશા ખાતે બેરહામપુર યુનિવર્સિટીના 25મા દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ઓડિશાનો દક્ષિણ વિસ્તાર માત્ર ઓડિશાના ઇતિહાસમાં જ નહીં, પરંતુ ભારતના ઇતિહાસમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ ભૂમિ શિક્ષણ, સાહિત્ય, કળા અને હસ્તકલાથી સમૃદ્ધ છે. આ પ્રદેશના પુત્રો કબી સમ્રાટ ઉપેન્દ્ર […]

ગુજરાત વિદ્યાપીઠમાં નવી શિક્ષણ નીતિ મુજબ અભ્યાસક્રમના પુસ્તકોનું રાજ્યપાલે કર્યું વિમાચન

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ અને પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન  મોરારજીભાઈ દેસાઈની 129 મી જન્મજયંતીએ રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ  આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાપીઠ પરિસરમાં આવેલા મુખ્ય સભાગૃહનું ‘મોરારજી દેસાઈ મંડપમ્’ નામાભિધાન કર્યું હતું. નવી શિક્ષણ નીતિ અંતર્ગત વર્ષ 2023-24થી ગુજરાત વિદ્યાપીઠમાં અમલી થનારા નવા અભ્યાસક્રમના પુસ્તકનું આચાર્ય દેવવ્રતજીએ વિમોચન કર્યું હતું. પૂજ્ય ગાંધીજીના વિચારો સામાન્યજન સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code