1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ઈજનેરી અને પોલીટેકનિક કોલેજોના અધ્યાપકોને થતાં અન્યાય સામે મહામંડળે CMને કરી રજુઆત

અમદાવાદઃ આર્ટસ, કોમર્સ અને સાયન્સની કોલેજોના અધ્યાપકોને જે લાભ મળે છે, તેવા લાભ ઈજનેરી અને પોલિટેકનિક કોલેજોના અધ્યાપકોને મળતા નથી. અને પગારમાં પણ વિસંગતતા જોવા મળી રહી છે. સાત વર્ષથી વધુ સમય પસાર થવા છતાં સરકારી ઈજનેરી કોલેજ અને પોલિટેકનિકના આશરે 4000 જેટલા અધ્યાપકો 1/1/2016થી મળવાપાત્ર CASના લાભથી વંચિત છે. આ અંગે ડીગ્રી ઇજનેરી અને […]

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.ના MSC સેમ-2ના નબળા પરિણામથી વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો

પાટણઃ  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે MSC સેમિસ્ટર- 2નું પરિણામ નબળું આવતા વિદ્યાર્થીઓએ કુલપતિ અને રજિસ્ટ્રાર સમક્ષ રજૂઆત કરી હતી અને સૂત્રોચ્ચાર કર્યો હતો. વિદ્યાર્થીઓની રજૂઆતના બાદ યુનિવર્સિટી દ્વારા કોઈ ફી લીધા વગર જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેઓની આન્સર કીનું રિએસેસમેન્ટ કરી આપવાનો નિર્ણય કર્યો છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા MSC સેમ 2 […]

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8ની સત્રાંત પરીક્ષા નવરાત્રી બાદ યોજાશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ માટે શૈક્ષમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું તે મુજબ રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં સત્રાંત પરીક્ષાઓ નવરાત્રી બાદ લેવાશે. અને આ પરીક્ષાના પરિણામો જાહેર કરાયા બાદ દિવાળી વેકેશન પડશે. ધોરણ 3થી 8ની પરીક્ષાનો જે સમય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય સવારે 11થી 1 કલાકનો રહેશે. જ્યારે […]

ગુજરાતમાં ગ્રાન્ટેડ કોલેજોના 97 અધ્યાપકોને ફાજલ કરવા સામે મહામંડળે શિક્ષણ મંત્રીને કરી રજુઆત

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સહિત વિવિધ યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન ગ્રાન્ટેડ કોલેજોના 97 જેટલા અધ્યાપકો ફાજલ કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી નવી શિક્ષણનીતિનો અમલ શરૂ થઈ રહ્યો છે. ત્યારે ચાર વર્ષનું એક ચક્ર પૂરું ન થાય ત્યાં સુધી કોઈપણ અધ્યાપકોને જે તે કોલેજમાંથી કાર્યભારના આધારે ફાજલ કરવામાં ન આવે તેવી ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળે […]

ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની ભરતીના બીજા રાઉન્ડ માટે ત્વરિત નિર્ણય લેવા સંચાલકોની માગ

અમદાવાદઃ રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો કર્માચારીઓ અને શિક્ષકો પોતાના પ્રશ્ને છેલ્લા ઘણા સમયથી લડત આપી રહ્યા છે. કારણ કે, શાળાઓમાં શિક્ષકો અને કર્મચારીઓની ખાલી જગ્યાઓ પુરાતી નથી. ધણીબધી શાળાઓમાં તો આચાર્યોની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી છે, આથી શાળાઓની વહિવટી કામગીરી પર વિપરિત અસર પડતી હોવાની રજુઆતો બાદ શિક્ષણ વિભાગ દ્વારા આચાર્યોની ભરતી પ્રકિયા શરૂ […]

પ્રાથમિક શાળાઓમાં બાળકોને લેખન પોથી અપાતી નથી, એકમ કસોટી લેવામાં પડતી મુશ્કેલી

ગાંધીનગરઃ  ગુજરાતમાં નવું શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયાને બે મહિના જેટલો સમય વિતી ગયો છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓને એકમ કસોટી ટાઈમ ટેબલ પણ આપી દીધું છે. અને ટાઈમ ટેબલ મુજબ સમયયાંતરે એકમ કસોટી યોજવામાં આવી રહી છે. પરંતુ  હજુ સુધી એકમ કસોટીના જવાબ લખવા માટેની નોટબુક યાને લેખન પોથી રાજ્યની મોટાભાગની પ્રાથમિક સ્કૂલોને […]

વિકસીત ભારત અને ક્લાઈમેટચેન્જના પડકારોને પહોંચી વળવા AVMA ખાતે સંવાદ

આધુનિક વિશ્વના સૌથી મોટા પડકારો પૈકી એક એવા ક્લાઈમેટ ચેન્જ વિષય પર અદાણી વિદ્યામંદિર ખાતે કાર્યક્રમ યોજાઈ ગયો. પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના સ્થાપક અને નિયામક કાર્તિકેય વિક્રમ સારાભાઈએ વિદ્યાર્થીઓને સંબોધતા આબોહવા પરિવર્તનની અસરને ઘટાડવાના ઉપાયો બતાવ્યા હતા. વિદ્યાર્થીઓને SDG લક્ષ્યાંકો હાંસલ કરવા તેમજ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના વિઝન માટે પ્રેરિત કર્યા હતા. વિદ્યાર્થીઓને નાના-મોટા […]

ડો, આંબેડકર યુનિવર્સિટીને BBA, BCA, MSW સહિતના કોર્ષ ભણાવવાની મંજુરી ન મળી,

અમદાવાદઃ ડૉ બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં BBA, BCA, BBA – AT અને MSW સહિતના કોર્ષ ભણાવવાની નવા શૈક્ષણિક વર્ષથી મંજૂરી ન મળતા જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. તેવા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. હવે BBA, BCA, MSW સહિતના કોર્ષ ભણાવવામાં આવશે નહિ. નિયમ મુજબ દર 5 વર્ષે યુનિવર્સિટીએ મંજૂરી મેળવવાની હોય છે પરંતુ, અપૂરતી વ્યવસ્થાને કારણે […]

ગુજરાત યુનિવર્સિટીમાં HPPના ડિગ્રી-ડિપ્લોમાના સર્ટી પર હવે રજિસ્ટ્રારની સહી ફરજિયાત,

અમદાવાદઃ  ગુજરાત યુનિવર્સિટીના HPPના ડિગ્રી અને ડિપ્લોમાના અભ્યાસક્રમોમાં પરીક્ષા ઉતિર્ણ કર્યા બાદ જે તે વિભાગના કોર્ડિનેટર દ્વારા સર્ટીફિકેટ આપવામાં આવતા હતા. હવે આવા સર્ટિફિકેટ રજિસ્ટ્રારની સહી સાથે પરીક્ષા વિભાદ દ્વારા આપવામાં આવશે. આમ હવે HPP કોર્ષ પર યુનિવર્સિટીનું નિયંત્રણ રહેશે. હવેથી HPP કોર્ષના ડિપ્લોમા કે ડિગ્રી સર્ટિફિકેટ જે તે વિભાગના કો-ઓર્ડીનેટર અને નોલેજ પાર્ટનર ઈશ્યુ […]

ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો,અને સંચાલકોના દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે ધરણાં કરાતા અટકાયત

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો, કર્મચારીઓ અને સંચાલકોના વિવિધ પ્રશ્ને સરકારને અનેકવાર રજુઆત કરવા છતાંયે પ્રશ્નો ન ઉકેલાતા આખરે શિક્ષકો અને સંચાલકો લડત ચલાવી રહ્યા છે. દરમિયાન ગ્રાન્ટેડ સ્કૂલો માટે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા સહયોગ અપાતા સરકાર સામે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યમાં મહાનગરોમાં  શિક્ષકો અને સંચાલકો દ્વારા અલગ અલગ જગ્યાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code