1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

વિદેશ અભ્યાસ કરવા જનારા અનુસૂચિત જાતિના 109  વિદ્યાર્થીઓને સરકારે 19 કરોડની લોન સહાય આપી

અમદાવાદઃ અનુસૂચિત જાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-12 કે તેથી ઉ૫રના તમામ અભ્યાસક્રમો માટે વિદેશ અભ્યાસ કરી પોતાની ઉચ્ચ કારકિર્દી બનાવી શકે તે માટે “ ડૉ આંબેડકર વિદેશ અભ્યાસ લોન” તેમજ “કોમર્શિયલ પાયલોટ તાલીમ” યોજના કાર્યરત છે. આ યોજના થકી તેમને નજીવા દરે લોન સહાય આપવામાં આવે છે. આજે ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા […]

ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો તા.17મી ઓગસ્ટથી ‘બ્લેક સપ્તાહ’ મનાવી સરકાર સામે વિરોધ કરશે

ગાંધીનગરઃ ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓના વર્ષોથી વણઉકલ્યા પ્રશ્નો છે. શાળાના કર્મચારીઓ, શિક્ષકો અને સંચાલકો દ્વારા પણ સરકારને અવાર-નવાર રજુઆતો કરવા છતાયે પ્રશ્નો ઉકેલાતા નથી. ત્યારે શાળા સંચાલકોએ ફરી લડતનો માર્ગ લીધો છે. ગ્રાન્ટેડ શાળાના તમામકર્મચારીઓ, શિક્ષકો તેમજ સંચાલકો તા. 17મી ઓગસ્ટથી બ્લેક સપ્તાહ મનાવીને સરકારનો વિરોધ કરશે. ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા પડતર માંગણીઓને […]

ગુજરાત યુનિવર્સિટી બે મહિના થયા છતાં પણ હજુ પ્રવેશ કાર્યવાહી પૂર્ણ કરી શકી નથીઃ NSUI

અમદાવાદઃ ધારણ 12નું પરિણામ જાહેર થયા બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વાણિજ્ય વિનિયન સહિત વિવિધ વિદ્યાશાખાઓમાં ઓનલાઈન અરજીઓ મંગાવીને પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રવેશ કાર્યવાહીનો આરંભ કર્યાને બે મહિના વિતી ગયા હોવા છતાંયે હજુ પ્રવેશ કાર્યવાહી પૂર્ણ નથી થઈ, બીજીબાજુ ઊંચીટાકવારી હોવા છતાં વિદ્યાર્થીઓ ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે. એવો આક્ષેપ […]

તોફ્રાગામ સ્થિત વિવેકાનંદ કેન્દ્ર વિદ્યાલયમાં વિદ્યાર્થિનીઓ અભ્યાસની સાથે ઈતરપ્રવૃતિમાં પણ આગળ

નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશના તાફ્રોગામ સ્થિત વિવેકાનંદ કેન્દ્ર વિદ્યાલયમાં અનેક સંખ્યામાં દીકરીઓ અભ્યાસ કરે છે. આ કન્યા સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે હોસ્ટેલમાં રહેવાની પણ વ્યવસ્થા છે. અહીં વહેલી પરોઢે 4.50 કલાકે વિદ્યાર્થિનીઓની સવાર પડે છે. દિવસ દરમિયાન વિદ્યાર્થિનીઓ અભ્યાસની સાથે યોગ સહિતની વિવિધ એક્ટિવીટી કરે છે. એટલું જ નહીં દિવાળી સહિતના તહેવારોની પણ ધામધૂમથી […]

ગુજરાતમાં કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ કરીને ભાજપ સરકારની કરોડોની જમીન પર નજરઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા આગામી સપ્ટેમ્બરમાં મળનારા વિધાનસભાના સત્રમાં કોમન યુનિવર્સિટી એક્ટ લાવવામાં આવશે. અને તેનો મુસદ્દો પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા સુચિત કોમન યુનિવર્સિટી એક્ટ સામે વિરોધ કર્યો છે. અને એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. કે, હાલ યુનિવર્સિટીઓ પાસે 50 હજાર કરોડથી વધુની કિંમતી જમીનો આવેલી છે. અને […]

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સફાઈ કામદારોની કાયમી ભરતી ન કરાતા રેલી યોજાઈ

રાજકોટઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા વખતથી સફાઈ કામદારોની કાયમી ભરતી કરતી નથી. કોન્ટ્રાક્ટ પર કે રોજમદાર તરીકે સફાઈ કામદારોની ભરતી કરવામાં આવે છે.  સફાઈ કામદારોની કાયમી ભરતી કરવાની માગ સાથે વાલ્મીકિ સમાજ દ્વારા લાંબા સમયથી રજૂઆતો કરાઈ રહી છે, જોકે વર્ષો બાદ પણ તેમની આ સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવતાં વાલ્મીકિ સમાજ દ્વારા રેલી […]

ગુજરાતમાં મેડિકલ અને ડેન્ટલમાં પ્રથમ રાઉન્ડમાં 6919 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

અમદાવાદઃ ગુજરાતમાં તબીબી વિદ્યાશાખામાં હાલ પ્રવેશની કામગીરી ચાલી રહી છે. જેમાં મેડિકલ-ડેન્ટલની પ્રથમ રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીમાં કુલ 6919 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો હતો. જે વિદ્યાર્થીઓને મેરિટ અનુસાર સીટ એલોટમેન્ટ કરાયું છે, તેવા વિદ્યાર્થીઓ આગામી તા. 9 ઓગસ્ટ સુધીમાં હેલ્પ સેન્ટર પર ફી ભરી રિપોર્ટિંગ કરાવી શકશે. 5849 વિદ્યાર્થીને મેડિકલમાં જ્યારે 1070 વિદ્યાર્થીને ડેન્ટલમાં પ્રવેશ […]

ગુજરાત વિદ્યાપીઠમાં સર્વધર્મ પ્રાથના બંધ કરાતા વિદ્યાર્થીઓએ કાળી પટ્ટી બાંધીને કર્યો વિરોધ

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધીવાદીઓની કથિત વિદાય બાદ વહિવટમાં પણ પરિવર્તન કરાયું છે. દરમિયાન વિદ્યાપીઠમાં દર શુક્રવારે યોજાતી સર્વ ધર્મ પ્રાથના બંધ કરાતા વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીગીરી કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, દર શુક્રવારે સર્વ ધર્મ પ્રાર્થના કરવામાં આવતી હોય છે, પરંતુ હવે વિભાગના એક ડીન દ્વારા સર્વ ધર્મ પ્રાર્થના કરતા રોકવામાં […]

ભારતની આ ત્રણ પરીક્ષાઓ વિશ્વની સૌથી અઘરી પરીક્ષાઓમાં સામેલ,IIT-JEE ટોપ પર

ભારત સિવાય ઘણા દેશોમાં એવી પરીક્ષાઓ છે જેમાં ક્વોલિફાય થવું ખૂબ જ મુશ્કેલ છે. ‘ધ વર્લ્ડ રેન્કિંગ’ એ તાજેતરમાં તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આવી 10 પરીક્ષાઓની યાદી બહાર પાડી છે, જે વિશ્વની સૌથી અઘરી પરીક્ષાઓ છે. જેમાં ભારતની ત્રણ પરીક્ષાઓનો સમાવેશ થાય છે જ્યારે અમેરિકાની પાંચ પરીક્ષાઓનો સમાવેશ થાય છે. જોકે વિશ્વની સૌથી અઘરી […]

ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં બાળ વિજ્ઞાન મેળા અને પ્રદર્શનો યોજાશે

ગાંઘીનગરઃ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ગણિત વિષય પ્રત્યેની ઋચિ વધે તે માટે તમામ શાળાઓમાં વિજ્ઞાન મેળા અને પ્રદર્શનો યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સીઆરસી, બીઆરસી, એસવીએસ, જિલ્લા અને રાજ્યકક્ષા તેમજ નેશનલ કક્ષા સુધી પ્રદર્શન યોજાશે. જેમાં સીઆરસી કક્ષાનું પ્રદર્શનનો પ્રારંભ તારીખ 1લી, સપ્ટેમ્બરથી થશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code