1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધો. 9 અને 11ના પ્રશ્નપત્રો, ગુણભાર નક્કી કરાયાં

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવી શિક્ષણ નિતી અંતર્ગત ધોરણ-9 અને 11ના વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર શિક્ષણ નક્કી કરવામાં આવ્યું છે. ઉપરાંત તેના આધારે તૈયાર કરેલા નમુનાના પ્રશ્નપત્રો શાળાને મોકલવામાં આવશે. જેના આધારે શાળાઓમાં પ્રિલિમરી સહિતની પરીક્ષાઓ લેશે. શિક્ષણ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી જ નવી શિક્ષણ […]

ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, કર્મચારીઓ, શિક્ષકો લડતના માર્ગે, CMને લખ્યો પત્ર

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓ છેલ્લા કેટલાક વર્ષોથી અનેક મુશ્કેલીઓ અને પ્રશ્નોનો સામનો કરી રહી છે. અગાઉ સરકારને અનેકવાર રજુઆત કરવા છતાં એનો ઉકેલ આવ્યો નથી. ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યો, શિક્ષકો અને કર્માચારીઓની અનેક જગ્યાઓ ખાલી છે. બીજીબાજુ પરિણામ ઓછું આવે તો ગ્રાન્ટ કાપી લેવામાં આવે છે. આવા અનેક પ્રશ્નો છે. છતાંયે એનું નિરાકરણ લાવવામાં આવતું નથી. […]

યુજીસીની મહત્વપૂર્ણ કમિટીના ચેરમેનપદે ડો. શૈલેષ ઝાલાની નિમણૂંક

અમદાવાદઃ યુનિવર્સિટી ગ્રાંટ કમિશને (UGC) અમદાવાદની પ્રસિદ્ધ સાયન્સ કોલેજ ‘એમ. જી. સાયન્સ ઇસ્ટીટ્યૂટ’ના કેમેસ્ટ્રી વિભાગના અધ્યક્ષ અને ભાવનગર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ ડો. શૈલેષ ઝાલાની એક એક્સપર્ટ કમિટીના ચેરમેનપદે નિમણૂંક કરી છે. આ કમિટીનું કાર્ય સમગ્ર દેશમાં હાયર એજ્યુકેશનમાં SC/ST/OBC/PWD/MINORITY માટે બનાવવામાં આવેલી યોજનાઓ તેમજ નિયમોનું પુનઃ મૂલ્યાંકન કરવાનું છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ […]

શિક્ષણ ક્ષેત્રે પછાત મનાતા જિલ્લાઓને ઉન્નત બનાવાશેઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હી : દેશના પછાત જિલ્લાઓને શિક્ષણની દ્રષ્ટિએ અપગ્રેડ કરવાના પ્રયાસો કરવામાં આવશે અને આ અંગે રાજ્ય સરકારો સાથે વાતચીત કરવામાં આવશે, તેમ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું. લોકસભામાં શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને એક પૂરક પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું હતું કે રાજ્યોના શિક્ષણ બોર્ડ સંપૂર્ણપણે રાજ્ય સરકારોના અધિકાર ક્ષેત્રમાં છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું […]

GTUમાં કાયમી પરીક્ષા નિયામકની નિમણૂંક કરવા ડિપ્લોમાં ઈજનેરી કોલેજ એસો.ની માગ

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી ( GTU)માં કાયમી પરીક્ષા નિયામક ન હોવાથી યુનિ, સંલગ્ન કોલેજોના સંચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે. એસોસિએશન ઓફ ગુજરાત એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ડિપ્લોમા કોલેજ દ્વારા જીટીયુના કુલપતિને પત્ર લખીને જીટીયુમાં કાયમી પરીક્ષાની નિયામકની નિમણૂક કરવા માંગણી કરી છે. આ ઉપરાંત પરીક્ષા ફીથી લઈને પરીક્ષાના પરિણામમાં પણ જાહેર કરવાની લઈને […]

રાજકોટની મેડિકલ કોલેજમાં મહિલા પ્રોફેસરની મશ્કરી કરતાં 200 વિદ્યાર્થીઓ પખવાડિયા માટે સસ્પેન્ડ

રાજકોટઃ શહેરની પીડીયુ મેડિકલ કોલેજમાં MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 200 જેટલા વિદ્યાર્થીઓને ગેરશિસ્ત અને લેક્ચરમાં મહિલા પ્રોફેસર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ કોમ્પ્યુનિટી મેડિસિન વિષયના લેક્ચરમાં 15 દિવસ સુધી નહીં બેસવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. PSM વિભાગના લેક્ચરમાં વિદ્યાર્થીઓએ શિસ્તભંગ કરી હોવાને કારણે વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરતાં મેડિકલ કોલેજના ડીને તમામ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ […]

રાજકોટ જિલ્લાની 106 ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં આચાર્યની ખાલી જગ્યા માટે ભરતીનો પ્રારંભ

રાજકોટઃ રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યોની ખાલી જગ્યાઓ ભરવા માટે શાળા સંચાલકોની રજુઆતો બાદ રાજકોટમાં ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં આર્ચાર્યોની ભતીનો પ્રારંભ કર્યો છે. રાજકોટ જિલ્લાની 106 ગ્રાન્ટેડ માધ્યમિક શાાળાઓમાં આચાર્યની ખાલી પડેલી જગ્યા માટે વિરાણી હાઇસ્કુલ ખાતે આ ભરતી કેમ્પ શરૂ કરાયો હતો. જેમાં શુક્રવારે પ્રથમ દિવસે સાત જેટલી શાળાઓના આચાર્યની જગ્યા માટે ઉમેદવારોને […]

શિક્ષકો પાસેથી ચાલુ શાળાએ BLO તરીકેની કામગીરી કરાવી શકાશે નહીં, વિરોધ બાદ કરાયો નિર્ણય

ગાંધીનગરઃ  ગુજરાતમાં ઘેર ઘેર જઈને મતદારોની નોંધણી અંગેનો કાર્યક્રમ જોહેર કરાયો હતો. એક મહિના સુધી ચાલનારી આ કામગીરીમાં પ્રથામિક શાળાના શિક્ષકોને જોતરવામાં આવતા તેનો ભારે વિરોધ કરાયો હતો. કારણે દિવસ દરમિયાન આ કામગીરી કરવાની હોવાથી શિક્ષકો શાળામાં હાજર રહી શકે તેવી સ્થિતિમાં નહતા. ભારે વિરોધ બાદ એક માસ જેટલો સમય શિક્ષણના ભોગે ચાલુ શાળાએ શિક્ષકો […]

ગુજરાત શિક્ષણ બોર્ડઃ ધો-10ની પૂરક પરીક્ષાનું 26.65 ટકા પરિણામ જાહેર

અમદાવાદઃ ગુજરાતમાં થોડા દિવસો પહેલા લેવામાં આવેલી ધો-10ની પૂરક પરીક્ષાનું 26.65 ટકા પરિણામ જાહેર થયું હતું. બીજી તરફ હવે શિક્ષણ વિભાગે આગામી વર્ષે યોજનારી ધો-10 અને 12ની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી છે. ધો-10ની પૂરક પરીક્ષામાં 40 હજારથી વધારે વિદ્યાર્થીઓ પાસ થયાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધો-10ની માર્ચ 2024માં લેવાયેલી પરીક્ષાનું મે મહિનાનું 64.62 ટકા પરિણામ […]

વડોદરાની M S યુનિવર્સિટીમાં FY B COMમાં 5400 વિદ્યાર્થીઓએ પ્રવેશ ક્ફર્મ કર્યો, 400નો પ્રવેશ રદ

વડોદરાઃ શહેરની એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફવાય બીકોમની 400 વિદ્યાર્થીઓએ ફી નહીં ભરતા પ્રવેશ રદ્દ કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે 5,839 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જો કે, 400 જેટલા વિદ્યાર્થીએઓએ હજી સુધી ફી ભરી નથી. જેથી, તેમના સ્થાને હવે અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શકશે. યુનિવર્સિટીએ રિમાન્ડ કરવા છતાં 400 જેટલાં વિદ્યાર્થીઓએ હજુ પોતાનો પ્રવેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code