1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

સ્કૂલોમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા 20 વર્ષમાં 81358 શૌચાલયોનું નિર્માણ કરાયું

અમદાવાદઃ રાજ્યનો સાક્ષરતા દર વધે અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે શાળા છોડી જતી કન્યાઓની સંખ્યા ઘટે તેવા ઉમદા આશયથી દેશના વર્તમાન વડાપ્રધાન અને રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શાળાઓમાં સ્વચ્છતા સુવિધા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જે અંતર્ગત છેલ્લાં ૨૦ વર્ષમાં સરકારી શાળાઓમાં ૮૧,૩૫૮ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં સરકારી […]

શાળા પ્રવેશોત્સવ: CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ

અમદાવાદઃ  રાજ્યનો શાળા પ્રવેશોત્સવ આગામી 12, 13 અને 14 જૂન દરમિયાન યોજાવા જઇ રહ્યો છે. જે અંતર્ગત આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે મહિસાગર જિલ્લા કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે મહીસાગર  જિલ્લા કલેક્ટર સહિતના જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ […]

પશુચિકિત્સા, ડેરી અને મત્સ્યપાલનના વિદ્યાર્થીઓ પગાર માટે નહીં, પણ દેશ માટે કર્તવ્યભાવથી કામ કરે : રાજ્યપાલ

અમદાવાદઃ કામધેનુ યુનિવર્સિટીના નવમા પદવીદાન સમારોહમાં આજે રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા અને રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ-સંવર્ધન અને મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલના હસ્તે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ્સ અને પદવી એનાયત કરાઈ હતી. 65 વિદ્યાર્થીઓને મેડલ્સ સહિત 670 વિદ્યાર્થીઓને પશુચિકિત્સા, ડેરી અને મત્સ્યપાલન શાખાઓના વિવિધ અભ્યાસક્રમોની ડિગ્રી એનાયત કરાઈ […]

ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ વેકેશન ખૂલતા જ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઊઠી

ગાંધીનગરઃ  ગુજરાતમાં આજે સોમવારથી ઉનાળું વેકેશન બાદ શાળાઓમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઊઠી હતી. વિદ્યાર્થીઓ પોતાના સહધ્યાયીઓને મળીને ખૂશી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. શિક્ષકોએ પણ શૈક્ષણિક સત્રનો પ્રથમ દિવસ હોય વિદ્યાર્થીઓનો પરિચય મેળવીને શિક્ષણકાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. સમગ્ર ગુજરાતમાં આજથી નવા શૈક્ષણિક સત્ર શરૂ થયો છે. […]

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 137 કોલેજો માટે ઓનલાઈન પ્રવેશ રજિસ્ટ્રેશન 11 જુન સુધી કરી શકાશે

અમદાવાદઃ ગુજરાતમાં ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર થતાં જ શાળા-કોલેજોમાં હાલ પ્રવેશની મોસમ ચાલી રહી છે. ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી, ફાર્મસી તેમજ આર્ટ્સ કોમર્સ, અને સાયન્સની કોલેજોમાં પ્રથમ વર્ષ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે. જેમાં ગુજરાત યુનિવર્સિટી એડમિશન કમિટીએ પ્રથમ વર્ષ કોમર્સ (બીકોમ, બીબીએ, બીસીએ-ઓનર્સ), એમએસસી (સીએ એન્ડ આઈટી), એમબીએ (ઇન્ટિગ્રેટેડ) કોર્સિસની સંલગ્ન 137 […]

ડિપ્લોમાંથી ડિગ્રી ઈજનેરીની 49239 બેઠક માટે આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશનનો કરાયો પ્રારંભ

અમદાવાદ: રાજ્યમાં ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર થતાં જ હાલ શાલા-કોલેજોમાં પ્રવેશની મોસમ ચાલી રહી છે. જ્યારે ડિપ્લામાંથી ડીગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે આજે તા.1લી જુનથી ઓનલાઈન રજિસ્ટ્રેસનનો પ્રારંભ થયો છે. ડિપ્લોમાંથી ડિગ્રી એન્જિનિયરિંગની જુદી જુદી બ્રાન્ચમાં પ્રવેશ માટે ચાલુ વર્ષે ઉપલબ્ધ 49239 બેઠકો માટે આજે  1લી જૂનથી લઈને 7મી જુલાઈ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયાનો […]

નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા સ્ટેશનરી સહિત શિક્ષણ સામગ્રીમાં 20થી 25 ટકાનો વધારો

અમદાવાદઃ ગુજરાતમાં તમામ શાળા કોલેજોમાં હાલ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે. અને 15મી જુન બાદ શાળા-કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. એટલે શાળા-કોલેજોના સત્ર પ્રારંભ પહેલા જ વિદ્યાર્થીઓ અને વાલીઓ પુસ્તકો, નોટબુક્સ, અને અન્ય સ્ટેશનરીની ખરીદી કરી રહ્યા છે. ત્યારે આ વર્ષે ગત વર્ષની તુલનાએ તમામ શિક્ષણ સામગ્રીમાં 20થી 25 ટકાનો વધારો જોવા મળી રહ્યો […]

ગુજરાતઃ RTE હેઠળ કુલ 1291 જેટલા ખોટા પ્રવેશ રદ્દ કરવામાં આવ્યા

અમદાવાદઃ રાજ્યમાં RTE એક્ટ-2009 હેઠળ શૈક્ષણિક વર્ષ 2023-24 માં પ્રવેશ મેળવવા માટેની ઉપલબ્ધ 82,853 જગ્યાઓ સામે કુલ 98,650 અરજીઓ મળી છે. જેમાંથી બીજા રાઉન્ડમાં વધુ કુલ 4,966 બાળકો પ્રવેશ મેળવવા પાત્ર બન્યા છે. તેમજ આરટીઈ હેઠળ કુલ 1291 જેટલા ખોટા પ્રદેશ રદ કરવામાં આવ્યાં છે. તેમ રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું […]

ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 7531 શિક્ષકોની જગ્યા ખાલી, છતાં ભરતી કરાતી નથી

ગાંધીનગરઃ ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષથી નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થઈ રહ્યો છે. ત્યારે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અલગ અલગ વિષયોના 7531 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. તેમ છતાં ગત વર્ષ-2019થી શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. આથી ટાટ પાસ ઉમેદવારોની માન્યતા પૂર્ણ થવામાં એક વર્ષ બાકી રહ્યું હોવાથી તાકિદે ભરતી કરવાની […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો પાસેથી 18 ટકા ‘GST 6 વર્ષની ગણતરી કરીને વસુલાશે

રાજકોટઃ ગુજરાતમાં કોલેજો પાસેથી વિવિધ સેવાઓ પર વર્ષ 2017થી 18 ટકા જીએસટી વસૂલવામાં આવે છે. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોલેજો પાસેથી જીએસટી વસૂલવાનું ભૂલી ગઈ હતી. અને ઓડિટ દરમિયાન પણ આ ક્ષતિ ધ્યાનમાં આવી નહોતી. દરમિયાન 7 વર્ષ બાદ જીએસટી વસુલવાનું યાદ આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સંલગ્ન કોલેજોના આચાર્યોને પરિપત્ર મોકલ્યો છે. હવે કોલેજોએ 2027થી 2023 સુધીનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code