1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

રાજ્યભરમાં ટેટ-1 શાંતિપૂર્ણ લેવાયા બાદ હવે રવિવારે ટેટ-2ની પરીક્ષા લેવાશે,

અમદાવાદઃ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની ભરતી માટે ટેટે-1ના મેરીટને ધ્યાનમાં લેવાતું હોય છે. જ્યારે અપર પ્રાથમિક શાળાઓ માટે વિદ્યાસહાયકોની ભરતી માટે ટેટ-2ના મેરીટ ધ્યાનમાં લેવામાં આવે છે. ગત રવિવારે રાજ્યભરના કેન્દ્રો પર ટેટ-1 (ટિચર એલિજીબિટી ટેસ્ટ)ની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. હવે આવતા રવિવારે રાજ્યભરના કેન્દ્રો પર ટેટ-2ની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટેની તૈયારીઓ […]

RTE પ્રવેશ માટે સ્કૂલોની પસંદગી પહેલા વાલીઓએ રૂબરૂ શાળામાં જઈને માહિતી મેળવવા સુચના

અમદાવાદઃ વાલીઓની આવક ઓછી હોય એવા ગરીબ પરિવારોના બાળકોને સરકાર દ્વારા જ ખાનગી શાળાઓમાં રાઈટ ટુ એજ્યકેશન (RTE)  અંતર્ગત પ્રવેશ આપવામાં આવે છે. હાલ  ખાનગી સ્કૂલોની 25 ટકા અનામક બેઠકો પર આરટીઈની પ્રવેશ કાર્યવાહી ચાલી રહી છે. પ્રવેશ કાર્યવાહી ઓનલાઇન ચાલી રહી હોવાથી વાલીઓને સ્કૂલોની પસંદગી અંગે જિલ્લા શિક્ષણાધિકારીએ કાળજી રાખવા અપીલ કરી છે. ડીઈઓએ […]

ICAI દ્વારા સીએની ઈન્ટર મિડિએટ અને ફાઈનલની પરીક્ષા પહેલા બે મોક ટેસ્ટ લેવાશે

અમદાવાદઃ ગુજરાતના વિદ્યાર્થીઓમાં સીએ થવાનો ક્રેઝ વધતો જાય છે. જો કે સીએનો અભ્યાસક્રમ ખૂબ મહેનત માગી લે તેવો છે, પણ એકવાર સીએની ડિગ્રી મળી ગયા બાદ સારી નોકરી કે ઓફિસ ખોલીને પણ સારી આવક મેળવી શકાતી હોવાથી મોટાભાગના કોમર્સના વિદ્યાર્થી 12માં ધોરણ બાદ સીએની તૈયારીઓ શરી કરી દેતા હોય છે. હવે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ […]

જૂનાગઢ યુનિવર્સિટીમાં નવા કુલપતિ માટેભરતી પ્રકિયા શરૂ, 50થી વધુ ઉમેદવારો મેદાનમાં,

જુનાગઢઃ રાજ્યમાં ગુજરાત યુનિવર્સિટી સહિત અનેક યુનિવર્સિટીના કૂલપતિઓનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. એટલે કૂલપતિના નામની પસંદગી માટે સર્ચ કમિટીઓ નિમવામાં આવી રહી છે. ત્યારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૂલપતિની પસંદગી માટે  સર્ચ કમિટી બનાવવામાં આવી છે. અને કમિટી દ્વારા કૂલપતિપદ માટે અરજીઓ મંગાવતા કૃષિ ક્ષેત્રના નિષ્ણાત એવા 50 જેટલા પ્રાધ્યાપકોએ અરજીઓ કરી છે. જેમાં હાલ […]

ફી રેગ્યુલેટરી કમિટી, અમદાવાદ ઝોનના ચેરમેન તરીકે નિવૃત જજ ઉદયકુમાર ભટ્ટની નિમણૂંક

અમદાવાદઃ શહેર અને જિલ્લાની સ્વનિર્ભર શાળાઓમાં ફી નક્કી કરવા માટે અમદાવાદ ઝોનના ફી રેગ્યુલેટરી કમિટીના ચેરમાનની જગ્યા છેલ્લા દોઢ વર્ષથી ખાલી હોવાથી સ્વનિર્ભર શાળાઓ પોતાની ફીના મુદ્દે મનમાની કરી રહ્યા હતા. વાલી મંડળ સહિત શાળા સંચાલકોએ પણ વહેલી તકે ફી રેગ્યુલેટરી કમિટીના ચેરમાનની ખાલી જગ્યા પુરવા માટે માગણી કરી હતી. આખરે ફી રેગ્યુલેટરી કમિટી અમદાવાદ […]

વિદ્યાર્થીઓએ સત્યનું આચરણ અને ધર્મનું પાલન કરવું જોઈએ : આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ ભારત રત્ન શ્રી ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતીએ આયોજિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આઠમા દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા અને આર્ષ વિદ્યામંદિર, રાજકોટના પૂજ્ય સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ વિદ્યાર્થીઓને પદક અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. યુ .જી.સી. દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને કેટેગરી-1 યુનિવર્સિટી જાહેર […]

અદાણી ફાઉન્ડેશન અને NIE ઇન્ટરનેશનલ વચ્ચે STEM લીડરશિપ માટે સહયોગ

અમદાવાદ, 14 એપ્રિલ 2023: અદાણી ફાઉન્ડેશન અને NIE ઇન્ટરનેશનલ વચ્ચે STEM લીડરશિપ પ્રોગ્રામ માટે કોલોબરેશન કરવામાં આવ્યું છે. સિંગાપોર સ્થિત નાન્યાંગ ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (NTU)ના STEM પ્રોગ્રામને સુપેરે ચલાવવા પરસ્પર સહયોગ કરવામાં આવશે. જેમાં અદાણી ફાઉન્ડેશનની 6 શાળાના 42 શિક્ષકોને સિંગાપોર સ્થિત ટેમાસેક ફાઉન્ડેશન દ્વારા તાલીમ આપવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ એપ્રિલ 2023 થી ડિસેમ્બર 2025 […]

ગુજરાતમાં 16મી એપ્રિલે પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માટેની ટેટ-1 પરીક્ષા લેવાશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક શાલાઓમાં શિક્ષક બનવા માટેની ટેટ-1ની પરીક્ષા આગામી તા.16મીને રવિવારે યોજાસે. જ્યારે ટેટ-2ની પરીક્ષા આગમી તા.23મીને રવિવારે યોજાશે, ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા આ બન્ને પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટેટ-1ની પરીક્ષા માટે  87 હજાર જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જ્યારે ટેટ-2ની પરીક્ષા માટે 2.72 લાખ જેટલા ઉમેદવારો નોંધાયા હતા. આ પરીક્ષામાં મેળવેલા […]

ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 1લી મેથી 35 દિવસનું ઉનાળુ વેકેશન

અમદાવાદઃ ગુજરાતમાં તમામ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાળ અધ્યાપન મંદિરો, તેમજ સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં તા.01-05-2023થી તા.04-06-2023 સુધી 35 દિવસના ઉનાલું વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ઉનાળુ વેકેશન જાહેર કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ બહારગામ પ્રવાસે જવાનો કાર્યક્રમ નક્કી કરી શકશે.  તા,5મી જુને શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ જશે. રાજ્યના […]

રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળામાં 725 શિક્ષકની ઘટ, વિદ્યાર્થીઓના ભણતર પડતી અસર

રાજકોટઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. શિક્ષકોની ખાલી જગ્યાઓને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર થઈ રહી છે. ઘણીબધી એવી શાળાઓ છે, જ્યાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે. સરકારે વિદ્યાસહાયકોની ભરતીનું મેરિટલિસ્ટ જાહેર કરી દીધુ છે. હવે સ્થળ પસંદગીની પ્રકિયા હાથ ધરવામાં આવશે. ત્યારે રાજકોટ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ખાલી 725 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code