1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

આણંદની એક સ્કૂલમાં ધો-8ની પરીક્ષાના પેપર ફૂટ્યાં, વાલીઓમાં રોષ

અમદાવાદઃ રાજ્યમાં પેપર લીકની ઘટનાઓ અટકાવવા માટે સીએમ ભુપેન્દ્ર પટેલની સરકારે આકરા કાયદા બનાવ્યાં છે અને તેનો અમલ પણ શરૂ કરવામાં આવ્યો છે. દરમિયાન તાજેતરમાં જ જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે એટલું જ નહીં ચાલુ મહિનામાં જ તંત્ર તલાટી-કમ-મંત્રીની ભરતીની પરીક્ષાનું આયોજન કરી રહી છે. ત્યારે હવે આણંદની એક સ્કૂલમાં ધો-8ની પરીક્ષાના […]

અદાણી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ રોબોટિક્સમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા

અમદાવાદ, 11 એપ્રિલ 2023: અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ (AIIE) એ સાત મહિનાની અસાધારણ સફરમાં ચાર વિદ્યાર્થીઓ, કુશલ મહેતા, તાત્યા કારિયા, જીશા નાઇક અને મોહમ્મદ અર્શ વહોરાએ e-Yantra રોબોટિક્સ સ્પર્ધામાં પ્રવેશ મેળવ્યો હતો. e-Yantra એ IIT બોમ્બે દ્વારા આયોજિત અને શિક્ષણ મંત્રાલય દ્વારા પ્રાયોજિત રોબોટિક્સ આઉટરીચ પ્રોગ્રામ છે. વિદ્યાર્થીઓએ ટેકનિકલ અને સોફ્ટ કૌશલ્યોને ઉત્તમ બનાવતા […]

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા પ્રથમ તબક્કાની પરીક્ષા પૂર્ણ થતાં બીજા તબક્કાની પરીક્ષાનો 17મીથી પ્રારંભ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ તબક્કાની પરીક્ષા પૂર્ણ થતાની સાથે જ તુરંત બીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવશે. આગામી 17 એપ્રિલથી સેમેસ્ટર 2 અને 4 ની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં 119 પરીક્ષા કેન્દ્રો પરથી 45,470 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં બીએ-બી.કોમ સહીત 15 કોર્ષના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. યુનિ દ્વારા આ પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી […]

ગુજરાત યુનિવર્સિટી સહિત ચાર સરકારી યુનિ.ની ભરતીઓ વિવાદને કારણે અટકી પડી

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સહિતની રાજ્યની ચાર સરકારી યુનિવર્સિટીઓમાં ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની ભરતીમાં  ભારે વિલંબ થઈ રહ્યો છે. ભાજપ સમર્પિત સેનેટ સભ્યો તેમ કેટલાક સિન્ડિકેટ સભ્યોના આંતરિક વિખવાદ અને લાગતાં-વળગતાંઓની ભરતી કરવાની હિલચાલના આક્ષેપો અને નિયમોના ભંગના મુદ્દે આ ભરતી અટકાવી દેવામાં આવી છે. આગામી દિવસોમાં આ પ્રક્રિયા કયારે શરૂ કરવામાં આવશે તે અંગે […]

નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા ધોરણ 1થી 8ના વિદ્યા સહાયકોની ભરતી પ્રકિયા પૂર્ણ કરી દેવાશે

ગાંધીનગરઃ  રાજ્ય સરકાર દ્વારા વિદ્યાસહાયકોની ભરતી કરવા માટેની પ્રક્રિયા મહિનાઓથી ચાલી રહી છે. છતાં હજુ પૂર્ણ થઈ નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારે 2600 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી . આ પછી ફાઇનલ મેરિટ જાન્યુઆરી-2023માં જાહેર કર્યા પછી હજુ સુધી સ્થળ પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. હવે આગામી 15 દિવસમાં સ્થળ પસંદગી માટેની […]

જ્ઞાનસેતુ ડે શાળાઓમાં ગ્રાન્ટેડ શાળાઓને તબદીલ કરો, શાળા સંચાલકોએ કરી માગ

ગાંધીનગરઃ ગુજરાતમાં જ્ઞાનસેતુ ડે સ્કુલ, જ્ઞાનસેતુ નિવાસી શાળાઓને મંજુરી અપાતા તેની સીધી અસર રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને થશે. રાજ્યભરમાં જ્ઞાનસેતુ ડે સ્કુલ, જ્ઞાનસેતુ નિવાસી શાળા, જ્ઞાનશક્તિ સ્કુલ, રક્ષાશક્તિ સ્કુલો શરૂ થવાથી દર વર્ષે અંદાજે 1 લાખ વિદ્યાર્થીઓને આ યોજનાથી આવરી લેવામાં આવશે. આથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાંથી ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 40 ટકા […]

જીટીયુના કેમ્પસમાં નવા સત્રથી BE કમ્પ્યુટર ઇજનેરીનો અંગ્રેજી માધ્યમનો કોર્ષ શરૂ કરાશે

અમદાવાદઃ દેશભરમાં આગામી નવા શૈક્ષણિક સત્રથી નવી શિક્ષણ નિતીનો અમલ શરી થઈ જશે. નવી સિક્ષણ નિતી મુજબ માત્ર યુનિ. સંલગ્ન કોલેજોમાં જ નહીં પણ યુનિ.કેમ્પસમાં પણ કેટલાક કોર્ષ ભણાવવા પડશે. તેના લીધે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) કેમ્પસમાં નવા શૈક્ષણિક સત્ર જૂન 2023-24થી અંગ્રેજી માધ્યમમાં ડિગ્રી ઇજનેરીનો અભ્યાસક્રમ શરૂ કરાશે. પ્રથમ તબક્કામાં જીટીયુના ચાંદખેડા કેમ્પસમાં આવેલી […]

ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1માં RTE હેઠળ પ્રવેશની કાર્યવાહી શરૂ

ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલસરી એજ્યુકેશન એક્ટ-૨૦૦૯ની કલમ ૧૨ (૧) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% મુજબ ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોએ ૧ જુન-૨૦૨૩ના રોજ છ વર્ષ પુર્ણ કરેલ હોય અને 1) અનાથ બાળક; (૨) સંભાળ અને સંરક્ષણની […]

ગુજરાત યુનિવર્સિટીના નવા કૂલપતિનું નામ 30મી જાન્યુઆરી પહેલા જાહેર કરી દેવાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. હિમાશું પંડ્યાની ટર્મ આગામી જૂન મહિનામાં જ પૂર્ણ થવાની છે ત્યારે નવા કુલપતિની નિમણુક માટે સર્ચ કમિટીની રચના કરી દેવામાં આવી છે. જેમાં ત્રણ સભ્યો પૈકી એક સભ્ય તરીકે જૂનાગઢ યુનિવર્સીટીનાં કુલપતિ ચેતન ત્રિવેદીનો સમાવેશ કરાયો છે. જ્યારે અન્ય બે સભ્યોની નિમણુક માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આગામી […]

ગુજરાતઃ 9.58 લાખ ઉમેદવારો રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપશે

અમદાવાદઃ રાજ્યમાં સરકારી ભરતીની પ્રક્રિયાને લઈને વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, એટલું જ નહીં સરકારી ભરતીની પરીક્ષાના પેપર લીકના બનાવોને અટકાવવા માટે સરકારે આકરા કાયદા બનાવ્યાં છે. દરમિયાન આવતીકાલે સમગ્ર રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. રાજ્યભરમાંથી 9.58 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યના 3 હજાર કેન્દ્રો પર ઉમેદવારો પરીક્ષા આપશે. પેપર લીકના આકરા કાયદા બાદ આવતીકાલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code