1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ 9.58 લાખ ઉમેદવારો રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપશે
ગુજરાતઃ 9.58 લાખ ઉમેદવારો રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપશે

ગુજરાતઃ 9.58 લાખ ઉમેદવારો રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપશે

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં સરકારી ભરતીની પ્રક્રિયાને લઈને વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, એટલું જ નહીં સરકારી ભરતીની પરીક્ષાના પેપર લીકના બનાવોને અટકાવવા માટે સરકારે આકરા કાયદા બનાવ્યાં છે. દરમિયાન આવતીકાલે સમગ્ર રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. રાજ્યભરમાંથી 9.58 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યના 3 હજાર કેન્દ્રો પર ઉમેદવારો પરીક્ષા આપશે. પેપર લીકના આકરા કાયદા બાદ આવતીકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. આ પરીક્ષાનું પરિણામ જુન મહિનામાં જાહેર કરવામાં આવશે. પરીક્ષામાં કથિત ગેરરીતિને અટકાવવા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે પરીક્ષાર્થીઓને કોઈ સમસ્યા ના નડે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષાનું પરિણામ જૂન મહિનામાં જાહેર કરવામાં આવે તેવી શકયતા છે.

પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, દરેક પરીક્ષાખંડમાં CCTV કેમેરા લગાવાયા છે. ST વિભાગે વધારાની બસો પણ મુકી છે. વિદ્યાર્થીઓ માટે બસમાં ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ પોલીસને ખાસ સૂચનો કરાયા છે. પરીક્ષા માટે તંત્ર અને પોલીસ તૈયાર છે. પરીક્ષા માટે અધિકારીઓને પણ ટ્રેનિંગ આપવામાં આવી છે. આવતીકાલે યોજાનારી પરીક્ષાનું પરિણામ જૂનમાં જાહેર થશે. જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું કે, ઉમેદવારોને તકલીફ ન પડે તે માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે. ડમી ઉમેદવારોને હવે આસાનીથી પકડી શકાશે. પરીક્ષા આદર્શ રીતે લેવાય તે માટેની વ્યવસ્થા કરાઈ છે. પરીક્ષા દરમિયાન વીડિયોગ્રાફી પણ કરાશે. લોકરક્ષકની જેમ આ પરીક્ષા પણ યોગ્ય રીતે લેવાશે. પરીક્ષા આદર્શ રીતે લેવાશે તેની મને ખાતરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code