1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ગુજરાતમાં RTE અંતર્ગત પ્રવેશ માટેના ફોર્મ 30મી માર્ચથી ભરાશે, નવા નિયમો લાગુ પડશે

ગાંધીનગરઃ રાજ્યમાં ગરીબ પરિવારના બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને તેમને સારી શાળાઓમાં શિક્ષણ મળી રહે તે માટે આટીઈ અંતર્ગત ધોરણ 1થી 8માં ખાનગી શાળાઓમાં સરકારના ખર્ચે પ્રવેશ આપવામાં આવે છે. ખાનગી શાળાએ નિયત કરેલી ફી સરકાર દ્વારા ભરવામાં આવે છે. આ વર્ષે એટલે કે વર્ષ 2023-24માં આરટીઈ હેઠળ ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટેની તારીખ […]

ધો.10 અને 12ની પરીક્ષા પૂર્ણ થતાં જ ઉત્તરવહીઓના મૂલ્યાંકન કામગીરી 363 કેન્દ્રોમાં શરૂ થશે,

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધારણ 10 અને 12ની પરીક્ષા માર્ચના અંત પહેલા લગભગ પૂર્ણ થઈ જશે. ત્યારે 30 માર્ચથી ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીનો પ્રારંભ થઈ જશે. ધો.10 અને ધો.12માં મળી કુલ 68 હજાર શિક્ષકો દ્વારા મૂલ્યાંકન કામગીરી કરાશે  મૂલ્યાંકન કામગીરી સમયસર શરૂ કરી પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે.  જેથી વિદ્યાર્થીઓના પરિણામ […]

ગુજરાતની 26 સરકારી પોલિટેકનિક કોલેજોમાં કાયમી આચાર્ય નથી, ઈન્ચાર્જથી ચાલતો વહીવટ

અમદાવાદઃ ગુજરાતના બજેટમાં શિક્ષણ સેવાઓ પાછળ પુરતો ખર્ચ કરાતો ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે શાળા-કોલેજોમાં શિક્ષકો-પ્રાધ્યાપકોની અનેક જગ્યાઓ ખાલી છે. જેમાં 31 સરકારી ડિપ્લોમા ઈજનેરી કોલેજો પોલીટેકનીક પૈકી માત્ર 5 કોલેજોમાં જ કાયમી પ્રિન્સિપાલ છે, બાકીની 26 કોલેજોમાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલથી કામગીરી ચલાવવી પડે છે. લાંબા સમયથી નવા રીક્રૂટમેન્ટ રૂલ્સમાં સામાન્ય ફેરફાર કરવામાં ન […]

ધો. 12ના A- ગૃપના તમામ વિદ્યાર્થીઓને ઈજનેરીમાં પ્રવેશ અપાય તો પણ 26 હજાર બેઠકો ખાલી રહે

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઈજનેરી શાખાઓની વિવિધ બ્રાન્ચની બેઠકોમાં વધારો થયો છે. અને દર વર્ષે પ્રવેશના ત્રણથી ચાર રાઉન્ડ યોજાયા બાદ પણ હજારોની સંખ્યામાં બેઠકો ખાલી રહી છે. આ વર્ષે એટલે કે, વર્ષ 2023-24ના નવા શેક્ષણિક સત્રમાં પણ ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહના એ ગૃપના પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ પવામાં આવે તો પણ 26 […]

ગુજરાતનો કુલ બજેટમાંથી શિક્ષણ સેવાઓ પાછળ ખર્ચમાં દેશમાં 20મો ક્રમ, પ્રથમક્રમે દિલ્હી

ગાંધીનગરઃ દેશભરમાં શિક્ષણ પાછળ સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે. દરેક રાજ્ય પોતાની જરૂરિયાત મુજબ શિક્ષણ સેવાઓ પાઠળ ખર્ચ કરે છે. જેમાં ગુજરાત સરકાર શિક્ષણ પાછળ જે ખર્ચ કરે છે. તેનો દેશમાં 20મો ક્રમ છે. રાજ્ય સરકારના કુલ બજેટમાંથી શિક્ષણ સેવાઓ પાછળ ફાળવાતા બજેટનો હિસ્સો જોઇએ તો દેશના 31 રાજ્યો અને તમામ […]

ગુજરાતમાં આગામી તા. 3જી એપ્રિલે યોજાનારી ગુજકેટની પરીક્ષા 1.30 લાખ વિદ્યાર્થીઓ આપશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે. જ્યારે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે મહત્વની ગણાતી ગુજકેટની પરીક્ષા આગામી તા. 3જી એપ્રિલે યોજાશે. રાજ્યભરમાંથી 1.30 લાખ વિદ્યાર્થી આ પરીક્ષા આપશે. સૌથી વધારે સુરતથી 18 હજાર વિદ્યાર્થી પરીક્ષા આપશે.  રાજ્યમાં 626 બિલ્ડિંગના […]

NEPના માધ્યમથી ભારતની ગુરુકુળ પરંપરા પુનઃપ્રસ્થાપિત થશે: શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર

અમદાવાદ: દિનેશ હૉલ ખાતે આયોજિત ‘ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુકુળ પરંપરાનું સ્થાન’ પરિસંવાદમાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર અતિથિવિશેષ તરીકે ઉપસ્થિતિ રહ્યા હતા. આ પ્રસંગે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ઘડાયેલી નવી શિક્ષણ નીતિના માધ્યમથી ભારતીય ગુરુકુળ પરંપરા પુનઃપ્રસ્થાપિત થશે. આઝાદીના અમૃત કાળમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ માટે આપણે સૌ કટિબદ્ધ […]

મહાન ભારતના નિર્માણને સિદ્ધ કરવાની અને તેને સફળ બનાવવાની જવાબદારી વિદ્યાર્થીઓ-યુવાનોની: અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચોથા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. અમિત શાહે તેમના સંબોધનમાં કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તેઓ પોતાની અંદર રહેલા વિદ્યાર્થીને ક્યારેય મરવા ન દે અને વિદ્યાર્થીઓ જીવનના ધોરણે પોતાના વિકાસ દ્વારા દેશના વિકાસમાં મોટો ફાળો આપે તે સુનિશ્ચિત કરે. તેમણે […]

નવી શિક્ષણ નીતિમાં સશક્તિકરણ, જ્ઞાન, રાષ્ટ્રવાદ અને માતૃભાષાનો સંગમ : અમિત શાહ

વડોદરા: એમ. એસ. યુનિ.નો ૭૧મો પદવીદાન સમારોહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવપદવીધારકોને પોતાના વિકાસ સાથે દેશના વિકાસનું લક્ષ્ય લઈને આગળ વધવા માટે હાંકલ કરી હતી. સમગ્ર દેશ અને દુનિયાને પોતાના જ્ઞાન થકી આગળ લઈ જવા માટે યોગદાન આપવાનો અનુરોધ કર્યો હતો. આજે તમે વિદ્યાર્થી […]

વતનનું ઋણ કયારેય ચૂકવી શકાતું નથી: હર્ષ સંઘવી

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ડીસાના કાંટ ગામે આવેલ શ્રી સર્વોદય સંકુલના રજત જ્યંતિ મહોત્સવ અને નામકરણ સમારોહમાં ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેમનું ખુલ્લી જીપમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના ઉદ્દઘાટક અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શ્રી સંતોષદેવી દિનેશચંદ્રજી અગ્રવાલ સર્વોદય લો કોલેજ, શ્રીમતી ભવરીદેવી રામેશ્વરજી અગ્રવાલ સર્વોદય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code