1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં RTE અંતર્ગત પ્રવેશ માટેના ફોર્મ 30મી માર્ચથી ભરાશે, નવા નિયમો લાગુ પડશે
ગુજરાતમાં RTE અંતર્ગત પ્રવેશ માટેના ફોર્મ 30મી માર્ચથી ભરાશે, નવા નિયમો લાગુ પડશે

ગુજરાતમાં RTE અંતર્ગત પ્રવેશ માટેના ફોર્મ 30મી માર્ચથી ભરાશે, નવા નિયમો લાગુ પડશે

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં ગરીબ પરિવારના બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને તેમને સારી શાળાઓમાં શિક્ષણ મળી રહે તે માટે આટીઈ અંતર્ગત ધોરણ 1થી 8માં ખાનગી શાળાઓમાં સરકારના ખર્ચે પ્રવેશ આપવામાં આવે છે. ખાનગી શાળાએ નિયત કરેલી ફી સરકાર દ્વારા ભરવામાં આવે છે. આ વર્ષે એટલે કે વર્ષ 2023-24માં આરટીઈ હેઠળ ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે જેમાં વાલીઓ 30 માર્ચથી 11 એપ્રિલ દરમિયાન આરટીઈની વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરી શકશે. આ ઉપરાંત સૌથી મહત્ત્વની બાબત એ છે કે, ચાલુ વર્ષથી 6 વર્ષ પૂર્ણ કરનારા બાળકને જ ધોરણ 1માં પ્રવેશ આપવાનો નિયમ અમલી કરાયો હોવાને કારણે આરટીઈમાં પણ આ નિયમ લાગુ પડશે.

જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યની તમામ શાળાઓમાં આ વખતે તારીખ 31 મે, 2023 સુધીમાં 6 વર્ષ પૂર્ણ કરનારા બાળકને જ આરટીઈ હેઠળ ધોરણ 1માં પ્રવેશ મળશે. ઓનલાઈન અરજીમાં વાલીઓ તેમના નિવાસની આસપાસની જે શાળાઓમાં બાળકને પ્રવેશ લેવા ઈચ્છતા હોય તેવી ગુજરાતી કે અંગ્રેજી માધ્યમની શાળા પસંદ કરી શકશે. ત્યારબાદ ડ્રોના માધ્યમથી વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ અપાશે. રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ બાળકને ધોરણ 1થી 8 સુધી નિ:શુલ્ક શિક્ષણ મળશે. વાલીઓ આરટીઈની વેબસાઈટ http://rte.orpgujarat.com/ પર ફોર્મ ભરી શકશે.

સૂત્રના વધુમાં જણાવ્યું હતું કે, દરેક માતા-પિતા પોતાના બાળકને ઊંચી ફી ભરીને ખાનગી શાળામાં ભણાવી શકતા નથી, આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે કેટલાક નાછૂટકે સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલમાં બાળકોને ભણાવતા હોય છે, પરંતુ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ હવે શહેરની ખાનગી ગુજરાતી કે અંગ્રેજી માધ્યમની શાળામાં બાળકને ભણાવવાનું ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ માટે શક્ય બન્યું છે. ખાનગી શાળાઓમાં કેટલીક સીટો RTE હેઠળના બાળકો માટે અનામત રખાય છે. રાજ્યના તમામ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે, કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા હેતુથી રાજ્યમાં એપ્રિલ-2010થી રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ-2009 અમલી બનાવવામાં આવ્યો છે. શૈક્ષણિક વર્ષ 2021-22માં RTE એક્ટ હેઠળ રાજકોટ જિલ્લામાં 432 ખાનગી શાળાઓમાં 2277 તેમજ વર્ષ 2022-23માં 431 ખાનગી શાળાઓમાં 2057 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે આ જ રીતે રાજકોટ શહેરમાં શૈક્ષણિક વર્ષ 2021-22માં 482 શાળામાં 3213 તેમજ વર્ષ 2022-23માં 497 ખાનગી શાળાઓમાં 3127 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code