1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

રાજકોટમાં બોર્ડની પરીક્ષાનો ડર દુર કરવા સૌરાષ્ટ્ર યુનિના સાયકોલોજી વિભાગ દ્વારા કાઉન્સેલિંગ કરાશે

રાજકોટઃ ગુજરાતમાં આગામી માર્ચ-એપ્રિલ દરમિયાન લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાની તૈયારીઓમાં વિદ્યાર્થીઓ લાગી ગયા છે. પરીક્ષાને આડે હવે અંદાજે 50 દિવસ બાકી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈને  ડર જોવા મળી રહ્યો છે, કેટલાક વાલીઓ પણ ચિંતિત છે ત્યારે ગુજરાતમાં પહેલી વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના નિષ્ણાતો બોર્ડના વિદ્યાર્થીઓમાં રહેલો ડર, હતાશા, નિરાશા દૂર […]

PM મોદી 27મીએ પરીક્ષા પે ચર્ચા કરશે, વસ્ત્રાપુરની કેન્દ્રિય વિદ્યાલય નોડલ સ્કુલ તરીકે પસંદ

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી‘પરીક્ષા પે ચર્ચા’ 27મી જાન્યુઆરીએ કરશે. કાર્યક્રમનું છઠ્ઠુ સંસ્કરણ 27 જાન્યુઆરીએ દિલ્હીથી કરાશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાતમાંથી જીસીઈઆરટી દ્વારા બે વિદ્યાર્થી અને એક અનુરક્ષક શિક્ષકની પસંદગી થઈ છે. જે અંતર્ગત  કાલે 23 જાન્યુઆરીએ અમદાવાદમાં ચિત્રકલા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય, સીબીએસઈ તથા રાજકીય વિદ્યાલયના 100 […]

ગુજરાતમાં અન્ય બોર્ડની શાળાઓ ગુજરાતી વિષય ભણાવવામાં ઉદાસિનતા કેમ દાખવે છે, હાઈકોર્ટ

અમદાવાદઃ રાજ્યની તમામ શાળામાં ફરજિયાત ગુજરાતી ભણાવવાની દાદ માંગતી રિટ પિટિશનમાં  ગુજરાત હાઇકોર્ટે સરકારને એવી ટકોર કરી છે કે રાજ્યની તમામ શાળાઓમાં ગુજરાતી ભાષા ભણાવવી ફરજિયાત છે અને એ માટે સરકારનો પરિપત્ર છે તો એનો અમલ કેમ થતો નથી. શાળાઓ સરકારી પરિપત્રનો અમલ ન કરે એ કઇ રીતે ચલાવી લેવાય. કોર્ટ આવી બાબતોનું સતત મોનિટરિંગ […]

ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી ધો.6 થી12માં વિદ્યાર્થીઓને માર્ગ સુરક્ષાના પાઠ ભણાવાશે

અમદાવાદ : ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. મોટાભાગના અકસ્માતોમાં વાહનચાલકોની ટ્રાફિકસેન્સના અભાવને કારણે થતા હોય છે. આથી વિદ્યાર્થીઓને ભણતરમાં ટ્રાફિક નિયમોના પાઠ ભણાવવામાં આવે તો ભવિષ્યમાં ફાયદો થઈ શકે તેમ છે. આથી ગુજરાત સરકારે અભ્યાસક્રમમાં જ માર્ગ સલામતીના પાઠ દાખલ કરવાનો નિર્ણય લીધો છે. નવા શૈક્ષણિક સત્રથી ધો.6થી12ના અભ્યાસક્રમમાં માર્ગ સલામતીના પાઠ ભણાવાશે. […]

ગુજરાતની શાળાઓમાં યોજાયેલા ગુણોત્સવનું પરિણામ, વલસાડ જિલ્લો પ્રથમ ક્રમે

ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુણોત્સવ 2.0નું વર્ષ 2022-23નું પ્રથમ તબક્કાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જેમાં અલગ અલગ જિલ્લાની 12184 સ્કૂલોનું પરિણામ જાહેર થયું છે.1256 સ્કૂલો ગ્રીન ઝોનમાં આવી છે એટલે કે, 1256 સ્કૂલોને 75 ટકા કરતા વધુ ગુણ મળ્યા છે. સ્માર્ટ સિટી અમદાવાદ સહિત રાજ્યના 8 મહાનગરોમાંથી એકપણ સ્કુલ પ્રથમ ક્રમ લાવી […]

ગુજરાતમાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 88.49 લાખ બાળકોને સ્ક્રિનિંગ કરાયું

ગાંધીનગરઃ ગુજરાતમાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત  એપ્રિલ-2022થી 19 જાન્યુઆરી-2023  સુધીમાં રાજ્યના 88 લાખ 49 હજાર 809 બાળકોની સ્વાસ્થ્ય સંબંધિત આરોગ્ય તપાસ સ્ક્રિનિંગ કરવામાં આવી હતી. શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવતા સ્ક્રિનિંગ પ્રક્રિયામાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધું 6 લાખ 47 હજાર 502 બાળકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. રાજ્યના 88.49 લાખ […]

ગુજરાતમાં 40,000 પ્રાથમિક શાળાઓને સફાઈ માટે સ્વચ્છતા ગ્રાન્ટ ન મળતા કફોડી હાલત

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓને સફાઈના કાર્યો માટે સરકાર દ્વારા નિયત ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે. પરંતુ ઘણા વખતથી સરકારે શાળાઓને સ્વચ્છતા માટે સફાઈ ગ્રાન્ટ ન આપતા શિક્ષકોને પોતાના ખર્ચે સાવરણાં, ડસ્ટબીન સહિતની વસ્તુઓ ખરીદવી પડે છે. અને જાતે જ સફાઈ કરાવની ફરજ પડી રહી છે. રાજ્યની 40 હજાર જેટલી પ્રાથમિક શાળાઓમાં મળતી સફાઇની ગ્રાન્ટ જ […]

પોલિટેકનિક કોલેજ અધ્યાપક મંડળે પડતર પ્રશ્નો ઉકેલવા ફરીવાર CMને પત્ર લખીને રજુઆત કરી

અમદાવાદઃ રાજ્યના પોલિટેકનિક  કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપકો પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે  મહિનાઓથી લડત આપી રહ્યા છે. પણ શિક્ષણ વિભાગ પ્રશ્નો ઉકેલવા મચક આપતું નથી. આથી અધ્યાપક મંડળે મુખ્યમંત્રીને  ફરીવાર પત્ર લખીને પડતર પ્રશ્નો ઉકેલવા માંગણી કરી છે. અગાઉ અનેક વખત રજૂઆત તથા રૂબરૂ મુલાકાત કરવા છતાં પડતર પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. જેથી ફરી એકવાર […]

સૌરાષ્ટ્ર યુનિ.માં 23,462 ડીગ્રીઓ ખોટા સરનામાંને લીધે પરત ફરી, વિદ્યાર્થીઓ ડીગ્રી લેવા આવતા નથી

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્નાતક અને અનુસ્નાતક થયેલા વિદ્યાર્થીઓને ડીગ્રી સર્ટી આપવા માટે દર વર્ષે પદવીદાન સમારોહ યોજવામાં આવતો હોય છે. જે વિદ્યાર્થીઓ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત ન રહ્યા હોય તેમને રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા ડીગ્રી સર્ટીફિકેટ તેમના સરનામે મોકલી આપવામાં આવતા હોય છે. પરંતુ જો વિદ્યાર્થીઓએ આપેલું સરનામું ખોટુ હોય અથવા અપુરતું હોય કે સરનામાંના સ્થળે […]

આવો વિકાસ ? કડકડતી ઠંડીમાં ખૂલ્લામાં અભ્યાસ કરવા મજબુર વિદ્યાર્થીઓ, હાર્ટએટેકથી 2ના મોત

અમદાવાદઃ ગુજરાતના અંતરિયાળ ગામડાંઓમાં ઘણી શાળાઓમાં પુરતા વર્ગખંડ ન હોવાને લીધે બાળકોને ખૂલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડે છે. એમાંય કડકડતી ઠંડીની સીઝનમાં અને સવારની પાળીમાં ચાલતી શાળાઓમાં ખૂલ્લામાં બેસીને અભ્યાસ કરી રહેલા બાળકોની હાલત દયનીય બનતી હોય છે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે રાજકોટની એક શાળામાં આઠમા ધોરણમાં ભણતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code