સુરેન્દ્રનગર, 08 માર્ચ 2026: Water in Morbi Canal to be closed from March 15, રાજ્યમાં નર્મદાની બિસ્માર થયેલી પેટા કેનાલોને મરામતના કામ હાથ ધરવામાં આવી રહ્યા છે. સુરેન્દ્રનગરથી રાજસીતાપુર સુધી રિપેરીંગ માટે 2.5 કરોડનો ખર્ચ કરાશે.મોરબી બ્રાન્ચની આ કેનાલ 15 માર્ચથી બંધ કરી દેવામાં આવશે. તેથી સિંચાઈ માટે પાણી મેળવતા ખેડૂતોને જાણ કરી દેવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોને ઉનાળુ પાકનું વાવેતર અગાઉ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી. 1લી માર્ચથી તમામ કેનાલોમાં પાણી છોડવાનું બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ ગ્રામિણ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય અને તળાવો ભરાઈ જાય ડેમો ભરાઈ જાય તે માટે 15માર્ચ સુધી કેનાલો શરૂ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. બાદ તમામ નર્મદાની કેનાલોમાં પાણી બંધ કરી અને રીપેરીંગ કામ હાથ ધરવામાં આવશે.
સુરેન્દ્રનગર મોરબી બ્રાન્ચની કેનાલ રીપેરીંગ પાછળ તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવાનો છે. પરંતુ પ્રથમ તબક્કાનું ટેન્ડર આપી દેવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગરથી રાજ સીતાપુર સુધી પસાર થતી મોરબી બ્રાન્ચની મુખ્ય કેનાલ છે અને માઇનોર કેનાલ છે. તેના રીપેરીંગ કામ પાછળ 2.50 કરોડ રૂપિયાનો ખર્ચ નર્મદા વિભાગ દ્વારા કરવામાં આવશે. અંદાજિત 100 કિ.મી.થી વધુનું રીપેરીંગ કામ છે. જેમાં માઇનોર કેનાલ છે અને મુખ્ય કેનાલ છે તેનું રીપેરીંગ કામ પ્રથમ તબક્કામાં હાથ ધરવામાં આવશે. , ખેડૂતોની અરજીના આધારે પેટા અને સબ કેનાલોના મરામતનું કામ કરાશે
જે ખેડૂતોની રીપેરીંગ કામ કરવા માટેની અરજી મળી છે તે તમામ ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી નર્મદાની કેનાલોમાં યોગ્ય રીપેરીંગ થાય તે માટે તંત્રની ટીમોને પણ કામે લગાવવામાં આવશે. હાલ કોન્ટ્રાક એજન્સીઓને પણ આ અંગેની સૂચના આપી દેવામાં આવી છે અને 15 માર્ચ બાદ તાત્કાલિક કામો શરૂ કરી અને રીપેરીંગ કામ પૂર્ણ કરવા માટેની સૂચના નર્મદા વિભાગના અધિકારીઓને આપવામાં આવી છે. પ્રથમ તબક્કામાં મોરબી બ્રાન્ચને કેનાલ રાજસીતાપુર સુધી રીપેરીંગ કામ કરવામાં આવશે.15 માર્ચથી તમામ કેનાલોમાં પાણી બંધ કરવાનો નિર્ણય પણ તંત્રએ કરી નાખ્યો છે. જે ખેડૂતો ઉનાળુ પાકોનું વાવેતર કરવા વિચારી રહ્યા છે તે ઉનાળુ પાકનું વાવેતર ન કરે તેવી તાકીદ પણ ફરી એક વખત નર્મદા વિભાગે કરી છે.


