1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ભાવનગર જિલ્લામાં બે લાખ વિદ્યાર્થીઓના આરોગ્યની તપાસ

શાળા આરોગ્ય તપાસમાં 60 વિદ્યાર્થીઓને હ્રદય રોગની બિમારી 18 બાળકોને કેન્સર અને14ને કીડનીની બિમારી ચામડીની બીમારી ધરાવતા 2954 બાળકોનું નિદાન ભાવનગરઃ રાજ્યમાં શાળાઓના બાળકોને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આર.બી.એસ.કે.) અંતર્ગત આરોગ્ય તપાસણી કરવામાં આવતી હોય છે. ભાવનગર જિલ્લામાં પણ એક વર્ષ દરમિયાન જિલ્લાની વિવિધ શાળાઓમાં બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી જેમાં 60 બાળકને હૃદય, […]

પાટણના આ ગામમાંથી નીકળ્યા છે 800થી વધુ શિક્ષકો

ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારના અભિયાન ચલાવવામાં આવે છે. ત્યારે બીજી બાજુ એવા સમાચારો પણ સામે આવતા હોય છે કે, સરકારી શાળામાં શિક્ષકોની ઘટ છે. આ સમાચારોની વચ્ચે પાટણનું બાલીસણા ગામ રાજ્યમાં 800થી વધુ શિક્ષકો ધરાવતું ગામ બન્યું છે. આ શિક્ષકો હાલ પાટણ જિલ્લા સહિત રાજ્યભરના તમામ જિલ્લાઓમાં સરકારી […]

પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના મૂલ્યાંકન પ્રથામાં ફેરફાર માટે કમિટીની રચના

અમદાવાદઃ રાજયની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું નવી શિક્ષણ નીતિ મુજબ મૂલ્યાંકન કેવી રીતે કરવું તે માટે રિપોર્ટ તૈયાર કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નિતી-2020માં બાળકોના 360 ડિગ્રી મૂલ્યાંકનને લઈને કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં હાલમાં પ્રાથમિક શાળામાં લેવાતી એકમ કસોટી તથા પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના મૂલ્યાંકન માટે સમિતિ […]

ખાનગી શાળાઓ EWS શ્રેણીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ના પાડી શકે નહીં: આશિષ સૂદ

નવી દિલ્હીઃ દિલ્હીની 1700 થી વધુ ખાનગી શાળાઓ EWS શ્રેણીમાંથી પસંદ કરેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો ઈનકાર કરી શકતી નથી. જો ખાનગી શાળાઓ પ્રવેશ આપવાનો ઇનકાર કરશે તો દિલ્હી સરકાર કાર્યવાહી કરશે. પ્રવેશ સંબંધિત બધા દસ્તાવેજો જરૂરી છે દિલ્હી સરકાર શૈક્ષણિક સત્ર 2025-26 માટે આર્થિક રીતે નબળા વિભાગ (EWS) હેઠળ પ્રવેશ માટે 5 માર્ચે લોટરી પ્રક્રિયા […]

રાજ્યની મેડિકલ કૉલેજમાં MDની 446 અને MSની 211 સીટો વધી: આરોગ્ય મંત્રી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં રાજ્યની મેડિકલ કૉલેજમાં M.D.(ડૉક્ટર ઓફ મેડિસીન) અને M.S.(માસ્ટર ઓફ સર્જરી) ની કુલ સીટો અને છેલ્લા બે વર્ષમાં થયેલા વધારા સંદર્ભેના પ્રશ્નનો ઉત્તર આપતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ‘હાલ રાજ્યની મેડિકલ કૉલેજોમાં M.D.ની 2044 અને M.S.ની 932 સીટો ઉપલબ્ધ છે. છેલ્લા બે વર્ષમાં M.D.ની 446 અને M.S.ની 211 સીટો વધી છે. […]

ગાંધીનગર ખાતે IITE ના સાતમા પદવીદાન સમારોહમાં 3010 વિદ્યાર્થીઓને પદવી એનાયત

વિકસીત ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા ખૂબ જ અગત્યની છેઃ પાનસેરિયા કર્મયોગી શિક્ષક જ સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે વિદ્યાર્થીના જીવન ઘડતરના પાયામાં શિક્ષક દ્વારા અપાયેલું જ્ઞાન છે ગાંધીનગરઃ  શિક્ષણ રાજ્ય મંત્રી  પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને  ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન- IITEનો  સાતમો પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં IITEના 3010  વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે […]

નવા શૈક્ષણિક સત્રથી ધો. 1, અને 6થી 8 તેમજ 12ના પાઠ્ય-પુસ્તકો બદલાશે

ગુજરાતી, અંગ્રેજી, ગણિત સહિતના વિષયોમાં નવાં પ્રકરણ ઉમેરાશે ધો. 1માં ગુજરાતી, ધો. 6માં અંગ્રેજી વિષયના પુસ્તક બદલાશે ધો. 8માં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનનાં પુસ્તકો બદલાશે ધો. 12માં અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણ ઉમેરવામાં આવશે. ગાંધીનગરઃ ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી ધોરણ-1 અને 6થી8ના નવા પાઠ્ય-પુસ્તકો તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેમજ ધો. 12માં અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણ […]

પરીક્ષાને ટેન્શન નહીં, પણ એક મહોત્સવ તરીકે સ્વીકારવો જોઈએઃ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા

અમદાવાદઃ ગુજરાતમાં આવતીકાલ તા. 27/02/2025, ગુરૂવારથી શરૂ થતી SSC અને HSC બોર્ડની પરીક્ષાઓ માટે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ તમામ વિધાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યમાં કુલ 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં SSCના 9 લાખથી વધુ, HSCના 4 લાખથી વધુ અને HSC સાયન્સ પ્રવાહના 1 લાખથી વધુ વિધાર્થીઓ સામેલ છે. મંત્રીએ વિદ્યાર્થીઓને સંદેશ આપતાં જણાવ્યું […]

ગુજરાત સરકારનો નિર્ણય, હવે શાળા સહાયકોની ભરતી ખાનગી એજન્સીઓને સોંપાશે

બીઍડની લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરાશે ઉમેદવારો આઉટસોર્સિંગ એજન્સીએ પૂરા પાડવાના રહેશે નિયામક પ્રાથમિક શિક્ષણ દ્વારા એજન્સી નક્કી કરવાની કાર્યપદ્ધતિ અંગે સૂચના અપાશે. અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકોની સરકાર દ્વારા કરાર આધારિત ભરતી કરવામાં આવતી હતી. પરંતુ હવે શિક્ષણ સહાયકોની ભરતીનું કામ ખાનગી એજન્સીને સોંપવાનો […]

સાબરમતી મધ્યસ્થ જેલના 21 કેદીઓ ધોરણ10ની અને 44 કેદીઓ ધોરણ 12ની પરીક્ષા આપશે

અમદાવાદઃ આગામી તારીખ ૨૭ ફેબ્રુઆરીથી રાજ્યમાં શરૂ થઈ રહેલી બોર્ડ પરીક્ષાઓ સંદર્ભે અમદાવાદ શહેર અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા સંપૂર્ણ તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આ વર્ષે બોર્ડ પરીક્ષાઓમાં ધોરણ ૧૦ અને ૧૨ના મળીને કુલ ૯૨,૧૯૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં કુલ ૭૩,૨૬૦ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. અમદાવાદ શહેરમાં ધોરણ ૧૦માં ૫૪૬૧૬ વિદ્યાર્થીઓ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code