1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

અમદાવાદમાં ઓછું પરિણામ લાવતી 52 શાળાઓને દત્તક અપાઈ, પાડોશની સ્કુલો માર્ગદર્શન આપશે

અમદાવાદઃ ગુજરાતની શાળાઓમાં ભણતા નબળા વિદ્યાર્થીઓને શાળા સમય ઉપરાંત વધુ ભણાવવા માટે શિક્ષકોને સમયદાન આપવાની સરકાર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરની જે શાળાઓનું બોર્ડનું પરિણામ 30 ટકા કરતા ઓછું આવ્યું હોય તેવી શાળાઓને અલગ તારવીને આવી શાળાઓને પાડોશની શાળાઓને દત્તક આપવામાં આવી છે. નબળી શાળાઓના વિદ્યાર્થીઓને ખાસ માર્ગદર્શન આપીને પરીક્ષાલક્ષી તૈયારીઓ […]

ગુજરાતમાં ખાનગી શાળાના સંચાલકોએ કરી ફી વધારાની માગણી, રાજ્ય સરકારને રજુઆત

ગાંધીનગરઃ ગુજરાતમાં ખાનગી શિક્ષણ મોંઘુદાટ બની રહ્યું છે. ખાનગી શાળાઓના સંચાલકોએ ફરીવાર ફીમાં વધારો કરવાની માગણી કરી છે. સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને આગામી શૈક્ષણિક વર્ષથી પ્રાથમિક સ્વનિર્ભર શાળાઓમાં ફીમાં અંદાજે 30 ટકાનો વધારો કરવાની માંગણી કરી છે. અગાઉ જે પ્રાથમિક સ્કૂલ માટે 15 હજાર રૂપિયા ફી નક્કી કરવામાં આવી હતી તે […]

શિક્ષણમંત્રીએ ધોરણ 3થી 8ના નબળા વિદ્યાર્થીઓને માટે સમયદાન આપવા શિક્ષકોને કરી અપીલ

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન સ્કૂલો બંધ રહેતા વિદ્યાર્થીઓ ભણી શક્યા નહતા. એટલે વિદ્યાર્થીઓનો શિક્ષણનો પાયો કાચો રહ્યો છે. તેથી રાજ્ય સરકાર દ્વારા અભ્યાસમાં નબળા ગણાતા વિદ્યાર્થીઓને શાળા સમય ઉપરાંત વધુ એક કલાક પણ ભણાવવામાં આવે તો નબળા વિદ્યાર્થીઓને લાભ થઈ શકે તેમ છે. દરમિયાન તાજેતરમાં યોજાયેલા આચાર્ય સંઘના શૈક્ષણિક અને વહિવટી અધિવેશનમાં શિક્ષણ મંત્રીએ શિક્ષકોને […]

શાળામાં મોડા આવતા અને ગુલ્લી મારતા શિક્ષકો સામે શિક્ષણ વિભાગની લાલ આંખ

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં  કાયમ અનિયમિત રહેનારા શિક્ષકો પર હવે તવાઈ આવશે. પ્રાથમિક શિક્ષણના નિયામકે  અનિયમિતતા, ગેરવર્તન કરનારા શિક્ષકોની માહિતી મંગાવી છે. ઉપરાંત ફરજમાં બેદરકારી, ગેરવર્તન, ગેરવર્તન બદલ આપાયેલી નોટિસ અંગે પણ માહિતી માંગવામા આવી છે. કેટલાક શિક્ષકો શાળાએ આવ્યા બાદ ગુલ્લી મારીને જતા રહેતા હોય છે. ત્યારે તાલુકા શિક્ષણાધિકારીઓને પણ શાળાઓની ઓચિંતી […]

સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજોના અધ્યાપકોના પડતર પ્રશ્નોનું નિરાકણ ન કરાતા નારાજગી

અમદાવાદઃ રાજ્યની સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતાં અધ્યાપકોના ઘણા પ્રશ્નો લાંબા સમયથી પડતર છે. આ અંગે અધ્યાપકોના મંડળ દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારને રજુઆતો કરવામાં આવી હતી. અને મંડળના હોદેદારો સાથે પડતર પ્રશ્નોનુ યોગ્ય નિરાકરણ  કરવા જરૂરી સહમતી દર્શાવેલ હતી.  મંડળના હોદેદારો સાથે તત્કાલીન શિક્ષણ મંત્રી , શિક્ષણ વિભાગ અને ટેકનિકલ શિક્ષણ નિયામકની કચેરીના […]

જીટીયુ દ્વારા ઑલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી મેડલ પોલિસીથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાશે

અમદાવાદઃ  વિદ્યાર્થીઓમાં વિવિધ લલિતકળાઓ અને રમત-ગમત ક્ષેત્રે  રૂચી કેળવાય અને તેનાથી અવગત થાય તે અર્થે , ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના (જીટીયુ) સ્પોર્ટ્સ અને કલ્ચર વિભાગ દ્વારા દર વર્ષે વિવિધ રમતો અને યુવક મહોત્સવ – ક્ષિતિજનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ઑલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટીની વિવિધ સ્પર્ધાઓમાં પણ જીટીયુના વિદ્યાર્થીઓ રાજ્યનું પ્રતિનિધિત્વ કરીને મેડલ અને ક્રમાંક […]

અમદાવાદ મ્યુનિ.ની સ્માર્ટ સ્કૂલોમાં કાયમી શિક્ષકોના સ્થાને પ્રવાસી શિક્ષકોથી ભણતા વિદ્યાર્થીઓ

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની નગર શિક્ષણ સમિતિ દ્વારા મ્યુનિ, શાળાઓનો વહિવટ કરવામાં આવે છે. મ્યુનિ. દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્માર્ટસ્કૂલો શરૂ કરવામાં આવી છે. આ કન્સેપ્ટ એકંદરે સારો છે. પરંતુ પ્રશ્ન એ છે. શાળાઓમાં પુરતા શિક્ષકો જ નથી. અને પ્રવાસી શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. કહેવાય છે. કે, દિલ્હી મોડલની નકલ કરીને અમદાવાદમાં […]

ગુજરાતની યુનિવર્સિટીઓમાં ખાલી જગ્યાઓ સત્વરે ભરવા ABVP સરકાર પર દબાણ લાવશે

ભાવનગરઃ રાજ્યમાં સરકારી યુનિવર્સિટીઓમાં 7 કુલપતિ, 22 ઉપકુલપતિ, 4 રજીસ્ટ્રાર, 4 પરીક્ષા નિયામક, ઉપરાંત શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની અનેક જગ્યાઓ ખાલી છે.  ખાલી જગ્યા ભરવા અને ભરતી પ્રક્રિયાને વેગ આપવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સમગ્ર ગુજરાતમાં હવે આખું વર્ષ અભિયાન ચલાવશે. તાજેતરમાં ભાવનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું અધિવેશન યોજાયું હતું જેમાં સરકારી યુનિવર્સિટીઓમાં […]

ગાંધીનગરમાં પ્રા. શાળાના શિક્ષકોને વધુ એક કલાકનો સમય આપી વિદ્યાર્થીઓને ભણાવવાનો આદેશ

ગાંધીનગર :  રાજ્યમાં કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓના શિક્ષણ પર વિપરિત અસર પડી હતી. એટલે જે વિદ્યાર્થી અભ્યાસમાં નબળા છે. તેમને વધુ ભણાવીને તૈયાર કરવાનું શિક્ષણ વિભાગે આયોજન કર્યું છે. જેમાં વિદ્યાર્થીઓને શાળાના સમય ઉપરાંત વધુ એક કલાક ભણાવવા ગાંધીનગરની તમામ પ્રાથમિક શાળાઓને મહત્વનો આદેશ કરાયો છે. પ્રાથમિક શાળાના શિક્ષકોને દરરોજ એક કલાક શ્રમદાન આપવો પડશે. […]

ગુજરાતમાં પ્રવેશના પ્રથમ રાઉન્ડ બાદ પેરા મેડિકલની 16000થી વધુ બેઠકો ખાલી રહી

અમદાવાદઃ ગુજરાતમાં માત્ર ડિગ્રી કે ડિપ્લોમા એન્જિનિયરિંગની જ નહીં પણ પેરા મેડિકલ સહિતના કોર્ષમાં પણ બેઠકો ખાલી રહે છે. વિદ્યાર્થીઓ કે તેમના વાલીઓ સરળતાથી નોકરી કે રોજગારી મળે એવા કોર્ષ પસંદ કરતા હોય છે. દરેક ફેકલ્ટીમાં બેઠકો વધતા માગ ઘટવાથી આ પરિસ્થિતિ ઊભી થઈ છે. તાજેતરમાં ફિઝિયોથેરાપી, નર્સિંગ સહિતની પેરા મેડિકલની બેઠકો પરની પ્રથમ રાઉન્ડની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code