1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

ભરૂચના પાદરી ગામે વીજળી પડતા પિતા-પૂત્ર સહિત ત્રણના મોત

પાદરિયા ગામની સીમમાં વરસાદ પડતા લોકો ઝાડ નીચે ઊભા રહી ગયા, વરસાદ સાથે વીજળી પડતા ઝાડ નીચે ઊભેલા 8 લોકો ઢળી પડ્યાં, ત્રણના મોત, બેને ઈજા થતાં સારવાર માટે ખસેડાયા અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિદાય ટાણે જ વાતાવરણમાં પલટો આવ્યો બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે બપોર સુધીમાં ચારથી પાંચ તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં […]

અમેરિકાની ચૂંટણીને પ્રભાવિત કરવા માટે ChatGPTના ઉપયોગની આશંકા

તાજેતરના વર્ષોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વિકાસે માત્ર ટેક્નોલોજીમાં ક્રાંતિ જ નથી કરી પરંતુ સાયબર સુરક્ષા અને ચૂંટણી અખંડિતતામાં પણ નવા પડકારો ઉભા કર્યા છે. ઓપનએઆઈએ તાજેતરમાં મોટો દાવો કર્યો છે જે ચોંકાવનારો છે. ઓપનએઆઈએ કહ્યું છે કે, સાઈબર અપરાધીઓએ એઆઈ ટૂલ્સ, ખાસ કરીને ચેટજીપીટીનો ઉપયોગ કરીને યુએસ ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો છે. OpenAIના […]

JLKM એ 14 ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી, રાજદેવ રતન ધનવરથી ચૂંટણી લડશે

રાંચી: ઝારખંડ લોકતાંત્રિક ક્રાંતિકારી મોરચા (JLKM) એ આગામી ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. મોરચાના કેન્દ્રીય અધ્યક્ષ જયરામ મહતોએ ધનબાદમાં એક પત્રકાર પરિષદમાં ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. બીજી યાદીમાં ધનબાદ વિધાનસભા બેઠક સહિત 14 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેએલકેએમની બીજી યાદીમાં રાંચીના મંદારથી ગુરા ભગત, ધનબાદની […]

હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ચૂંટણીના પરિણામો રાજ્યસભાની સંખ્યાની ગણતરી બદલશે

હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામોએ બધાને ચોંકાવી દીધા છે. એક તરફ હરિયાણામાં ભાજપે હેટ્રિક ફટકારી અને કોંગ્રેસને ફટકો પડ્યો, તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં ભગવા પાર્ટી વોટિંગ ટકાવારીની દૃષ્ટિએ નંબર વન પાર્ટી બની અને કોંગ્રેસ ત્રીજા સ્થાને રહી. હરિયાણામાં ભાજપે 48 બેઠકો જીતી છે જ્યારે કોંગ્રેસને 37 બેઠકો મળી છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ભાજપે 29 […]

જમ્મુ-કાશ્મીરમાં ઈન્ડી ગઠબંધનની જીત એ બંધારણની જીતઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે હરિયાણાના કોંગ્રેસ કાર્યકર્તાઓને સિંહ ગણાવી તેમનો આભાર માન્યો હતો. કોંગ્રેસે જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ અંગે કોંગ્રેસના સાંસદે કહ્યું, “જમ્મુ અને કાશ્મીરના લોકોનો હૃદયપૂર્વક આભાર. રાજ્યમાં ઈન્ડી ગઠબંધનની જીત […]

જમ્મુ-કાશ્મીર ચૂંટણીઃ મતગણતરીના વલણમાં JKNC અને કોંગ્રેસ આગળ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ આજે સવારથી જ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી હતી. પ્રારંભીક વલણમાં જ ઈન્ડી ગઠબંધનને મજબુતી જોવા મળી હતી. જ્યારે ભાજપ પણ સારુ પ્રદર્શન કરતી જોવા મળી હતી. કેન્દ્રશાસિત રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 દૂર થયા બાદ […]

હરિયાણામાં કોંગ્રેસ પોતાના દમ પર સરકાર બનાવશેઃ ભૂપેન્દ્ર હુડ્ડા હુંકાર

નવી દિલ્હીઃ ચંદીગઢ વિધાનસભાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન સંપન્ન થયા બાદ આજે સવારથી જ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક વલણમાં જ 90 બેઠકો પૈકી 50 બેઠકો ઉપર હાલ ભાજપ આગળ ચાલી રહ્યું છે. દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ જણાવ્યું હતું કે, તેમની પાર્ટી હરિયાણામાં પોતાના દમ પર સરકાર બનાવવા જઈ […]

હરિયાણા ચૂંટણી પરિણામો: પ્રારંભીક વલણમાં ભાજપ 48 બેઠકો ઉપર આગળ, કોંગ્રેસ બહુમતથી દૂર

ચંદીગઢઃ હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે મંગળવારે જાહેર થયેલી મત ગણતરીના પ્રારંભિક વલણોમાં, ભારતીય જનતા પાર્ટી (BJP) 48 બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 33 બેઠકો પર આગળ છે. ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ લેટેસ્ટ ડેટા પરથી આ માહિતી મળી છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ત્યારથી રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર મુકાબલો ચાલી […]

વિધાનસભા ચૂંટણી માટે મહાયુતિ વચ્ચે બેઠક વહેંચણીની ફોર્મ્યુલા નક્કી, ભાજપને અડધાથી વધુ બેઠકો મળશે

મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિમાં સામેલ ત્રણેય પક્ષો વચ્ચે વિધાનસભા ચૂંટણી માટે સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. અનેક રાઉન્ડની બેઠકો બાદ એ નક્કી કરવામાં આવ્યું છે કે વર્તમાન સીએમ એકનાથ શિંદે ચૂંટણીમાં મહાયુતિનો ચહેરો હશે. આ સાથે ભાજપના ખાતામાં સૌથી વધુ સીટો આવી ગઈ છે. આ વહેંચણીમાં એનસીપીને સૌથી ઓછી બેઠકો મળી છે. કોના માટે […]

જમ્મુ-કાશ્મીરમાં આવતીકાલે અંતિમ તબક્કાનું મતદાન

7 જિલ્લાની 40 બેઠકો પર થશે મતદાન મતદાનને લઈને ચૂંટણીપંચે તૈયારીઓ પૂર્ણ કરી શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ તબક્કામાં 40 વિધાનસભા ક્ષેત્રોમાં મતદાન થશે, જેમાંથી 16 કાશ્મીર ઘાટીમાં અને 24 જમ્મુમાં છે. આ વિધાનસભા મતવિસ્તારો સાત જિલ્લાઓમાં ફેલાયેલા છે, કુપવાડા, બારામુલ્લા, બાંદીપોરા, ઉધમપુર, કઠુઆ, સાંબા અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code