1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

શું આ ત્રણ બેઠકો પર ભાજપ વિજયની હેટ્રિક લગાવી શકશે ? જાણો ભાજપ સામે કયા પડકાર

રાજકોટ બેઠક આ વખતની ચૂંટણીમાં રાજકોટ લોકસભા બેઠક ખૂબ જ ચર્ચાઓમાં રહી છે. ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજા રજવાડા પર કરેલી ટિપ્પણી બાદ વિરોધ વધી ગયો રૂપાલાની સામે કોંગ્રેસે આ બેઠક પર પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા. પછી વિવાદ ઉભો થયો લેઉવા પાટીદાર vs કડવા પાટીદારોનો. રૂપાલા કડવા પાટીદાર સમાજના છે જયારે ધાનાણી લેઉવા પાટીદાર સમાજથી […]

વડાપ્રધાન મોદીએ ગાંધીનગર લોકસભા મતવિસ્તારના મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો

અમદાવાદ:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠકના મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગુજરાતમાં 25 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગે મતદાન શરૂ થયાના થોડા સમય બાદ મોદી અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં નિશાન પબ્લિક સ્કૂલમાં ઉભા કરાયેલા મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા અને મતદાન કર્યું […]

રાજ્યમાં મતદાન શરૂ થતાજ અનેક ઠેકાણે EVM ખોટકાવાની ઘટનાઓ સામે આવી

મહાપર્વ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. પ્રથમ તબક્કા માટે 19મી એપ્રિલે અને બીજા તબક્કા માટે 26મી એપ્રિલે મતદાન થયું હતું અને આજે ત્રીજા તબક્કામાં 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.. જેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 25 લોકસભા બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. ગુજરાતની સુરત બેઠક બિનહરીફ […]

મત આપો અને સાવ સસ્તામાં મીઠાઈ અને ફરસાણ લઈ જાઓ, અનોખું અભિયાન

અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2024 માં વધુમાં વધુ મતદાન થાય એ માટે તંત્ર વિવિધ માધ્યમો દ્વારા પ્રયાસો કરવામાં આવતા હોય છે, ત્યારે ભાવનગરના વેપારીઓ દ્વારા પણ અવનવા નુસખા અપનાવી લોકોમાં મતદાન જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યું છે. ભાવનગરમાં તંત્રની સાથે મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી બનવા ભાવનગર સ્વીટ અને ફરસાણ એસોસિએશન દ્વારા અલગ પ્રકારની ઓફર અજમાવી મતદાન […]

લોકસભા ચૂંટણીઃ ખેડબ્રહ્મામાં પ્રિસાઈન્ડીંગ ઓફિસરની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાયાં

ખેડબ્રહ્મા: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો ઉપર આવતીકાલે મંગળવારે મતદાન યોજાવાનું છે. જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. જેથી મતદાન કરવા આવતા મતદારો અને ચૂંટણી કર્મચારીઓ માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દરમિયાન ખેડબ્રહ્મા વિધાનસભામાં ફરજ બજાવતા પ્રિસાઈન્ડીંગ ઓફિસની તબિયત લથડતા […]

વધુમાં વધુ વોટિંગ માટેના પ્રયાસમાં હોટલ એસો.નો સહયોગ, વોટિંગ કરનાર દરેકને મળશે ભોજનના બિલમાં ડિસ્કાઉન્ટ

ગુજરાતમાં આવતીકાલે લોકસભા ચૂંટણીનું મતદાન યોજાવવાનું છે. વધુમાં વધુ લોકો મતદાન મથક પર પહોંચી વોટિંગ કરે તે માટે ચૂંટણીપંચ દ્વારા અનેક પ્રયાસો કરાયા છે. ગુજરાત રાજ્ય હોટલ એસોસિયેશને વધુમાં વધુ મતદાન માટેના આ પ્રયાસમાં મોટુ યોગદાન પુરુ પાડ્યું છે. ૭ થી ૧૦ %નું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત લોકશાહીના આ પર્વમાં સહભાગી થઇને વધુમાં વધુ મતદાન માટે […]

ભૂપેન્દ્ર ચૂડાસમાની ઉપસ્થિતિમાં ક્ષત્રિય સમાજ સાથે ભાજપના નેતાઓની મીટિંગ, મતદાન પહેલા મનાવવાનો વધુ એક પ્રયાસ

મંગળવારે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન હાથ ધરાવવાનું છે ત્યારે ભાજપે વધુ એકવાર ક્ષત્રિયોને ઉદારતા દાખવવા અપીલ કરી છે. ભાજપ પ્રદેશ અગ્રણીઓએ ક્ષત્રિય સમાજને અપિલ કરતા કહ્યું કે સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યોમાં ક્ષત્રિય સમાજનું યશસ્વી યોગદાન છે.. ક્ષત્રિય સમાજ ઉદારતા દાખવવાની પોતાની ગોરવવંતી પરંપરા જાળવી રાખી ભાજપને સમર્થન આપે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં બેઠક બીજી તરફ […]

પાકિસ્તાની નેતા રાહુલ ગાંધીના વખાણ કરે તે ભારત માટે ચિંતાનો વિષયઃ રાહનાથ સિંહ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના વખાણ કરતા ભારતીય રાજકારણમાં વધારો આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપાના નેતાઓ દ્વારા આ મામલે કોંગ્રેસ ઉપર સતત આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં આ મામલે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પાસે જવાબ માંગવામાં આવી રહ્યો છે. દરમિયાન કેન્દ્રીય […]

આવો, આપણે મતદાનના મહોત્સવને ઊજવીએ (લેખાંક-5)

 (સુરેશભાઈ ગાંધી) અફઘાનિસ્તાનમાં તાલીબાનોના ફતવાની અવગણના કરી સફીઉલ્લાહે મતદાન કર્યું પછી… હાલમાં ચૂંટણીઓ ચાલે છે તેવે સમયે એક પ્રેરણાદાયી ઘટનાથી લેખનો પ્રારંભ કરીએ. ઘટના અફઘાનિસ્તાનની છે અને સપ્ટેમ્બર, ૨૦૧૪માં બનેલી છે. અફઘાનિસ્તાનમાં ૨૦૧૪માં તાલિબાનોએ ફતવો બહાર પાડેલો કે, સરકાર યોજિત ચૂંટણીમાં કોઈ મતદાન કરવા જશે નહીં. તાલિબાનોના ફતવા એટલા જડબેસલાક અને ડરામણા હોય છે કે […]

ખેડબ્રહ્મા શહેરમાં ભાજપ યુવા પાંખ દ્રારા બાઈક રેલી નીકળી

ખેડબ્રહ્મા : રાજ્યની 26 બેઠકોની લોકસભાની ચુંટણી તા.7 ના રોજ યોજાનાર છે ત્યારે હવે રાજકીય પક્ષોના હવે છેલ્લી ઘડીના પ્રચાર દરમ્યાન ખેડબ્રહ્મા શહેર અને તાલુકા યુવા મોરચા ભાજપ દ્રારા આજે બાઈક રેલી નીકળી હતી. યાત્રાધામ ખેડબ્રહ્માના અંબિકા માતાજીથી આશરે 100 બાઈક સાથે રેલીનુ પ્રસ્થાન કરવામાં આવ્યુ હતુ જે શહેરના બસ સ્ટેશન, ગામ વિસ્તાર, સ્ટેશન રોડ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code