1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

લોકસભા ચૂંટણી 2024: 5 રાજ્યોએ મતગણતરી વચ્ચે ભાજપનું વધાર્યું ટેન્શન!

નવી દિલ્હી: લોકસબા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને અત્યાર સુધી આવી રહેલા ટ્રેન્ડ્સમાં ઘણી બેઠકો પર એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે ખરાખરીનો જંગ દેખાય રહ્યો છે. કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં ભાજપ માટે ટેન્શન વધી રહર્યું છે. દેશના વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ભાજપનું ટેન્શન વધ્યું છે. વલણોમાં ભલે એનડીએને બહુમતી […]

લોકસભા ચૂંટણીની મતગણતરી શરૂ, પ્રારંભમાં ઈન્ડી ગઠબંધન આગળ

લોકસભા ચૂંટણી બાદ આજે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેશના વિવિધ રાજ્યોમાં મતગણતરી કેન્દ્રો ઉપર ચૂંટણીપંચના અધિકારી-કર્મચારીઓ દ્વારા રાજકીય પક્ષોના એજન્ટોની સામે મતગણતરી શરૂઆત કરવામાં આવી હતી. સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી શરૂ કરવામાં આવી હતી. દરમિયાન પ્રારંભમાં જ ઈન્ડી ગઠબંધન આગળ રહી હતી. લોકસભા ચૂંટણીની સાથે આંધ્રપ્રદેશ અને ઓડિશા વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ આજે […]

જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા શરૂ થશેઃ ચૂંટણીપંચ

નવી દિલ્હીઃ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારે લોકસભા ચૂંટણીના પરિણામોના એક દિવસ પહેલા સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે લોકસભા અને વિધાનસભા ચૂંટણી સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે તેનો પણ તેમણે જવાબ આપ્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે, “ચૂંટણી પંચ બહુ […]

મને વિશ્વાસ છે કે પરિણામ એકઝિટ પોલની સાવ વિરુદ્ધ હશે, આપણે થોડી રાહ જોઇએઃ સોનિયા ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને એક્ઝિટ પોલના પરિણામો પર પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે આપણે રાહ જોવી પડશે. સોનિયા ગાંધીએ કહ્યું કે, આપણે હવે રાહ જોવી પડશે. અમને પૂરી આશા છે કે પરિણામ એક્ઝિટ પોલની સાવ વિરુદ્ધ હશે.” વાસ્તવમાં વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ દાવો કરી રહ્યું છે કે પબ્લિક […]

અખિલેશના ભાજપ પર આકરા પ્રહાર, કહ્યું એક જાતિને બીજા જાતિના લોકો સાથે લડાવ્યા, ઇલેકટોરલ બોંડ દ્વારા આચર્યો મોટો ભ્રષ્ટાચાર

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ભારતીય જનતા પાર્ટી પર શ્રેણીબદ્ધ ગંભીર આરોપો લગાવ્યા છે. રાજધાની લખનૌમાં એસપી ઓફિસમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અખિલેશ યાદવે ચૂંટણી બોન્ડ સહિત અનેક મુદ્દાઓ પર શાસક પક્ષને ઘેર્યો હતો. યુપીના પૂર્વ સીએમએ કહ્યું કે સામાજિક રીતે ભાજપે દેશની સૌહાર્દ બગાડી છે. પેપરો લીક થયા […]

ચૂંટણી ખતમ, હાઇવે પર મુસાફરી હવે મોંઘી, ટોલટેક્સમાં વધારો આજથી લાગું

હવે નેશનલ હાઈવેનો ઉપયોગ કરતા વાહન ચાલકોને આજથી વધુ પૈસા ચૂકવવા પડશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સમગ્ર દેશમાં ટોલ દરોમાં સરેરાશ પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. યુઝર્સ ફીનું વાર્ષિક રિવિઝન અગાઉ 1 એપ્રિલથી લાગુ થવાનું હતું નેશનલ હાઈવે યુઝર્સ ફીનું વાર્ષિક રિવિઝન અગાઉ 1 એપ્રિલથી લાગુ થવાનું હતું, પરંતુ લોકસભાની ચૂંટણીને કારણે […]

આજે બપોરે 12.30 કલાકે ચૂંટણી પંચની પ્રેસ-કોન્ફરન્સ, દેશના ચૂંટણી ઇતિહાસમાં કદાચ પ્રથમવાર મતગણતરી પહેલા પ્રેસ કોન્ફરન્સ

લોકસભા ચૂંટણી 2024 પૂર્ણ થયા બાદ હવે આવતીકાલે એટલે કે 4 જૂનના રોજ પરિણામ જાહેર થશે. આ દરમિયાન એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, લોકસભા પહેલીવાર બની રહ્યું છે કે, મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવા જઈ રહ્યું છે. મત ગણતરીના એક દિવસ પહેલા એટલે કે […]

ગુજરાતમાં 25-મતગણતરી કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદઃ ૦૪ જૂનના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી-૨૦૨૪ ની મતગણતરી અનુસંધાને શમશેર સિંઘ, પોલીસ મહાનિદેશક (કાયદો અને વ્યવસ્થા) અને લોકસભા સામાન્ય ચૂંટણી-2024ના પોલીસ નોડલ અધિકારી દ્વારા તમામ પોલીસ કમિશનર, રેન્જ વડાઓ તથા પોલીસ અધિક્ષકઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવા સૂચના કરવામાં આવેલ છે. જે અનુસંધાને રાજ્યમાં ૨૫-મતગણતરી કેન્દ્રો ઉપર ત્રી-સ્તરીય […]

અરૂણાચલપ્રદેશ વિધાનસભામાં ચૂંટણીમાં ભાજપા અને સિક્કિમમાં SKM ની જીત

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીની સાથે અરૂણાચલ અને સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી. આ બંને રાજ્યની વિધાનસભાની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. સિક્કિમમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચો એટલે કે એસકેએમને બહુમળી મળી છે. ચોંકાવનારી વાત એ છે કે, સિક્કિમમાં ભાજપ અને કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી શકી ન હતી. જ્યારે […]

વર્ષ 1952થી 2019 સુધીમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોણ જીત્યું, જાણો

નવી દિલ્હીઃ ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીમાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે, હવે 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. એટલે કે મંગળવારે જ ખબર પડશે કે કોની સરકાર બની રહી છે. દેશમાં પ્રથમવાર 1952માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. તે વખતે કોંગ્રેસનો જંગી બેઠકો સાથે વિજ્ય થયો હતો. અંતિમ વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી યોજાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code