1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

બધા દિવસો સરખા નથી હોતા’ સાંગલીમાં રેલીને સંબોધતા ભાજપ પર ઉદ્ધવ ઠાકરેનો પ્રહાર

મહારાષ્ટ્રની સાંગલી લોકસભા સીટને લઈને મહા વિકાસ આઘાડી વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. દરમિયાન, શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે (2 મે) જણાવ્યું હતું કે તેમની પાર્ટીએ ગઠબંધન ખાતર તેના સાથી પક્ષો માટે બેઠકો છોડી દીધી છે, જે તેણે પાંચ વખત જીતી હતી. નિરંકુશતા સામેની લડાઇમાં મતોનું વિભાજન ન થવા દેતાઃ ઉદ્ધવ સાંગલીમાં પોતાના પક્ષના […]

ઇન્ડિયા એલાયન્સ પર નડ્ડાના પ્રહાર, કહ્યું ઘમંડિયા ગઠબંધન પરિવારવાદી પાર્ટીઓ અને ભ્રષ્ટાચારીઓનું ગઠબંધન

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ ગુરુવારે (2 મે) મધ્ય પ્રદેશના સાગર લોકસભા મતવિસ્તારના વિદિશા જિલ્લાના સિરોંજમાં એક જાહેર સભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર ભ્રષ્ટાચાર અને વિભાજનકારી નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા.. જેપી નડ્ડાએ કહ્યું કે આ ચૂંટણી વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લેવાની ચૂંટણી છે. તેમણે કહ્યું કે 20 […]

લોકસભા ચૂંટણીઃ મહેસાણામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાની વર્ચ્યુયલ ચૂંટણીસભા યોજાઈ

અમદાવાદઃ મહેસાણા ખાતે અવસર પાર્ટી પ્લોટની સામેના મેદાનમાં ગત રાત્રે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાની વર્ચ્ચુયલ ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રચાર સભા યોજાઈ હતી. સભામાં મુખ્ય મહેમાન તરીકે જે.પી. નડ્ડા ઉપસ્થિત રહેવાના હતા પરંતુ તેઓના હેલિકોપ્ટરમાં તકનિકી ખામી સર્જાતાં તેઓ ભોપાલથી મહેસાણા આવી શક્યા નહોતા અને તેમણે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી સભાને સંબોધિત કરી હતી. મહેસાણા લોકસભા સીટ […]

રાહુલ ગાંધી અમેઠીથી નહીં, રાયબરેલીથી લડશે ચૂંટણી, નામાંકન સમયે સોનિયા ગાંધી પણ રહેશે હાજર

ઉત્તર પ્રદેશની રાયબરેલી અને અમેઠી બેઠકોના કોંગ્રેસના ઉમેદવારો અંગેના સસ્પેન્સનો અંત આવ્યો છે.. પાર્ટીએ રાયબરેલી સીટ પરથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે. અમેઠીથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે કિશોરી લાલ શર્માને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી બેઠકો […]

રાહુલ ગાંધીના અમેઠીથી ચૂંટણી ન લડવા પર યૂપીના ડેપ્યૂટી ચીફ મિનિસ્ટરે કર્યો આ કટાક્ષ

2019માં અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઇરાની સામે હારનો સામનો કરનાર રાહુલ ગાંધી આ વખતે રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડશે, જેના પર યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ નિશાન સાધ્યું અને આ નિર્ણયને નૈતિક હાર ગણાવી. કોંગ્રેસની નૈતિક હારઃ કેશવપ્રસાદ મોર્ય કેશવ પ્રસાદ મૌર્યએ રાહુલ ગાંધીના રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડવાના નિર્ણય પર પ્રહાર કરતા દાવો […]

લોકસભા ચૂંટણીઃ રાજ્યમાં ચૂંટણી કાર્યવાહીમાં રોકાયેલા કર્મચારીઓનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન

અમદાવાદઃ લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ તમામ તૈયારીઓને આખરીઓ ઓપ આપી રહ્યું છે. ત્યારે ચૂંટણી કાર્યવાહીમાં રોકાયેલા પોલીસ જવાન, હોમ ગાર્ડ જવાન, રેવન્યુ સ્ટાફ, તેમજ અન્ય કર્મચારીઓનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની પ્રક્રિયા આજરોજ ખંભાળિયા એસ.એન.ડી.ટી. સ્કૂલ ખાતે હાથ ધરવામાં આવી હતી. […]

લોકસભા ચૂંટણીઃ આણંદમાં 1000 દીવા પ્રગટાવી મતદાન અંગે સંદેશ અપાયો

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે. જે અંતર્ગત આણંદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૦૦૦ દીપને પ્રગટાવીને ”આણંદ કરશે મતદાન” નો સંદેશ આપવામાં આવ્યો હતો. જેનો શુભારંભ જિલ્લા ચૂંટણી અધિકારીએ દીપ પ્રગટાવી કર્યો હતો. સ્વીપના નોડલ […]

લોકસભા ચૂંટણીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં 3 સભાઓને ગજવશે

નવી દિલ્હીઃ ત્રીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પક્ષોનું પ્રચાર અભિયાન જોર પકડી રહ્યું છે. તાપમાનના પારાની સાથે ચૂંટણી પ્રચારમાં પણ ગરમાવો આવી રહ્યો છે. જો વાત કરીએ ભાજપના સ્ટાર પ્રચારક અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તેઓ દરરોજ એક થી વધુ જનસભાઓ કરી રહ્યા છે. આજે તેઓ પશ્ચિમ બંગાળની સાથે ઝારખંડમાં પણ […]

લોકસભા ચૂંટણીઃ ચૂંટણી પંચના સંવેદનશીલ આદિવાસી જૂથો સુધી પહોંચવાના વિશેષ પ્રયાસો

નવી દિલ્હીઃ જ્યારે વધુ વ્યક્તિઓ ભાગ લે છે ત્યારે ચૂંટણી વધુ અસરકારક બને છે. આ સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચ વર્ષોથી અથાક મહેનત કરી રહ્યું છે. આયોગે ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો સુધી પહોંચવા માટે વિશેષ પ્રયાસો કર્યા, જે અનુસૂચિત જનજાતિનો એક વિભાગ છે જે નિયમિત અનુસૂચિત જનજાતિ કરતાં વધુ સંવેદનશીલ છે. પંચે તેમને લોકતાંત્રિક […]

સમાચાર સાંભળી લોકોની સુધરી ગઇ સવાર, આટલો સસ્તો થયો એલપીજી સિલિન્ડર

લોકસભા ચૂંટણી 2024 વચ્ચે એલપીજી સિલિન્ડરના ગ્રાહકોને થોડી રાહત મળી છે. એલપીજી સિલિન્ડરના ભાવ 19 રૂપિયા બુધવારે ઘટી ગયા છે. એલપીજીના રેટમાં ઘટાડો ફક્ત કોમર્શિયલ સિલિન્ડરમાં થયો છે. ઘરેલુ સિલિન્ડરના ભાવમાં આ મહિને કોઇ ફેરફાર થયો નથી. આઇઓસીના અનુસાર દિલ્હીમાં 19 કિલોવાળા ઇન્ડેનના એલપીજી સિલિન્ડર એક મહિના એટલે કે આજથી 1764.50 રૂપિયાની જગ્યાએ 1745.50 રૂપિયામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code