1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

લોકસભા ચૂંટણીઃ ગાંધીનગરમાં મતદાન પૂર્વે સુરક્ષાદળો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયુ

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો ઉપર આગામી 7મી મેના રોજ મતદાન યાજોશે. જ્યારે સુરત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયાં છે. જ્યારે અન્ય 25મી બેઠકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગાંધીનગરમાં લોકસભા ચુંટણીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે અને સમગ્ર ચુંટણી મુક્ત […]

લોકસભા ચૂંટણીઃ અમિત શાહનો ફેક વીડિયો શેર કરવા મામલે તેલંગાણાના સીએમ રેડ્ડીને નોટિસ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ફેક વીડિયો શેર કરવા મામલે દિલ્હી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. દરમિયાન તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને દિલ્હી પોલીસે નોટિસ પાઠવી છે. તેમજ 1લી મેના રોજ પોતાનો પક્ષ રાખવા સુચન કર્યું છે. દિલ્હી પોલીસ તરફથી જાહેર કરાયેલી નોટિસમાં તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને પોતાનો મોબાઈલ ફોન લઈને આવવા કહેવામાં […]

લોકસભા ચૂંટણીઃ સ્મૃતિ ઈરાનીએ અમેઠી બેઠક ઉપરથી ઉમેદવારી ફોર્મ ભર્યું

લખનૌઃ ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સોમવારે ઉમેદવારી ફોર્મ દાખલ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સવારે અમેઠીના ગૌરીગંજમાં ભાજપના જિલ્લા કાર્યાલય પહોંચ્યાં હતા અને ત્યાંથી રોડ-શો યોજીને કલેક્ટર કચેરી પહોંચ્યાં હતા. જ્યાં તેમણે પોતાની ઉમેદવારી ફોર્મ દાખલ કર્યું હતું. સ્મૃતિ ઈરાનીની સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સહિત અનેક […]

EVM કઇ રીતે ચૂંટણીના પરિણામોને ચોક્કસ રીતે પ્રતિબબિંત કરે છે ? જાણો કઇ રીતે થાય છે કાઉન્ટિંગ

લોકસભા ચૂંટણી માટેના મતદાનની વચ્ચે સુપ્રીમ કોર્ટ VVPAT સાથે EVM મારફત પડેલા મતોના 100 ટકા મેચિંગની માંગ કરતી અરજી નામંજુર કરી ચૂકી છે… આ સાથે બેલેટ પેપરથી મતદાન કરાવવાની અરજી પણ ફગાવી દેવાઇ ચૂકી છે.. ત્યારે સવાલ એ થાય છે ઇવીએમમાં મતગણતરી કઇ રીતે થતી હોય છે.. અને શું એ ભરોસાપાત્ર છે કે નહીં.. ચાલો […]

જો મત ગણતરીમાં ગોટાળા થયા તો કાં તો મારી લાશ નીકળશે અથવા કલેક્ટરની… જાણો કોણે આપ્યું આ વિવાદિત નિવેદન

બલિયા લોકસભા સીટના સપા ઉમેદવાર સનાતન પાંડેએ શનિવારે જિલ્લા પ્રશાસનને સીધી ધમકી આપી છે. તેમણે કહ્યું કે જો આ વખતે જનતા મને વિજયી બનાવશે તો અમને કોઈ રોકી શકશે નહીં. મતગણતરીમાં કોઈપણ પ્રકારના ગોટાળા થશે તો કાં તો મારી લાશ નીકળશે અથવા કલેક્ટરની લાશ નીકળશે. આ સમગ્ર મામલો છે 2019માં 15 હજાર મતથી હાર્યા હતા […]

અમદાવાદઃ રિવરફ્રન્ટ પર મતદાન જાગૃતિ માટે ડ્રોન શો અને મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન

અમદાવાદઃ લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતગર્ત અમદાવાદ શહેર અને જિલ્લામાં 7 મી મેના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં વધુ ને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો થકી મતદારોની સહભાગીતા વધે એ સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર તેમજ અનેક ખાનગી સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ […]

લોકસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે દિલ્હીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને રાજીનામું સોંપીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. અરવિંદર સિંહ લવલીએ રાજીનામામાં લખ્યું છે કે, આમ આદમી પાર્ટી ઉપર ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આક્ષેપો થઈ રહ્યાં છે. તેમ […]

રાહુલ ગાંધી જે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે તે વાયનાડ બેઠકનું શું છે જાતિગત સમિકરણ ?

19 એપ્રિલે પ્રથમ તબક્કામાં 102 બેઠકો માટે મતદાન થયું હતું. હવે બીજા તબક્કામાં આજે કેરળની તમામ 20 સંસદીય ક્ષેત્રોમાં મતદાન શરૂ થઈ ગયું છે. કોંગ્રેસે ફરી એકવાર રાહુલ ગાંધીને આ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. સીપીઆઈના નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન વુમનના જનરલ સેક્રેટરી અને પાર્ટીના જનરલ સેક્રેટરી ડી રાજાના પત્ની એની રાજા રાહુલ ગાંધી સામે […]

કોંગ્રેસ-આરજેડી એસસી અને એસટીના અધિકારો છીનવી લેવા માંગે છેઃ નરેન્દ્ર મોદી

પટનાઃ બિહારમાં અરરિયા રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરજેડી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. આ દરમિયાન પીએમ મોદીએ આરજેડી-કોંગ્રેસને તેમના સૌથી મોટા મુદ્દા પર ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. અરરિયામાં ‘કર્ણાટક મુસ્લિમ આરક્ષણ’નો મુદ્દો ઉઠાવીને પીએમ મોદીએ કોંગ્રેસની સાથે આરજેડીની મુશ્કેલીમાં વધારો કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, આરજેડી અને કોંગ્રેસ સાથે […]

લોકસભા ચૂંટણીઃ અમદાવાદમાં 5000 શિક્ષકોએ બાઈક રેલી યોજી મતદાન અંગે જાગૃતિ ફેલાવી

અમદાવાદઃ લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મહત્તમ મતદાન થાય એ ઉદ્દેશથી અમદાવાદ કલેક્ટર કચેરી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-અમદાવાદ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-અમદાવાદ શહેર, જિલ્લા શિક્ષણાધિકારી- અમદાવાદ ગ્રામ્ય તેમજ સ્કૂલ બોર્ડના સહયોગથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતેથી અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કરે આ બાઈક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અમદાવાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code