1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

ચૂંટણી પહેલા ગુજરાત યુનિવર્સિટીમાં નમાજથી ઘર્ષણ એક ષડયંત્ર? વિવાદમાં પેદા થયેલા સવાલોના જવાબ તાત્કાલિક શોધવાની જરૂર

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં જાહેરમાં મંજૂરી વગર નમાજ પઢનારા વિદેશી વિદ્યાર્થીઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે વિવાદ અને ઘર્ષણની ઘટના દુખદ છે. તેનાથી વધારે દુખદ બાબત એ છે કે લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ આવા પ્રકારની ઘટના અમદાવાદ યુનિવર્સિટીમાં થાય છે અને તેના આધારે દેશ-દુનિયામાં ફરી એકવાર ગુજરાતને બદનામ કરવાની કોશિશો કેટલાક ફેક્ટ ચેકરિયાઓ અને કથિત […]

નમાજીએ થપ્પડ મારી હોવા છતાં ફેક ન્યૂઝ ફેલાવાના મામલે દિલ્હીમાં મોહમ્મદ ઝુબૈર સામે ફરિયાદ, મહિલા વકીલે કહ્યું- વીડિયોમાં દેખાય છે સચ્ચાઈ

નવી દિલ્હી: અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં અફઘાનિસ્તાનના એક નમાજ પઢનારા વિદ્યાર્થીએ એક અન્ય વિદ્યાર્થીને લાફો માર્યો, તેના પછી બબાલ શરૂ થઈ હતી. હવે આ મામલે અલ્ટ ન્યૂઝના સહસંસ્થાપક મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. મોહમ્મદ ઝુબૈર પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ છે. આ ફરિયાદ સાઈબર વિભાગમાં વકીલ ચાંદની પ્રીતિ વિજયકુમાર શાહે નોંધાવી છે. […]

19 એપ્રિલથી 7 તબક્કામાં લોકસભા ચૂંટણી, 4 જૂને પરિણામ જાહેર થશે

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની ભારતીય ચૂંટણી પંચે ઘોષણા કરી છે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં કરાવવાનું એલાન કર્યું છે. આ સિવાય સિક્કીમ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને આંધ્રપ્રદેશ એમ ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ લોકસભાની ચૂંટણી સાથે યોજાવાની છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેએ વોટિંગ થશે.  મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે સૌથી પહેલા ચૂંટણીની તારીખોનું […]

લોકસભા ચૂંટણીઃ ઈવીએમ 100 ટકા સલામત હોવાનો ચૂંટણીપંચનો દાવો

નવી દિલ્હીઃ ઈવીએમ કોઈ દિવસ હેક થયું નથી. ઈવીએમને લઈને 40 વખત કોર્ટમાં અરજી થઈ છે, તમામ વખતે આ ઈવીએમ સામેની અરજીઓ રદ કરવામાં આવી છે. હવે આવી અરજીમાં અરજદારને દંડ પણ ફટકારવામાં આવે છે. ઈવીએમ 100 ટકા સેફ છે. ઈવીએમના નંબર અને ક્યા બુથ ઉપર જશે તેની માહિતી પણ ઉમેદવારને આપવામાં આવશે. જેથી તેમાં […]

લોકસભા ચૂંટણીઃ દેશમાં 96.8 કરોડ મતદારો, 1.82 કરોડ યુવાનો પ્રથમવાર કરશે મતદાન

નવી દિલ્હીઃ દેશમાં આગામી દિવસોમાં યોજનારી લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. દેશમાં હાલ લગભગ 96.8 કરોડ જેટલા મતદારોમાં છે. જે પૈકી 49.7 કરોડ પુરુષ અને 47 કરોડ મહિલા મતદારો છે. જ્યારે લગભગ 1.82 કરોડ મતદારો પ્રથમવાર લોકસભાની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીપંચ દ્વારા છેલ્લા ઘણા સમયથી નવા મતદારોને […]

લોકસભામાં મહિલા સાંસદો: 1951-52થી 2019ની 17મી લોકસભામાં કેવી રીતે બદલાયા હતા આંકડા?

નરેન્દ્ર મોદી સરકારે પોતાની બીજી ટર્મમાં ઘણાં મહત્વના બિલ પારીત કર્યા છે. તેમાથી એક બિલ મહિલા અનામતને લગતું નારી શક્તિવંદન બિલ છે. જેના પ્રમાણે, મહિલાઓને લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં 33 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે. 1951-52ની પહેલી લોકસભામાં 22 મહિલા સાંસદો હતી અને 17મી લોકસભામાં તેમની સંખ્યા 66ની થઈ છે. આ 54 વર્ષના સમયગાળામાં […]

1951-52થી 2019: સ્વંતંત્રતા બાદથી અત્યાર સુધીમાં કેટલીવાર યોજાઈ લોકસભા ચૂંટણી, શું રહ્યા પરિણામ?

નવી દિલ્હી: ભારતીય ચૂંટણી પંચ શનિવારે આગામી લોકસભા ચૂંટણીની તારીખોની ઘોષણા કરી રહ્યું છે. 1952માં લોકસભાની પહેલી ચૂંટણી થઈ અને ત્યારથી અત્યાર સુધીમાં કુલ 17 વખત સંસદના નીચલા ગૃહની ચૂંટણી યોજાઈ ચુકી છે. હવે 18મી લોકસભા ચૂંટણીનો શંખનાદ થઈ રહ્યો છે.   1951-52ની પહેલી લોકસભા ચૂંટણી- અંગ્રેજોથી દેશની આઝાદી બાદ પહેલીવાર લોકસભા માટે 1951-52માં ચૂંટણી […]

ભાજપ સાથે સીધી ટક્કરવાળી બેઠકો પર INDIA ગઠબંધનની રાહ આસાન નથી, જાણો ક્યાં રાજ્યની કેવી છે સ્થિતિ?

નવી દિલ્હી: દેશમાં ઘણી એવી બેઠકો છે, જેના પર કોંગ્રેસ અને ભાજપનો સીધો મુકાબલો થવાનો છે. ગત બે લોકસભા ચૂંટણીમાં વિપક્ષને આ બેઠકો પર ભાજપની સામે શિકસ્ત મળી છે. આ વખતે કોંગ્રેસ ગઠબંધનની કોશિશ છે કે મુકાબલો ભલે સીધો થાય, પરંતુ ઉમેદવારોને તમામ સહયોગી પક્ષોનો પુરો સહયોગ મળે. ઉમેદવારોની પસંદગીમાં પણ આવી રણનીતિ અપનાવાય રહી […]

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની આહટ, ગૃહ મંત્રાલયે યાસિન મલિકના જૂથ સહીત ઘણાં આતંકી સંગઠનો પર લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે શનિવારે યાસિન મલિકના આતંકી સંગઠન જેકેએલએફ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને આગામી પાંચ વર્ષ માટે લંબાવી દીધો છે. સરકારે તેને ગેરકાયદેસર એસોસિએશન જાહેર કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ છે કે જેકેએલએફનું (યાસિન મલિક જૂથ) જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને અલગતાવાદને પ્રોત્સાહિત કરનારી ગતિવિધિઓમાં સામેલ છે. યાસિન મલિક સિવાય ગૃહ […]

ગુજરાતમાં લોકસભાની સાથે વિધાનસભાની 6 બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે, આજે થશે જાહેરાત

અમદાવાદઃ  દેશભરમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આજે શનિવારે બપોર બાદ લાકસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત કરવામાં આવશે. જેમાં મતદાન તારીખથી લઈને મતગણતરી સહિતની તમામ વિગતો જાહેર કરાશે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની ચૂંટણીની સાથે  ખાલી પડેલી છ વિધાનસભા બેઠકોની પેટા-ચૂંટણી પણ યોજાશે. વિધાનસભાની 6 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ ઉમેદવારોના નામની વિધિવત જાહેરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code