1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

એનઆઈએમસીજેમાં “મેરા પહેલા વોટ દેશ કે લિયે” યુવા મતદાર જાગૃતિ અભિયાન યોજાશે

અમદાવાદ: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન પ્રેરિત નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે) ખાતે આગામી બુધવારે, છ માર્ચના રોજ “મેરા પહેલા વોટ દેશ કે લિયે” યુવા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે. ઉદ્યોગ મંત્રીના અંગત સચિવ અને એડિશનલ કલેકટર પ્રદીપસિંહ રાઠોડ વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા અને મતદાન જાગૃતિ વિશે માહિતી આપશે. […]

યુપીની બારાબંકીથી ભાજપના ઉમેદવાર ઉપેન્દ્રસિંહ રાવત ચૂંટણી નહીં લડે, વાયરલ વીડિયો બાદ લીધો નિર્ણય

લખનૌ: ઉત્તરપ્રદેશના બારાબંકીથી સાંસદ ઉપેન્દ્રસિંહ રાવતે ભાજપની ટિકિટ પાછી આપી દીધી છે. સાંસદનો એક કથિત અશ્લિલ વીડિયો વાયરલ થયો હતો, તેના પછી તેમણે પોતાની દાવેદારી પાછી ખેંચી છે. ઉપેન્દ્રસિંહ રાવતે એક્સ પર લખ્યુ છે કે મારો એક એડિટેડ વીડિયો વાયરલ કરાય રહ્યો છે, જે ડીપફેક એઆઈ તકનીક દ્વારા જનરેટેડ છે, તેની એફઆઈઆર મેં નોંધાવી છે. […]

મોદી કા પરિવાર: ભાજપના નેતાઓનો નવો પરિચય, લાલુએ કરી રાહુલ જેવી ભૂલ?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024થી પહેલા ભાજપ મોટો પ્રયોગ કરતું દેખાય રહ્યું છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ સોશયલ મીડિયા પર નામની આગળ મોદી કા પરિવાર જોડી રહ્યા છે તેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહીતના ઘણાં દિગ્ગજોના નામ સામેલ છે. સોમવારે એક રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ  ‘મૈં […]

Lok Sabha Election 2024: પશ્ચિમ બંગાળનું રાજકીય સમીકરણ, શું છે જાતિ-ધર્મનું ગણિત?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં આ વખતે પશ્ચિમ બંગાળની ધરતી પરથી રાજકારણની દિશા નક્કી થવાની છે. જ્યારથી રાજ્યમાં ભાજપનું ઉત્થાન થયું છે, બંગાળનું રાજકારણ પણ બદલાતું જોવા મળ્યું છે. એક તરફ લેફ્ટ નભલું પડયું છે, તો ભાજપ એટલું જ મજબૂત દેખાય રહ્યું છે. સ્થિતિ એવી બની ચુકી છે કે તૃણમૂલ કોંગ્રેસ સત્તામાં છે અને ભાજપ મુખ્ય […]

Lok sabha elections 2024: કુમાર વિશ્વાસ અને નુપૂર શર્મા લડશે યુપીથી ચૂંટણી, વીઆઈપી બેઠક પરથી ભાજપ ટિકિટ આપે તેવી શક્યતા

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની ઘોષણાના કાઉન્ટડાઉન વચ્ચે તમામ રાજકીય પક્ષોએ કમર કસવાનું શરૂ કર્યં છે. ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચાર દરમિયાન સંયમ રાખવાની સલાહ આપી રહ્યું છે. ત્યારે અહેવાલ છે કે ભાજપ રાયબરેલી બેઠક પર કોઈ બ્રાહ્મણ ચહેરાને મેદાનમાં ઉતારવાની તૈયારીમાં છે. રાયબરેલીથી ભાજપના ઉમેદવાર તરીકે જે કેટલાક નામો ચર્ચામાં છે, […]

લોકસભા ચૂંટણી 2024: પહેલા ઈલેક્શનથી અત્યાર સુધી વસ્તીમાં ચાર ગણો-વોટર્સના 6 ગણો વધારો, વોટિંગમાં 21%ની છલાંગ

નવી દિલ્હી: આગામી દિવસોમાં લોકસભા ચૂંટણીની તારીખોની ઘોષણા થવાની છે. ગત કેટલાક માસથી ચૂંટણી પંચ મતદાતા યાદીને અપડેટ કરી રહ્યું છે. ઉમેદવારોના નામાંકનની આખરી તારીખ સુધીમાં યાદીને અપડેટ કરવાનું ચાલુ રહેશે. ચૂંટણી પંચે ફેબ્રુઆરીની શરૂઆતમાં કહ્યુ હતુ કે અત્યાર સુધી તેણે 96.9 કરોડ મતદાતાને રજિસ્ટર્ડ કર્યા છે, જે 2019ની લોકસભા ચૂંટણી કરતા 6 ટકા વધુ […]

હિમાચલમાં કૉંગ્રેસની સરકાર તો બચી ગઈ, પણ લોકસભા ચૂંટણીમાં સમીકરણો બદલાશે

શિમલા: હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની બેઠકો ગુમાવ્યા બાદ કોંગ્રેસે તાત્કાલિક અસરથી પોતાની સરકારને તો બચાવી લીધી છે. પરંતુ તેની સામે હવે સૌથી મોટું સંકટ લોકસભાની ચૂંટણી છે, કારણ કે 6 બળવાખોર ધારાસભ્યો પર કાર્યવાહી બાદ તેમના પ્રભાવવાળા વિસ્તારો પર પાર્ટીને મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. હિમાચલ પ્રદેશની રાજનીતિ પર પકડ ધરાવનારા વિશેષજ્ઞોનું કહેવું છે […]

Lok Sabha Elections 2024: શા માટે થઈ રહી છે 2004 અને 2024ની ચૂંટણીની સરખામણી?

નવી દિલ્હી: 2014 અને 2019ની લોકસભાની ચૂંટણી હિંદુત્વ કરતા વધારે વિકાસ અને રાષ્ટ્રવાદના મુદ્દા પર લડાયેલી ચૂંટણીઓ હતી. 2024ની લોકસભાની ચૂંટણી પણ રાષ્ટ્રવાદના નામે જ લડાશે. પરંતુ આમા હિંદુત્વનું એક બહુ મોટું ફેક્ટર હશે. 2024ની લોકસભાની ચૂંટણીની 20 વર્ષ પહેલા યોજાયેલી 2004ની ચૂંટણી સાથે સરખામણી થઈ રહી છે. ઘણાં વિશેષજ્ઞોનું માનવું છે કે બંને ચૂંટણીઓની […]

દ્વારકામાં પીએમ મોદીની અંડરવોટર ડૂબકી આહીરો માટે પણ એક મેસેજ, જાણો લોકસભા ચૂંટણી પહેલા ભાજપનો શું છે ટાર્ગેટ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ગુજરાતના દ્વારકામાં અંડરવોટર દ્વારકા નગરીમાં પૂજાઅર્ચના કરી હતી. રવિવારે પીએમ મોદીની પૌરાણિક જળમગ્ન દ્વારકા નગરીમાં પાણીની અંદર ભગવાન કૃષ્ણની પૂજા કરતી તસવીરો અને વીડિયો ચર્ચામાં રહ્યા હતા. તો બીજી તરફ સૌરાષ્ટ્રની બે દિવસની મુલાકાત દરમિયાન આહીર જાતિ સુધી પહોંચ બનાવવાની તેમની કોસિશ પર કોઈનું ધ્યાન ગયું નથી. વડાપ્રધાન મોદીએ […]

ભાજપનું મિશન-370 થશે પુરું, વિપક્ષની ઉંઘ ઉડાડશે લેટેસ્ટ ઓપિનિયન પોલ

નવી દિલ્હી: ઝી ન્યૂઝના એક લેટેસ્ટ ઓપિનિયન પોલમાં દાવો કરાયો છે કે જો આજે ચૂંટણીઓ થઈ જાય તો એનડીએને 377 બેઠકો પ્રાપ્ત થશે. લોકભા ચૂંટણીને હવે કેટલાક મહિનાઓનો સમય છે અને તમામ પાર્ટીઓ તરફથી જમીન પર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો આના સંદર્ભે ભાજપ માટે એકલા જ 370 પ્લસનો ટાર્ગેટ સેટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code