1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

હવે ભારતીય કંપનીઓ ચીનમાંથી દૂર્લભ રેર અર્થ મેગ્નેટની આયાત કરી શકશે

નવી દિલ્હીઃ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું કે કેટલીક ભારતીય કંપનીઓને ચીનમાંથી દુર્લભ ભૂમિ ચુંબકો (રેર અર્થ મેગ્નેટ)ના આયાત માટે લાઇસન્સ પ્રાપ્ત થયા છે. આ ચુંબકોના આયાત માટે ઓછામાં ઓછા ત્રણ ભારતીય કંપનીઓ — કોન્ટિનેન્ટલ ઈન્ડિયા, હિતાચી અને જય ઉશિનને પ્રાથમિક સરકારી મંજૂરી મળી ગઈ છે. આ ત્રણેય કંપનીઓ ભારતના ઓટોમોટિવ અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ […]

રાષ્ટ્રીય એકતા દિવસ : નરેન્દ્ર મોદીએ લીધી રાષ્ટ્રીય એકતાની શપથ

એકતા નગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગુજરાતના એકતા નગર ખાતે નર્મદા નદી પર સ્થિત સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના અવસર પર લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પિત કરી અને શ્રદ્ધાંજલિ આપી હતી.  સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિના ઉપક્રમે એકતા નગર ખાતે ભવ્ય પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભારતની “વૈવિધ્યમાં […]

મહિલા ક્રિકેટ વર્લ્ડ કપઃ 2 નવેમ્બરે ભારતીય ટીમ ફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે ટકરાશે

મુંબઈઃ ડિફેન્ડીંગ ચેમ્પીયન ઓસ્ટ્રેલીયાને હરાવી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.ICC મહિલા વર્લ્ડ કપ 2025ની બીજી સેમીફાઈનલમાં ગુરૂવારે (30 ઓક્ટોબર) ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને ઈતિહાસ રચ્યો છે. આ જીત સાથે જ ભારત વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ગયું છે. હવે 2 નવેમ્બરે ભારતીય ટીમ ફાઈનલમાં સાઉથ આફ્રિકા […]

AI સહકાર મજબૂત કરવા માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલા ડિસેમ્બરમાં ભારત પ્રવાસે આવશે

નવી દિલ્હી: ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના વધતા પ્રભાવ અને ટેક્નોલોજીકલ ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલા ડિસેમ્બર મહિનામાં ભારતની મુલાકાત લેશે. અહેવાલ મુજબ, નડેલા દિલ્હી, મુંબઈ અને બેંગલુરુની મુલાકાત લેશે, જ્યાં તેઓ સરકારી અધિકારીઓ, ઉદ્યોગજગતના અગ્રણીઓ તેમજ કંપનીના કર્મચારીઓ સાથે મુલાકાત કરશે.  નડેલા તેમના પ્રવાસ દરમિયાન એઆઈ સંબંધિત અનેક મહત્વપૂર્ણ કોન્ફરન્સોમાં હાજરી […]

અમેઠીમાં AK-203 અસોલ્ટ રાઇફલનું સ્વદેશી ઉત્પાદન હવે અંતિમ તબક્કામાં: 100 ટકા ઇન્ડિજેનાઇઝેશનનો લક્ષ્ય

અમેઠીઃ ભારતના રક્ષણ ક્ષેત્રમાં સ્વદેશી ઉત્પાદન તરફ એક મોટું માઇલસ્ટોન નોંધાવા જઈ રહ્યું છે. અમેઠી સ્થિત ઇન્ડો-રશિયન રાઇફલ્સ પ્રાઇવેટ લિમિટેડ (IRRPL) દ્વારા બનેલી AK-203 અસોલ્ટ રાઇફલ, જેનું ભારતીય નામ ‘શેર’ રાખવામાં આવ્યું છે, હવે 100 ટકા સ્વદેશી બનવાના આરે છે. કંપનીએ જાહેરાત કરી છે કે ડિસેમ્બર 2025 સુધી સંપૂર્ણ સ્વદેશીકરણ પૂર્ણ થઈ જશે. આ રાઇફલ […]

હવે મારે રસ્તા પર જઈને પોસ્ટર લગાવવાની જરૂર નથીઃ હર્ષવર્ધન રાણે

મુંબઈ: અભિનેતા હર્ષવર્ધન રાણે અને અભિનેત્રી સોનમ બાજવા અભિનીત રોમેન્ટિક ફિલ્મ ‘એક દિવાને કી દિવાનિયત’ હાલ બોક્સ ઑફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મે રિલીઝના માત્ર 9 દિવસમાં 52 કરોડ રૂપિયાથી વધુનો વ્યવસાય કર્યો છે. સિનેમા હોલોમાં હજી પણ દર્શકોમાં ફિલ્મ માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક કાર્યક્રમમાં અભિનેતા હર્ષવર્ધન રાણેએ જણાવ્યું હતું કે, […]

ચાબહાર બંદર પ્રોજેક્ટ પર અમેરિકાએ ભારતને 6 મહિનાની રાહત આપી

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે જણાવ્યું હતું કે, અમેરિકા દ્વારા ચાબહાર બંદર પ્રોજેક્ટ પર લાગુ પ્રતિબંધોમાંથી ભારતને 6 મહિનાની છૂટ આપવામાં આવી છે. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં તાજેતરમાં આવેલું તણાવ હવે ઘટતું જણાય છે. રશિયાથી કાચા તેલની ખરીદીના કારણે બંને દેશો વચ્ચે અણબનાવ સર્જાયો હતો, પરંતુ હવે અમેરિકી રાષ્ટ્રપતિ […]

પાકિસ્તાનની સરહદ પાસે ભારતનો સૌથી મોટા સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘ત્રિશૂલ’ની શરૂઆત

નવી દિલ્હી: ભારતે આજે ગુરુવારથી પાકિસ્તાનની સરહદની નજીક તેના અત્યાર સુધીના સૌથી મોટા સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘ત્રિશૂલ’ ની શરૂઆત કરી છે. આ ટ્રાઈ-સર્વિસ (આર્મી, નૌસેના અને વાયુસેના) અભ્યાસ 10 નવેમ્બર સુધી ચાલશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 3 નવેમ્બરથી આ અભ્યાસ તેની વાસ્તવિક ગતિ પકડશે. આ ‘ઓપરેશન સિંદૂર’ પછીનો ભારતનો પ્રથમ મોટો સૈન્ય અભ્યાસ છે. ત્રિશૂલ અભ્યાસનો […]

સરદાર પટેલ માત્ર નેતા નહોતા, પરંતુ એક વિચારધારા હતાઃ અમિત શાહ

પટનાઃ બિહારમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે અને રાજકીય પાર્ટીઓ દ્વારા રેલીઓ અને સભાઓ ગજવવામાં આવી રહી છે. દરમિયાન કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ હાલમાં પટણામાં છે, જ્યાં તેમણે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. આ પ્રેસ કોન્ફરન્સ મુખ્યત્વે 31 ઑક્ટોબર – રાષ્ટ્રીય એકતા દિવસ (સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ)ને ધ્યાનમાં રાખીને યોજાઈ હતી. અમિત શાહે જણાવ્યું […]

બ્રાઝીલઃ ડ્રગ્સ કોર્ટેલ અને પોલીસ વચ્ચે અથડામણમાં 119ના મોત, પોલીસ કાર્યવાહી સામે ઉઠ્યાં સવાલ

બ્રાઝીલની રાજધાની રિયો ડી જનેરિયોમાં તાજેતરમાં થયેલી પોલીસ કાર્યવાહીએ સમગ્ર શહેરને દચાવી નાંખ્યું છે. ડ્રગ્સ કાર્ટેલ વિરુદ્ધ હાથ ધરાયેલું આ ઓપરેશન અત્યાર સુધીનું સૌથી મોટું ગણાય છે. આ હિંસક અથડામણમાં 119 લોકોના મોત થયા છે. બીજી તરફ મૃતકોના પરિવારજનોએ તેમના સ્વજનોની લાશો રસ્તા કિનારે લાઈનમાં મૂકી વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે શહેરમાં ભય અને આક્રોશનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code