1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

પાકિસ્તાન ગાઝામાં હમાસના ખાતમા માટે 20 હજાર સૈનિક મોકલશે, મુનીરની મોસાદ સાથે બેઠક યોજાઈ

પાકિસ્તાન ગાઝા પટ્ટીમાં ઇન્ટરનેશનલ સ્ટેબિલાઇઝેશન ફોર્સ (ISF) હેઠળ 20,000 સુધીના સૈનિક મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ ફોર્સની રચના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલ પર થઈ રહી છે, અને તેનો મુખ્ય હેતુ હમાસનો અંત લાવવો અને વિસ્તારમાં સ્થિરતા લાવવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ નિર્ણય પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિમ મુનીર, અમેરિકાની CIA અને ઇઝરાઇલની […]

દાઉદ ઈબ્રાહિમને જીવનમાં ક્યારેય જોયો નથીઃ મમતા કુલકર્ણી

ગોરખપુર: 90ના દાયકાની બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી રહી ચૂકેલી અને હવે સાધ્વી બનેલી મમતા કુલકર્ણી ફરી એક વાર ચર્ચામાં આવી છે. ગોરખપુરના પીપીગંજ ખાતે યોજાયેલા કિન્નર અખાડાના છઠ્ઠ ભજન કાર્યક્રમમાં હાજર રહેલી મમતાએ મીડિયાના પ્રશ્નોના જવાબ આપતાં દાઉદ ઇબ્રાહિમ સાથેના સંબંધના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા. મમતાએ કહ્યું, “મારો દાઉદ ઇબ્રાહિમ સાથે દૂર સુધી કોઈ સંબંધ […]

એકતાનગરમાં પ્રવાસીઓની સુવિધા માટે 25 નવી ઈ-બસો ઉમેરાશે

ભરૂચઃ નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત એકતા નગરમાં બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસર પર તા.31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ એકતા નગરને અનેક વિકાસ કાર્યો અને પ્રવાસન આકર્ષણોની ભેટ આપશે. આ […]

રોહિત શર્માએ ICC ODI રેન્કિંગમાં બેટ્સમેનોમાં પ્રથમ સ્થાન મેળવ્યું

ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીમાં તેની પ્રભાવશાળી ઇનિંગ્સ બાદ, રોહિત શર્માએ ICC ODI રેન્કિંગમાં બેટ્સમેનોમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. 38 વર્ષીય ખેલાડી આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો છે. ODI ફોર્મેટમાં 33 સદી ફટકારનાર રોહિત શર્માએ દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી (74*) સાથે અતૂટ ભાગીદારી કરીને ભારતને ત્રીજી ODIમાં 9 વિકેટથી શાનદાર વિજય અપાવ્યો. […]

ભારત-EU વચ્ચે મુક્ત વેપાર કરાર અંગે ચર્ચા થઈ

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે બ્રસેલ્સની મુલાકાત લીધી હતી અને યુરોપિયન કમિશનર ફોર ટ્રેડ એન્ડ ઇકોનોમિક સિક્યુરિટી મારોસ સેફોવિચ અને તેમની ટીમ સાથે ચાલી રહેલા ભારત-EU ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) વાટાઘાટોને લગતા પડતર મુદ્દાઓ પર ઉપયોગી અને અર્થપૂર્ણ ચર્ચાઓ કરી હતી. બંને પક્ષોએ ફેબ્રુઆરી 2025માં કોલેજ ઓફ કમિશનર્સની નવી દિલ્હીની મુલાકાત […]

પ્રધાનમંત્રી 30-31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાત લેશે. 30 ઓક્ટોબરે, પ્રધાનમંત્રી કેવડિયામાં એકતા નગરની મુલાકાત લેશે અને ત્યાં લગભગ 5:15 વાગ્યે ઈ-બસોને લીલી ઝંડી આપશે. લગભગ 6:30 વાગ્યે તેઓ એકતા નગરમાં રૂ. 1,140 કરોડથી વધુના વિવિધ માળખાગત અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. 31 ઓક્ટોબરે લગભગ સવારે 8 વાગ્યે પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી […]

નાણાકીય વર્ષ 26 ના પ્રથમ છ મહિનામાં મજબૂત નાણાકીય કામગીરી સાથે અદાણી ગ્રીનના ઊર્જા વેચાણમાં વાર્ષિક ધોરણે 39%નો વધારો

અમદાવાદ, ૨૮ ઓક્ટોબર ૨૦૨૫: ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી પ્યોર-પ્લે રિન્યૂએબલ એનર્જી (RE) કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) એ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ પૂરા થતા સમયગાળા માટે નાણાકીય પરિણામો જાહેર કર્યા છે, જે નોંધપાત્ર વૃદ્ધિ અને કાર્યકારી શ્રેષ્ઠતા દર્શાવે છે.  નાણાકીય કામગીરી – નાણાકીય વર્ષ 26 ના બીજા અને ત્રીજા ક્વાર્ટર:  […]

બિહાર ચૂંટણીમાં આવ્યો ગરમાવો, RJD ના ચૂંટણી વચનોને BJP એ અવાસ્તવિક ગણાવ્યાં

પટનાઃ ગાયિકા અને બિહારના અલીનગર વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર, મૈથિલી ઠાકુરે બુધવારે (29 ઓક્ટોબર) રાષ્ટ્રીય જનતા દળ (RJD) નેતા તેજસ્વી યાદવના તાજેતરના ચૂંટણી વચનની આકરી ટીકા કરી હતી. તેમણે કહેલું કે, જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો બિહારના દરેક ઘરમાં એક વ્યક્તિને સરકારી નોકરી મળશે. આકરા પ્રત્યુત્તરમાં મૈથિલી ઠાકુરે કહ્યું કે, ‘આવા વચનો અવાસ્તવિક છે અને […]

ટ્રમ્પે રશિયન ઓઈલ અને ટેરિફ વિવાદ વચ્ચે ફરી એકવાર નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી

વેપાર કરાર ઉપર ઝડપથી હસ્તાક્ષર થશે ટ્રમ્પે નરેન્દ્ર મોદીને મજબુત નેતા ગણાવ્યાં આયાત શુલ્કને અમેરિકાની તાકાત દર્શાવી નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે રશિયન ઓઈલ તથા ટેરિફ મામલે વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ દક્ષિયા કોરિયામાં એશિયા-પ્રશાંત આર્થિક સહયોગ(એપીઈસી) સંમેલનમાં ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસંશા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી […]

રવિ મોસમ માટે 37 952 કરોડ રૂપિયાની સહાય મંજૂર કરાઈ

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રીમંડળે આઠમા કેન્દ્રીય પગાર પંચની રચનાને મંજૂરી આપી. નવી દિલ્હીમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું, પંચ તેની રચનાની તારીખથી 18 મહિનામાં પોતાની ભલામણો રજૂ કરશે. તેમણે કહ્યું, પંચમાં એક અધ્યક્ષ, એક અંશકાલિક સભ્ય અને એક સભ્ય સચિવ હશે. સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં કેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code