1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

T20 વિશ્વકપઃ ભારત મુદ્દે પાકિસ્તાનની નીતિ પર બાંગ્લાદેશ ભડક્યું

નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી 2026: ટી20 વિશ્વકપ 2026ની શરૂઆત પહેલા જ ક્રિકેટ જગતમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. બાંગ્લાદેશ બાદ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ 15 ફેબ્રુઆરીએ ભારત સામે રમાનારી હાઈવોલ્ટેજ ગ્રુપ મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનનો આ નિર્ણય માત્ર આઈસીસી (ICC) માટે જ નહીં, પરંતુ તેના સાથી ગણાતા બાંગ્લાદેશ માટે પણ […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના ત્રણ દિવસના પ્રવાસે

જમ્મુ, 05 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ અને કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે જમ્મુ આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન, ગૃહમંત્રી રાજ્યના વર્તમાન સુરક્ષા-વિકાસલક્ષી દૃશ્યનો અભ્યાસ કરવા ઉપરાંત સરહદી વિસ્તારોની મુલાકાત લેશે. તેઓ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સરકારી નોકરીઓ માટે નિમણૂક પત્રોનું વિતરણ પણ કરશે અને કેટલાક રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળશે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ […]

જમ્મુ-કાશ્મીર: આતંકવાદીઓએ ગુફાનો ઉપયોગ ઢાલ તરીકે કર્યો, સૈનિકોએ તેને કબર બનાવી દીધી

ઉધમપુર, 05 ફેબ્રુઆરી 2026: આતંકવાદીઓ લાંબા સમયથી ગાઢ જંગલો, ઉંચી ટેકરીઓ અને સાંકડી કુદરતી ગુફાઓનો લાભ લઈને સુરક્ષા દળોથી છટકી રહ્યા છે. આ વખતે પણ, બસંતગઢ વિસ્તારના જંગલોમાં છુપાયેલા જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ એક ગુફાનો ઉપયોગ પોતાની ઢાલ તરીકે કર્યો હતો, પરંતુ તે જ ગુફા તેમનું છેલ્લું આશ્રયસ્થાન અને અંતે તેમની કબર બની ગઈ. સુરક્ષા દળોની કાર્યવાહી […]

અદાણી એનર્જી સોલ્યુશન્સ દ્વારા ડિસ્કોમ્સમાં ૧ કરોડ સ્માર્ટ મીટરનું સીમાચિહ્નરૂપ વિતરણ

અમદાવાદ, ૦૫ ફેબ્રુઆરી ૨૦૨૬: સંકલિત ઉર્જા ઉકેલો પૂરા પાડતી ભારતની ટોચની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.(AESL) ડિસ્કોમ્સમાં ૧ કરોડ વીજ સ્માર્ટ મીટર સફળતાપૂર્વક પૂરા પાડી ભારતની જ નહી પરંતુ સંભવત વૈશ્વિક સ્તરની પ્રથમ કંપની બની છે. આગામી નાણાકીય વર્ષમાં બીજા ૧ કરોડ સ્માર્ટ મીટર પહોંચાડવાનું લક્ષ્ય છે.. ભારતના અદ્યતન મીટરીંગ આંતરમાળખાકીય સેવા પૂરી પાડવામાં અવ્વલ નંબરની […]

UPSC: પાત્રતાના નિયમોમાં મોટા ફેરફાર, હવે સેવા બદલવી કે ફરી પરીક્ષા આપવી સરળ નહીં રહે

નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી 2026: સંઘ લોક સેવા આયોગ (યુપીએસસી) દ્વારા સિવિલ સેવા પરીક્ષા (સીએસઈ) 2026 માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ વર્ષે આયોગે પાત્રતાના નિયમો અને ‘એટેમ્પ્ટ’ (પ્રયાસો) ને લઈને અત્યંત મહત્વપૂર્ણ અને કડક ફેરફારો કર્યા છે. ખાસ કરીને જે ઉમેદવારો અગાઉથી આઈએએસ, આઈપીએસ કે આઈએફએસ જેવી સેવાઓમાં નિયુક્ત છે, તેમના માટે […]

તેલંગાણામાં મંદિરો પરના હુમલા મામલે નીતિન નબીનની કોંગ્રેસને ચેતવણી

હૈદરાબાદ, 5 ફેબ્રુઆરી 2026: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને તેલંગાણામાં વધતી જતી સાંપ્રદાયિક તંગદિલી અને મંદિરો પર થઈ રહેલા કથિત હુમલાઓને મુદ્દે કોંગ્રેસ સરકારને આડે હાથ લીધી છે. એક જનસભાને સંબોધતા તેમણે ગંભીર આરોપ લગાવ્યો હતો કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં અનેક મંદિરોને નિશાન બનાવી તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં […]

હૈદરાબાદમાં હવે નશામાં વાહન ચલાવનારને હવે નોકરી ગુમાવવી પડશે

હૈદરાબાદ, 5 ફેબ્રુઆરી 2026: તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં વધી રહેલા માર્ગ અકસ્માતોને રોકવા માટે ટ્રાફિક પોલીસે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. અત્યાર સુધી નશામાં ગાડી ચલાવનારાઓ માત્ર દંડ ભરીને છૂટી જતા હતા, પરંતુ હવે પોલીસે એવો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે જેનાથી ગુનેગારોની નોકરી પર પણ તલવાર લટકશે. શહેર પોલીસ હવે નશામાં પકડાયેલા લોકોની વિગતો સીધી […]

ભારત કોઈ પણ સપ્લાયર પાસેથી ઓઈલ ખરીદવા માટે આઝાદઃ રશિયા

નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી 2026: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક તાજેતરના નિવેદને ભારત, અમેરિકા અને રશિયા વચ્ચેના ત્રિપક્ષીય રાજદ્વારી સંબંધોમાં ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત સાથેના નવા વ્યાપાર કરાર હેઠળ નવી દિલ્હી રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે અને અમેરિકી સામાનની આયાત વધારશે. જોકે, આ દાવા વચ્ચે રશિયાએ મૌન તોડતા […]

ચાલુ વર્ષે પાણીના સંગ્રહ માટે તળાવો ઊંડા કરવાની કામગીરી વહેલી શરૂ કરાશે

ગાંધીનગર, 05 ફેબ્રુઆરી 2026: ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ ચાલુ વર્ષે ચોમાસા પહેલા જળ અભિયાનના કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે રાજ્યભરમાં “સુજલામ સુફલામ જળ અભિયાન” ફેબ્રુઆરી માસથી જ શરૂ કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત આ અભિયાન આગામી તા. 21 […]

UP: ચાઈનીઝ દોરીથી મોતના બનાવમાં હત્યાના ગુના હેઠળ કાર્યવાહી થશે

ચાઈનીઝ દોરી મામલે CM યોગીએ અધિકારીઓને કર્યા નિર્દેશ દોરીને ઝડપી લેવા માટે વિશેષ અભિયાન શરૂ કરવા આદેશ પ્રતિબંધિત દોરીના વેચાણને લઈને અધિકારીઓને CM એ ખખડાવ્યાં લખનૌ, 5 ફેબ્રુઆરી 2026: ઉત્તરપ્રદેશમાં ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સતત બની રહેલી ઘટનાને ગંભીરતાથી લઈને સીએમ યોગીએ આ નિર્ણય લીધો છે. હવે ઉત્તરપ્રદેશમાં ચાઈનીઝ દોરીના ઉપયોગ ઉપર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code