1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

ઝારખંડમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં ઇનામી નક્સલી સહિત 15 માઓવાદીઓ ઠાર મરાયાં

રાંચી, 22 જાન્યુઆરી 2026: ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના નક્સલ પ્રભાવિત સારંડા જંગલ વિસ્તારમાં સુરક્ષાદળોએ નક્સલવાદ વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી સફળતા મેળવી છે. ભીષણ અથડામણમાં સુરક્ષાદળોએ 1 કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતા ટોચના માઓવાદી નેતા પતિરામ માંઝી ઉર્ફે ‘અનલ દા’ સહિત 15 નક્સલીઓને ઠાર માર્યા છે. ઝારખંડ પોલીસના આઈજી માઈકલ રાજે આ અથડામણની પુષ્ટિ કરતા જણાવ્યું […]

ભારતીય રેલવે ઉપર 6 મહિનામાં પથ્થરમારાના 1698 કેસ નોંધાયાં, 665 લોકોની ધરપકડ

નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2026: ભારતીય રેલવે વિવિધ રેલવે ઝોનમાં ટ્રેનો પર પથ્થરમારા જેવી ઘટનાઓ પર નજીકથી નજર રાખી રહી છે. આવા ગેરકાયદેસર કૃત્યો માત્ર મુસાફરો અને રેલવે કર્મચારીઓની સલામતીને જોખમમાં જ મૂકતા નથી, પરંતુ કિંમતી સરકારી સંપત્તિને પણ નુકસાન પહોંચાડે છે. જુલાઈ અને ડિસેમ્બર 2025 વચ્ચે, ભારતીય રેલવે નેટવર્કમાં પથ્થરમારાના કુલ 1,698 કેસ નોંધાયા હતા, જેમાં […]

ધાર ભોજશાળા વિવાદ: વસંત પંચમીએ પૂજા અને નમાઝ બંને થશે, સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2026: મધ્યપ્રદેશના ધારમાં આવેલી ઐતિહાસિક ભોજશાળામાં આવતીકાલે એટલે કે 23 જાન્યુઆરીએ વસંત પંચમીની પૂજા અને શુક્રવારની (જુમ્મા) નમાઝને લઈને સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે, બંને પક્ષોની ધાર્મિક આસ્થા જળવાય તે માટે પરિસરમાં અલગ-અલગ જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવે જેથી કોઈ ઘર્ષણની સ્થિતિ ઊભી ન […]

છત્તીસગઢઃ આયર્ન ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 7 શ્રમિકો ભડથું

રાયપુર, 22 જાન્યુઆરી 2026: છત્તીસગઢના બલોદાબજાર-ભાટાપારા જિલ્લામાં બકુલાહી (નિપનિયા) સ્થિત ‘રિયલ ઈસ્પાત’ સ્પોન્જ આયર્ન ફેક્ટરીમાં થયેલા જોરદાર ધડાકાએ 7 મજૂરોનો ભોગ લીધો છે. આ ભીષણ વિસ્ફોટમાં અનેક શ્રમિકો ગંભીર રીતે દાઝયા હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ સહિતની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. પ્રાપ્ત […]

દિલ્હી-NCRમાં હવામાન પલટાશે: વરસાદની આગાહી

નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2026 : દિલ્હી-NCRના હવામાનમાં ફરી એકવાર મોટો પલટો આવવા જઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગએ આવતીકાલ એટલે કે 23 જાન્યુઆરી માટે ‘યલો એલર્ટ’ જારી કર્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આ દિવસે સમગ્ર વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ […]

લશ્કર-એ-તૈયબા ભરતી કેસમાં કોર્ટે આરોપી ઇદ્રીસને 10 વર્ષની સજા ફરમાવી

નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2026 : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની વિશેષ અદાલતે પાકિસ્તાન સાથે જોડાયેલા લશ્કર-એ-તૈયબા (LeT) ભરતી અને કટ્ટરપંથીકરણ કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસના આરોપી સૈયદ એમ. ઇદ્રીસને દોષિત ઠેરવીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ કેસ પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ યુવાનોની ભરતી કરી તેમને પ્રતિબંધિત આતંકી સંગઠન […]

ટ્રમ્પે ફરીવાર નરેન્દ્ર મોદીને અંગત મિત્ર ગણાવી કરી પ્રશંસા

દાવોસ, 22 જાન્યુઆરી 2026: સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં આયોજિત ‘વર્લ્ડ ઇકોનોમિક ફોરમ‘ (WEF) દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સંકેત આપ્યા છે કે બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં એક ‘શાનદાર’ વેપાર સમજૂતી થઈ શકે છે. PM મોદી મારા ‘ખાસ મિત્ર’ વિશ્વ મંચ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના […]

મહિલાઓ માટે સુરક્ષિત ટોપ ટેન શહેરમાં ગુજરાતના આ શહેરનો પણ સમાવેશ

નવી દિલ્હી, 21 જાન્યુઆરી 2026: ભારતમાં મહિલાઓની સુરક્ષા, કરિયર ગ્રોથ અને રહેવાની આઝાદીના મામલે કયા શહેરો શ્રેષ્ઠ છે, તેને લઈને એક નવો રિપોર્ટ ‘ટોપ સિટીઝ ફોર વુમન ઇન ઇન્ડિયા’ (TCWI) જાહેર થયો છે. વર્કપ્લેસ કલ્ચર કન્સલ્ટિંગ ફર્મ ‘અવતાર ગ્રુપ’ દ્વારા બહાર પાડવામાં આવેલા આ ચોથા એડિશન મુજબ, દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો શહેરોને પાછળ છોડીને […]

બાંગ્લાદેશી ક્રિકેટરે જ પોતાના દેશમાં સુરક્ષાને લઈને વ્યક્ત કરી ચિંતા

ઢાકા, 21 જાન્યુઆરી 2026: આગામી T20 વર્લ્ડ કપ માટે બાંગ્લાદેશની ટીમ ભારત આવશે કે નહીં, તે અંગેના સસ્પેન્સ વચ્ચે બાંગ્લાદેશી કેપ્ટન લિટ્ટન દાસના એક નિવેદને રમતજગતમાં ખળભળાટ મચાવી દીધો છે. એક તરફ ICC દ્વારા અંતિમ નિર્ણય લેવાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે, તો બીજી તરફ લિટ્ટન દાસે પોતાના જ દેશમાં સુરક્ષાને લઈને ગંભીર સવાલ ઉઠાવ્યા […]

શિયાળામાં સ્વાસ્થ્યનો ખજાનો એટલે આમળાનું ઓઈલ-ફ્રી અથાણું, જાણો રેસીપી

શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થતા જ બજારમાં લીલાછમ આમળાની આવક વધી છે. આયુર્વેદમાં ‘અમૃતફળ’ ગણાતા આમળા માત્ર સ્વાદમાં જ નહીં, પણ સ્વાસ્થ્ય માટે પણ સુપરફૂડ સાબિત થાય છે. સામાન્ય રીતે અથાણાંમાં તેલનો ભરપૂર ઉપયોગ થતો હોય છે, પરંતુ આજે આપણે એક એવી રેસીપી વિશે જાણીશું જે તેલ વગર તૈયાર થાય છે. આમળાના આમણા માટે સામગ્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code