1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

એઆર રહેમાનને સાંપ્રદાયિકતા વાળા નિવેદન મુદ્દે બાંગ્લાદેશી લેખિકાએ વ્યક્ત કરી નારાજગી

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: જાણીતા સંગીતકાર એઆર રહેમાનના બોલિવૂડ અને સાંપ્રદાયિકતા અંગેના નિવેદને દેશમાં નવો વિવાદ છેડ્યો છે. રહેમાને તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધીરે ધીરે સાંપ્રદાયિક ભાવના હાવી થઈ રહી છે અને તેની અસર તેમના કામ પર પડી રહી છે. આટલું જ નહીં, તેમણે ફિલ્મ ‘છાવા‘ને પણ વિભાજનકારી ગણાવી હતી. […]

T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશના વલણનો લાભ લેવા માંગે છે પાકિસ્તાન

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026 : ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં યોજાનારા આઈસીસી T20 વર્લ્ડ કપ 2026 પર જોખમ તોળાઈ રહ્યું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વધતા રાજકીય તણાવને કારણે હવે રમતગમત જગતમાં પણ વિવાદ શરૂ થયો છે. બાંગ્લાદેશે સુરક્ષા કારણોસર ભારતમાં રમવા અંગે ખચકાટ વ્યક્ત કરીને વેન્યુ બદલવાની માંગ કરી છે, જેમાં હવે પાકિસ્તાન […]

સાબરકાંઠાના ચિતરીયા ગામનાં બાળકો-વિદ્યાર્થીઓ માટે હવે લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ

[અલકેશ પટેલ] ચિતરીયા (સાબરકાંઠા), 19 જાન્યુઆરી, 2026ઃ Library facilities for Chitriya village in Sabarkantha ગુજરાત સહિત ભારતમાં સીએસઆર (CSR – Corporate Social Responsibility) શબ્દ હવે પ્રચલિત છે. ઉદ્યોગગૃહો બિઝનેસ ઉપરાંત સામાજિક જવાબદારી નિભાવવા ભંડોળની ફાળવણી કરે અને તેના દ્વારા વિવિધ સામાજિક કાર્યો, મહિલા લક્ષી કાર્યો, પર્યાવરણનાં કામો વગેરે થાય. પણ આજે હવે સીએસઆર માટે એક […]

હાફિઝના આતંકીએ ભારતને ફરીથી આપી ધમકી, સુરક્ષા એજન્સીઓ સાબદી બની

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પો ધમધમી રહ્યાં છે અને પાકિસ્તાનમાં બેઠાલા આતંકવાદીઓ ભારતમાં ભાંગફોડ કરવાની મેલી મુરાદ ધરાવે છે અને અવાર-નવાર ભારતને ધમકીઓ આપે છે. દરમિયાન પાકિસ્તાનને ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓંક્યું છે. હાફિઝ સઈદના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના કમાન્ડર આમિર જીયાએ ઓપન મંચ ઉપર કાશ્મીરમાં આતંક ફેલાવવા અને ભારતમાં તબાહી મચાવવાની […]

ગાઝા પીસ બોર્ડમાં ભારત સામેલ થશે તો ભારતીય મૂળના બે સભ્યો હશે

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: ગાઝામાં શાંતિની સ્થાપના માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ગાઝા પીસ બોર્ડની સ્થાપના કરી છે. આ બોર્ડનું મુખ્ય કામ વિકાસ અને શાંતિ જાળવવાનું રહેશે. ટ્રમ્પ આ બોર્ડના ચેરમેન હશે. બોર્ડમાં લગભગ 60 જેટલા સભ્યો સામેલ કરવામાં આવશે. બોર્ડમાં સામેલ થવા માટે ભારત સરકારને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારતે ટ્રમ્પના આ […]

એકનાથ શિંદેનો હુંકાર, મુંબઈમાં મહાયુતિનો જ મેયર બનશે

મુંબઈ, 19 જાન્યુઆરી 2026: બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) ની ચૂંટણીમાં મહાયુતિના ભવ્ય વિજય બાદ હવે સૌની નજર મુંબઈના આગામી મેયર કોણ બનશે તેના પર ટકી છે. મેયર પદને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નવનિર્વાચિત કોર્પોરેટરો સાથે મુલાકાત કરી હતી, જેના કારણે રાજકીય ગલિયારાઓમાં હલચલ તેજ થઈ ગઈ છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શનિવારે શિવસેના […]

દિલ્હી-NCRમાં ફરી ધરા ધ્રૂજી: સોનીપતમાં ભૂકંપના આંચકા અનુભવાયા

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: હરિયાણાના સોનીપત અને દિલ્હીને અડીને આવેલા વિસ્તારોમાં સોમવારે સવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. રિક્ટર સ્કેલ પર 2.8ની તીવ્રતા ધરાવતા આ ભૂકંપનું કેન્દ્ર નોર્થ દિલ્હીમાં જમીનની સપાટીથી માત્ર 5 કિલોમીટર નીચે નોંધાયું હતું. સવારે 8.44 વાગ્યે અચાનક ધરતી ધ્રૂજવા લાગતા ઘણા લોકો ભયના કારણે પોતાના […]

સ્પેનઃ બે હાઈ-સ્પીડ ટ્રેનો વચ્ચે જોરદાર ટક્કર, 21ના મોત

મેડ્રિડ, 19 જાન્યુઆરી 2026 : સ્પેનના દક્ષિણ ભાગમાં આવેલા કોર્ડોબા શહેર પાસે સોમવારે એક કાળમુખી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં બે હાઈ-સ્પીડ ટ્રેનો વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. આ ભયાનક અકસ્માતમાં 70થી વધુ મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી ૩૦ની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. […]

કુદરતી નિખાર માટે ઘરે જ અજમાવો આ અકસીર ઉપાય

ખૂબસૂરત દેખાવું કોને ન ગમે? આજકાલ ચહેરાની રંગત નિખારવા માટે લોકો અવનવા મોંઘા બ્યુટી ટ્રીટમેન્ટ્સ અને કેમિકલયુક્ત પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણીવાર આ મોંઘી વસ્તુઓ ફાયદો કરવાને બદલે ત્વચાને નુકસાન પહોંચાડે છે અથવા રિએક્શન આપે છે. જો તમે તમારી ત્વચાને હેલ્ધી, ગ્લોઈંગ અને ડાઘ-ધબ્બા રહિત રાખવા માંગતા હોવ, તો આપણા જૂના અને જાણીતા ઘરેલું […]

હરિયાણા પોલીસની ડિજિટલ સ્ટ્રાઈક: 1000થી વધુ આપત્તિજનક લિંક્સ બ્લોક

ચંદીગઢ, 17 જાન્યુઆરી 2026: સોશિયલ મીડિયા પર વધતી જતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ઉશ્કેરણીજનક પોસ્ટ્સ સામે હરિયાણા પોલીસે લાલ આંખ કરી છે. ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સહયોગથી શરૂ કરાયેલા એક વિશેષ ડિજિટલ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,018 જેટલી આપત્તિજનક લિંક્સ અને પ્રોફાઈલની ઓળખ કરી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાંથી 583 લિંક્સને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code