1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

બાંગ્લાદેશ ક્રિકેટમાં ભૂકંપ: બોર્ડના ડાયરેક્ટની હકાલપટ્ટી, BPL સ્થગિત

ઢાકા, 16 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશ ક્રિકેટ હાલમાં તેના ઇતિહાસના સૌથી મોટા વહીવટી અને શિસ્તભંગના સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) 2026 ને ખેલાડીઓના બહિષ્કારને કારણે અચાનક રોકવી પડી છે. આ વિવાદનું મુખ્ય કારણ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના ડાયરેક્ટર એમ. નજમુલ ઈસ્લામ દ્વારા પૂર્વ કેપ્ટન તમીમ ઈકબાલને ‘ઈન્ડિયન એજન્ટ’ કહેવાનું અપમાનજનક નિવેદન […]

હરિદ્વાર હરકી પૌડી પર બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ

હરિદ્વાર, 16 જાન્યુઆરી 2026: વિશ્વ પ્રસિદ્ધ તીર્થધામ હરિદ્વારની પવિત્રતા અને મર્યાદા જાળવી રાખવા માટે ‘શ્રીગંગા સભા’ દ્વારા અત્યંત કડક પગલાં લેવામાં આવ્યા છે. હરકી પૌડી ક્ષેત્રમાં હવે બિન-હિંદુઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે, જે અંગેના બોર્ડ પણ ઠેર-ઠેર લગાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડતા વીડિયોને […]

મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: BMCમાં ભાજપનો દબદબો

મુંબઈ, 16 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રની પ્રતિષ્ઠાભરી મુંબઈ અને પુણે મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થવાની પ્રક્રિયા તેજ બની છે. અત્યાર સુધીના વલણોમાં ભારતીય જનતા પાર્ટીએ મુંબઈ અને પુણે બંને મહાનગરોમાં મજબૂત પકડ જમાવી છે. મુંબઈ મહાનગરપાલિકાની 227 બેઠકો પૈકી 109 બેઠકો ઉપર ભાજપ આગળ છે. જ્યારે 64 બેઠક ઉપર શિવસેના(U), 16 ઉપર કોંગ્રેસ અને 20 બેઠકો […]

સ્ટાર્ટઅપ ઈન્ડિયાના સફળ 10 વર્ષ: PM મોદીએ યુવા સાહસિકોને બિરદાવ્યા

નવી દિલ્હી, 16 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ પહેલના 10 વર્ષ પૂર્ણ થવા પર દેશવાસીઓને અને ખાસ કરીને યુવા સાહસિકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ભારતીય સ્ટાર્ટઅપ્સને પરિવર્તનના એવા ‘એન્જિન’ ગણાવ્યા છે જે દેશની અર્થવ્યવસ્થા અને સમાજના ભવિષ્યને નવો આકાર આપી રહ્યા છે. વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, […]

રાજસ્થાન: ચિત્તોડગઢ-ઉદયપુર હાઈવે પર અકસ્માત, એક જ પરિવારના 4 ના મોત

જયપુર, 16 જાન્યુઆરી 2026: રાજસ્થાનના ચિત્તોડગઢ-ઉદયપુર નેશનલ હાઈવે પર ગુરુવારે મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. નરધારી વિસ્તાર પાસે રાત્રે 1 વાગ્યાના સુમારે થયેલા આ અકસ્માતમાં કાર સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયું છે. મળતી માહિતી મુજબ, કાર ચિત્તોડગઢથી ઉદયપુર […]

બાબા મહાકાલના શરણમાં ગૌતમ ગંભીર: ભસ્મ આરતીમાં લીધો ભાગ

ઉજ્જૈન, 16 જાન્યુઆરી 2026: વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં મહાનુભાવોના આગમનનો સિલસિલો યથાવત છે. આ ક્રમમાં આજે શુક્રવારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી અને વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીર બાબા મહાકાલના દરબારમાં શિશ ઝુકાવવા પહોંચ્યા હતા. ગંભીરે વહેલી સવારે 4 કલાકે યોજાતી પવિત્ર ‘ભસ્મ આરતી’માં સહભાગી થઈ ભગવાન શિવની આરાધના કરી હતી અને […]

IMF ભારતનો વિકાસ દર વધારે તેવા સંકેત, ગણાવ્યું ગ્લોબલ ગ્રોથ એન્જિન

નવી દિલ્હી, 16 જાન્યુઆરી 2026: આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ) એ ભારતીય અર્થવ્યવસ્થાને લઈને અત્યંત સકારાત્મક સંકેતો આપ્યા છે. આઈએમએફ એ સ્પષ્ટ કર્યું છે કે તે ભારતના આર્થિક વિકાસ દરના અનુમાનમાં વધારો કરી શકે છે. તાજેતરના ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થવ્યવસ્થાએ અપેક્ષા કરતા વધુ સારી ગતિ પકડી છે, જેના કારણે વૈશ્વિક વિકાસને વેગ આપવામાં ભારતની ભૂમિકા ફરી […]

સ્વાસ્થ્ય માટે સંજીવની: જાણો સવારે ખાલી પેટે ગરમ પાણી પીવાના ફાયદા, આ એક ભૂલથી બચો

આપણા શરીરમાં પાણીની ઉણપ માત્ર ત્વચા પર જ નહીં, પરંતુ કિડની અને લિવર જેવા મહત્વના અંગો પર પણ ગંભીર અસર કરે છે. ડોક્ટરો દિવસ દરમિયાન 2.5 થી 3 લિટર પાણી પીવાની સલાહ આપે છે, પરંતુ દિવસની શરૂઆત પાણીથી કરવી તે વધુ ફાયદાકારક છે. ફેલિક્સ હોસ્પિટલના ચેરમેન ડો. ડી.કે. ગુપ્તાના જણાવ્યા અનુસાર, સવારે ગરમ પાણી પીવાથી […]

શાકાહારનો વધતો ક્રેઝ: શાકાહારીઓની સંખ્યામાં ભારત ટોચ ઉપર

ભારત સહિત દુનિયાના અનેક દેશમાં લોકો હવે શાકાહાર તરફ વળી રહ્યાં છે. હેલ્થ કોન્શિયસ અને પર્યાવરણપ્રેમી લોકો હવે પ્લાન્ટ બેઝ્ડ ડાયટ તરફ વળ્યા છે. ભારતમાં અનેક મહાનુભાવો શુદ્ધ શાકાહારી ભોજન જ પસંદ કરે છે. એક રિપોર્ટ મુજબ ભારતમાં સૌથી વધારે 29.5 ટકા લોકો શાકાહારી છે. બીજી તરફ મોટાભાગના જાણકારો પણ લોકોને શાકાહારી ભોજન માટે અપીલ […]

ઘરે જ બનાવો રાજસ્થાની સ્ટાઈલમાં મેથી દાણાની સબ્જી, જાણો રેસીપી

સ્વાદ અને સ્વાસ્થ્યનો અદભૂત સંગમ એટલે રાજસ્થાની શૈલીની મેથી દાણાની સબ્જી. શિયાળાની ઋતુમાં શરીરને ગરમાવો આપતી આ પરંપરાગત વાનગી ડાયાબિટીસ અને સાંધાના દુખાવા જેવી સમસ્યાઓમાં પણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. જો તમે આ રાજસ્થાની દેશી રેસીપી ઘરે બનાવવા માંગતા હોવ, તો નીચે મુજબની પદ્ધતિ અનુસરો, મેથી દાણાની સબ્જી બનાવવા માટેની સામગ્રી મુખ્ય સામગ્રી: […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code