1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

ઇન્દોર: દૂષિત પાણીથી મોતના મામલે મ્યુનિસિપલ કમિશનરની બદલી

ઈન્દોર, 3 જાન્યુઆરી 2026: મધ્ય પ્રદેશના ઇન્દોરમાં દૂષિત પાણી પીવાના કારણે અનેક લોકોના કરુણ મોતના મામલે રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. આ મામલે નગર નિગમની ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ મુખ્યમંત્રી મોહન યાદવના આદેશથી નગર નિગમ કમિશનર દિલીપ કુમાર યાદવને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને હવે ક્ષિતિજ સિંઘલને ઇન્દોરના નવા નિગમ […]

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની US ના કબજામાં!

વોશિંગ્ટન, 3 જાન્યુઆરી 2026: અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. શનિવારની વહેલી સવારે વેનેઝુએલાની રાજધાની કારાકાસ ભયાનક ધડાકાઓથી ધણધણી ઉઠી હતી. આ હુમલાઓ બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક સનસનાટીભર્યો દાવો કર્યો છે કે, વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીને અમેરિકી દળોએ પકડી લીધા છે અને તેમને દેશની બહાર લઈ જવામાં […]

આગામી વર્ષોમાં ભારત હથિયારો મામલે પુરી રીતે આત્મનિર્ભર બની જશેઃ રક્ષામંત્રી

જયપુર, 3 જાન્યુઆરી: રક્ષામંત્રી રાજનાથસિંહએ ઉદેપુરમાં ભૂપાલ નોબલ્સ વિશ્વવિદ્યાલયના 104માં સ્થાપના દિવસના સમારોહમાં ભાગ લીધો હતો. આ પ્રસંગ્રે તેમણે શિક્ષા વ્યવસ્થાની ભૂમિકા ઉપર વાત કરી હતી. રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, એવી શિક્ષણ પ્રણાલીને સફળ ના માની શકાય જે જ્ઞાનની સાથે વિનમ્રતા, ચરિત્ર અને નૈતિક મૂલ્યોનો વિકાસ ના કરે. તેમણે કહ્યું કે, આજે અનેકવાર જોવા […]

અમેરિકાનો વેનેઝુએલા પર હુમલો, કારાકાસમાં સૈન્ય મથકો-નેવી બેઝ પર બોમ્બમારો

વોશિંગ્ટન, 3 જાન્યુઆરી 2026: શનિવારની વહેલી સવારે અમેરિકી દળોએ વેનેઝુએલા પર મોટો લશ્કરી હુમલો કર્યો હોવાના સમાચારથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકાએ વેનેઝુએલાની રાજધાની કારાકાસ સ્થિત મુખ્ય મિલિટરી બેઝ અને નેવી બેઝને નિશાન બનાવીને શ્રેણીબદ્ધ ધડાકા કર્યા છે. પેન્ટાગન દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં રક્ષા મંત્રીના નિવાસસ્થાનને પણ નિશાન બનાવવામાં આવ્યું હોવાના અહેવાલ […]

IPLમાં બાંગ્લાદેશી ખેલાડી રહેમાન નહીં રમે, BCCIનો મહત્વનો નિર્ણય

નવી દિલ્હી, 3 જાન્યુઆરી 2026: હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુઓને સતત ટાર્ગેટ બનાવવાની ઘટનાને પગલે ભારતીયોમાં રોષ ફાટ્યો છે. એટલું જ નહીં આગામી આઈપીએલમાં બાંગ્લાદેશના ખેલાડીઓને નહીં રમાડવાની માંગણી ઉઠી છે. દરમિયાન ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ બાંગ્લાદેશના ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)ને પોતાના સ્કવોર્ડમાંથી રહેમાનને દૂર […]

કેન્દ્રનો Grok AI માંથી અશ્લીલ કન્ટેન્ટ હટાવવા આદેશ, 72 કલાકમાં રિપોર્ટ માંગ્યો

નવી દિલ્હી, 3 જાન્યુઆરી 2026: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના દુરુપયોગની વધતી ઘટનાઓને પગલે ભારત સરકાર એક્શન મોડમાં આવી છે. કેન્દ્રના ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે એલોન મસ્કની કંપની ‘X’ ને કડક નોટિસ ફટકારી છે. જેમાં તેના AI ચેટબોટ Grok દ્વારા જનરેટ થતા અશ્લીલ અને આપત્તિજનક કન્ટેન્ટને તાત્કાલિક હટાવવા અને આ મામલે […]

ઘર હોટલ નથી, ઘર તો રહેવાની જગા છે કોઈ મેગેઝીનનું કવરપેજ નથી

(પુલક ત્રિવેદી) જેપનીઝ જબરા કર્મયોગી હોય છે. અને સાથે સાથે ઇનોવેટિવ થીંકર પણ ખરા. જાપાનમાં સરેરાશ વય ૭0 વર્ષથી ઉપરની હોય છે. એમાં પણ ત્યાંના એક ગામની વાત અનોખી છે. અહીં આ ગામમાં લોકોનું આયખુ સો વર્ષથી વધુનું હોય છે. આ ગામના લોકો સો વર્ષે પણ અત્યંત સજાગ અને જાતે પોતાનું કામ કરતા જોવા મળે […]

સમય પ્રમાણે પરિવર્તનનો સિદ્ધાંત આ શતાયુ પુસ્તક પ્રકાશન સંસ્થાએ બરાબર અપનાવ્યો છે

[અલકેશ પટેલ] અમદાવાદ, 2 જાન્યુઆરી, 2026 – The century-old Gujarati book publishing house શ્રીમદ ભગવદ ગીતાનું ધ્રુવ વાક્ય- પરિવર્તન સંસારનો નિયમ છે– એ આમ તો માનવમાત્રએ અપનાવવા જેવું છે, પરંતુ બધા નથી આપનાવી શકતા. જે અપનાવે છે તે પ્રગતિના પંથે સતત આગળ વધતા રહે છે અને જે નથી અપનાવતા એ ઠેરના ઠેર રહે છે. આ નિયમ […]

વિવાદો વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમ સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશના પ્રવાસે જશે

નવી દિલ્હી, 2 જાન્યુઆરી 2026 : બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારને લઈને ભારતીયોમાં રોષ ફેલાયો છે. જેને લઈને આગામી આઈપીએલમાં બાંગ્લાદેશી ખેલાડી મુસ્તિફિજુર રહેમાનને કેકેઆરમાંથી નહીં રમાડવાની માંગણી ઉઠી રહી છે ત્યારે આજે ચોંકાવનારી વિગતો સામે આવી છે. હવે ભારતીય ટીમ ક્રિકેટ મેચ રમવા માટે બાંગ્લાદેશ જશે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ 2 જાન્યુઆરીએ […]

ગિગ વર્કર્સને મોટી રાહત, હવે વીમો અને પેન્શન જેવા લાભો મળશે

નવી દિલ્હી, 2 જાન્યુઆરી 2026: ક્રિસમસ અને નવા વર્ષના અવસરે પગાર વધારા અને સામાજિક સુરક્ષાની માંગ સાથે હડતાળ પર ઉતરેલા લાખો ગિગ વર્કર્સ માટે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે ‘સોશિયલ સિક્યોરિટી કોડ (સેન્ટ્રલ) રૂલ્સ, 2025’ ના ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે. આ નવા નિયમો મુજબ હવે પ્લેટફોર્મ વર્કર્સને આરોગ્ય, જીવન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code