1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

શાહરૂખ ખાનના વલણની ઓલ ઈન્ડિયા ઈમામ સંગઠનના વડાએ કરી ટીકા

નવી દિલ્હી, 2 જાન્યુઆરી 2026 : બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર થઈ રહેલા હિંસક હુમલાઓને લઈને ભારતભરમાં રોષ ફાટી નીકળ્યો છે. હવે આ મામલે ઓલ ઈન્ડિયા ઈમામ સંગઠનના વડા ડો. ઉમર અહમદ ઇલિયાસીએ અત્યંત કડક વલણ અપનાવ્યું છે. તેમણે બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન સહિતની જાણીતી હસ્તીઓની મૌન રહેવા બદલ ટીકા કરી છે અને સ્પષ્ટ કહ્યું છે […]

હવે ભારતમાં અજાણ્યા બંદૂકધારીની એન્ટ્રી, પૂણે બ્લાસ્ટનો આરોપી ઠાર મરાયો

મુંબઈ, 2 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લાના શ્રીરામપુર કસબામાં એક લોહીયાળ જંગ ખેલાયો હતો. વર્ષ 2012ના પુણે શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપીઓ પૈકીના એક બંટી જહાગીરદારની અજ્ઞાત હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કબ્રસ્તાનથી પરત ફરતી વખતે થયો હુમલો પોલીસ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, […]

પાડોશી સારો ન હોય તો તેને સંધિના લાભ પણ ન મળી શકેઃ જયશંકર

ચેન્નાઈ 2 જાન્યુઆરી 2026 : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા તેને ‘ખરાબ પાડોશી’ ગણાવ્યું છે. આઈઆઈટી (IIT) મદ્રાસના વિદ્યાર્થીઓને સંબોધિત કરતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો કોઈ પાડોશી દેશ જાણીજોઈને અને સતત આતંકવાદને પ્રોત્સાહન આપે છે, તો ભારતને પોતાના નાગરિકોની રક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને ભારત આ અધિકારનો […]

લોકસભા ચૂંટણી 2024ને લઈને કર્ણાટક સરકારે કરેલા સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

બેંગ્લોર, 2 જાન્યુઆરી 2026: લોકસભા ચૂંટણી 2024ને લઈને કર્ણાટકની સરકાર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ઈવીએમ ઉપર જનતાએ ભરોસો વ્યક્ત કર્યો છે. સર્વે અનુસાર 83 ટકા લોકોએ કહ્યું હતું કે, ઈવીએમ વિશ્વાસપાત્ર છે, આ રિપોર્ટ સામે આવ્યા બાદ ભાજપા દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કર્યાં છે. જેઓ લાંબા સમયથી ચૂંટણી પ્રક્રિયા અને ઈવીએમની […]

ગાજરનો હલવો ખાઈને કંટાળી ગયા હોય તો ટ્રાય કરો લાડુ, જાણો રેસીપી

શિયાળાની મોસમમાં ગાજરનો હલવો દરેક ઘરમાં બને છે, પણ દર વખતે એક જ વસ્તુ ખાવી કંટાળાજનક બની શકે છે. આ વખતે ગાજરના હલવાને ‘ગાજરના લાડુ’ સાથે રિપ્લેસ કરો. આ લાડુ બનાવવા જેટલા સરળ છે, ખાવામાં તેટલા જ લિજ્જતદાર છે. માત્ર 10-15 મિનિટમાં તૈયાર થઈ જતા આ લાડુ બાળકોથી લઈને વડીલો સુધી સૌને પસંદ આવશે. ગાજર […]

દેશને 15 ઓગસ્ટ 2027 ના રોજ તેની પ્રથમ બુલેટ ટ્રેન મળશેઃ રેલ્વે મંત્રી

નવી દિલ્હી, 1 જાન્યુઆરી 2026 : ભારતીય રેલ્વેના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરવાનો છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે આ જાહેરાત કરી. રેલ્વે મંત્રીએ જાહેરાત કરી કે દેશને 15 ઓગસ્ટ, 2027 ના રોજ તેની પ્રથમ બુલેટ ટ્રેન મળશે. અશ્વિની વૈષ્ણવે મજાકમાં કહ્યું, “તમારી બુલેટ ટ્રેનની ટિકિટ હમણાં જ ખરીદો, ટ્રેન આવતા વર્ષે આવશે.” તેમણે સ્પષ્ટતા કરી કે […]

ભારત અને પાકિસ્તાને પરમાણુ ઠેકાણાઓની યાદીની કરી આપ-લે

નવી દિલ્હી, 1 જાન્યુઆરી 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા પર વધતા તણાવ, સંબંધોમાં આવેલી કડવાશ અને તાજેતરના સૈન્ય સંઘર્ષ છતાં બંને દેશોએ પરમાણુ મોરચે રાજદ્વારી સમજદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વર્ષ 2026ની પ્રથમ સવારે એટલે કે ગુરુવારે, બંને દેશોએ પોતપોતાના પરમાણુ પ્રતિષ્ઠાનો અને સુવિધાઓની યાદી એકબીજાને સોંપી હતી. મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે […]

પાકિસ્તાનના સેના પ્રમુખ મુનીરે ભારતને આપી ગર્ભિત ધમકી

નવી દિલ્હી, 1 જાન્યુઆરી 2026: વર્ષ 2026ની શરૂઆતમાં જ પાકિસ્તાને ફરી એકવાર ભારત સામે આક્રમક વલણ અપનાવ્યું છે. પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરે ભારતનું નામ લીધા વિના ચેતવણી આપી છે કે જો પાકિસ્તાનની પ્રાદેશિક અખંડિતતાનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉલ્લંઘન થશે, તો તેનો ‘નિર્ણાયક’ જવાબ આપવામાં આવશે. આસિમ મુનીરની પોકળ ગર્જના રાવલપિંડી સ્થિત જનરલ […]

સ્વિટ્ઝરલેન્ડમાં નવા વર્ષની ઉજવણી માતમમાં ફેરવાઈ: રિસોર્ટમાં ધડાકો

સ્વિટ્ઝરલેન્ડમાં નવા વર્ષ 2026ના સ્વાગતનો ઉત્સાહ તે સમયે માતમમાં ફેરવાઈ ગયો જ્યારે એક જાણીતા સ્કી રિસોર્ટમાં મોટો વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે, જ્યારે અનેક પ્રવાસીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ દૂર્ઘટનામાં 40 વ્યક્તિના મોત થયાનું જાણવા […]

માઇક્રોપ્લાસ્ટિક હાર્ટ એટેકનું કારણ બની શકે છે: પુરુષોને જોખમ વધારે

કેલિફોર્નિયા, 31 ડિસેમ્બર 2025 : પ્લાસ્ટિક આધુનિક જીવનનો અનિવાર્ય ભાગ બની ગયું છે, પરંતુ હવે તેના અતિ સૂક્ષ્મ કણો એટલે કે ‘માઇક્રોપ્લાસ્ટિક’ માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો સાબિત થઈ રહ્યા છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, રિવરસાઈડના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા તાજેતરના સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે માઇક્રોપ્લાસ્ટિક ધમનીઓમાં સોજો લાવે છે અને પ્લેક (કચરો) […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code