1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

સેક્યુલર શબ્દનો અર્થ ધર્મનિરપેક્ષ નહીં : નિતિન ગડકરી

નવી દિલ્હી, 24 ડિસેમ્બર 2025: Secularism કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના બિનસાંપ્રદાયિકતાના ખોટા ખ્યાલ અને વોટબેંકની રાજનીતિને કારણે દેશ આજે પણ ‘હિંદુ-મુસ્લિમ સમસ્યાઓ’ નો સામનો કરી રહ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ‘સેક્યુલર’ શબ્દનો અર્થ ‘ધર્મનિરપેક્ષ’ નહીં પરંતુ ‘સર્વધર્મ સમભાવ’ થાય છે. દિલ્હીમાં ઉદય માહુરકર દ્વારા […]

વોટર લિસ્ટમાંથી લાખો નામ કપાયા: જાણો ક્યાં રાજ્યમાં કેટલા મતદારોના નામ કપાયાં

નવી દિલ્હી 24મી ડિસેમ્બર 2025: Voter ચૂંટણી પંચે વિવિધ રાજ્યોમાં હાથ ધરેલી SIR ની પ્રક્રિયા પૂર્ણ થઈ છે.રાજકીય પક્ષોના વિરોધ વચ્ચે જાહેર થયેલા આંકડા દર્શાવે છે કે દેશભરમાં લાખો લોકોના નામ મતદારી યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. જેમાં તમિલનાડુ બાદ ગુજરાત બીજા ક્રમે હોવાનું સામે આવ્યું છે. ચૂંટણી પંચના ડેટા મુજબ, અત્યાર સુધીમાં સૌથી વધુ 97 […]

દિલ્હી-NCR ‘ગેસ ચેમ્બર’ બન્યું: એર પ્યુરિફાયરની માંગમાં ઉછાળો

નવી દિલ્હી, 24 ડિસેમ્બર 2025 : Pollution દિલ્હી અને NCRમાં વાયુ પ્રદૂષણનું સ્તર ખતરનાક રીતે વધી જતાં સ્થિતિ વણસી છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ 500ને પાર કરી જતાં દિલ્હી અને નોઈડામાં GRAP 4 લાગુ કરવામાં આવ્યો છે. ઝેરી હવામાંથી બચવા માટે હવે લોકો પાસે ‘એર પ્યુરિફાયર’ એકમાત્ર વિકલ્પ રહ્યો હોય તેમ જણાય છે. છેલ્લા બે મહિનામાં એર […]

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર યથાવત: ચટગાંવમાં ઘરો સળગાવ્યા

ઢાકા, 24મી ડિસેમ્બર 2025: Atrocities on Hindus in Bangladesh બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુ સમુદાય પર થઈ રહેલા હુમલાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. તાજેતરમાં ચટગાંવમાં અનેક હિંદુ પરિવારોના ઘરોને નિશાન બનાવી આગ ચાંપવામાં આવી હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ હિંસાની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જીવ બચાવવા માટે પરિવારોએ પોતાના […]

અમેરિકામાં વિદેશી ડ્રોન પર પ્રતિબંધ, ચીની કંપનીને જોરદાર ફટકો

વોશિંગ્ટન, 24 ડિસેમ્બર 2025 : Trade war રાષ્ટ્રીય અને ટેકનિકલ સુરક્ષાને પ્રાથમિકતા આપતા ટ્રમ્પ પ્રશાસને વિદેશી ડ્રોન પર સકંજો કસ્યો છે. ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશનએ અમેરિકામાં તમામ નવા વિદેશી ડ્રોન મોડલ્સના વિતરણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. આ નિર્ણયની સૌથી વધુ અસર ચીની કંપની DJI પર પડવાની શક્યતા છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે […]

ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફારના સંકેત: વન-ડેની કેપ્ટન બદલાય તેવી શકયતા

મુંબઈ 23 ડિસેમ્બર 2025 : (TEAM INDIA) ભારતીય ક્રિકેટ ટીમમાં નેતૃત્વ પરિવર્તનના એંધાણ વર્તાઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ખરાબ ફોર્મ અને નિરાશાજનક નેતૃત્વને કારણે શુભમન ગિલ પાસેથી વન-ડે ટીમની કેપ્ટનશીપ પાછી ખેંચી લેવામાં આવી શકે છે અને તેના સ્થાને અનુભવી ખેલાડી શ્રેયસ અય્યરને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવાની હલચલ તેજ થઈ છે. તાજેતરમાં જ […]

AI શાળા અને કોલેજના અભ્યાસક્રમનો ભાગ હોવો જોઈએ: ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને આજે નવી દિલ્હીના ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે ગુરુ ગોવિંદ સિંહ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી દ્વારા ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) અને આઉટલુક મેગેઝિનના સહયોગથી આયોજિત “AI ઇવોલ્યુશન – AI નો મહાકુંભ” વિષય પરના ફ્લેગશિપ નેશનલ કોન્ક્લેવમાં ભાગ લીધો હતો. સભાને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ રેખાંકિત કર્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે […]

રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ દ્વારા ભારતનો પ્રથમ ટેલિ-રોબોટિક સર્જરી પ્રોગ્રામ લોન્ચ

મુંબઈ, 23 ડિસેમ્બર 2025: India’s first tele-robotic surgery program સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે (HNRFH) ધીરુભાઈ અંબાણી ઓક્યુપેશનલ હેલ્થ (DAOH) અને કોમ્યુનિટી મેડિકલ સેન્ટર, જામનગરના સહયોગથી એક ટેલિ-રોબોટિક સર્જરી પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ પ્રોગ્રામ દ્વારા HNRFH ના નિષ્ણાત સર્જનો દેશભરના સહયોગી હેલ્થકેર સેન્ટરો પર રિમોટલી રોબોટિક-આસિસ્ટેડ સર્જરી કરશે અને માર્ગદર્શન આપશે. આ સેવા હેઠળ […]

વિકસિત ભારત 2047 અને સંરક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભરતા માટે ક્રિટિકલ મિનરલ્સ અનિવાર્ય: એર માર્શલ

નવી દિલ્હી. 23મી ડિસેમ્બર 2025: Developed India 2047- ભારતની સંરક્ષણ સજ્જતા અને ‘વિકસિત ભારત 2047’ ના લક્ષ્યને હાંસલ કરવા માટે ‘ક્રિટિકલ મિનરલ્સ’ (મહત્વપૂર્ણ ખનિજો) હવે રાષ્ટ્રીય સુરક્ષાના મુખ્ય વ્યૂહાત્મક સ્તંભ બની ગયા છે. ચીફ ઓફ ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ, એર માર્શલ આશુતોષ દીક્ષિતે આ મહત્વપૂર્ણ તથ્ય રજૂ કરતા જણાવ્યું હતું કે, આધુનિક સૈન્ય પ્રણાલીઓનો પાયો આ […]

વિદેશી હૂંડિયામણ ભંડાર 11 મહિનાની આયાત માટે પર્યાપ્ત: RBI

મુંબઈ: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા ડિસેમ્બરના બુલેટિન અનુસાર, નવેમ્બર માસમાં ભારતીય રૂપિયો વાસ્તવિક રીતે સ્થિર રહ્યો છે. અમેરિકી ડોલરમાં મજબૂતી અને ભારત-અમેરિકા વેપાર કરાર અંગેની અનિશ્ચિતતા છતાં, અન્ય દેશોના ચલણની સરખામણીએ રૂપિયામાં ઉતાર-ચઢાવ ઓછો જોવા મળ્યો છે. RBIએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડાર હાલમાં મજબૂત સ્થિતિમાં છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code